top of page
Writer's pictureFit Appetite

અલ્ઝાઇમર ( સ્મૃતિભ્રંશ) બીમારી અને એના થી બચવા માટેનો આહાર :-


વૃદ્ધાવસ્થા ના રોગો અને એમાં આહાર નું મહત્વ વિષય ની શૃંખલા ને આગળ વધારતાં આ વખતે વૃદ્ધાવસ્થા ની ખૂબ સામાન્ય બીમારી એવા ‘ અલ્ઝાઇમર ‘ રોગ ને સમજીએ. આ રોગ પર આધારિત ખૂબ પ્રચલિત ફિલ્મો પણ બની છે.

અલ્ઝાઇમર્સ મગજના કોષોનો નાશ કરતો રોગ છે, જેની અસર યાદશક્તિ, વર્તણૂક પર થાય છે તેમજ વ્યક્તિ એક તબક્કે પોતાના ભૂતકાળને જ યાદ ન કરી શકે એ હદ સુધી વધી શકે છે. જેમાં થોડા મહિના અગાઉની ઘટનાઓ પણ સામેલ છે. ભારત અલ્ઝાઇમર્સ સામે સંઘર્ષ કરી રહ્યો છે અને આ સમસ્યા જળવાઈ રહે એવી શક્યતા છે, કારણ કે દેશમાં વયોવૃદ્ધોની વસ્તીમાં વધારો થવાની શરૂઆત થઈ છે. બહુ ઓછા પ્રમાણમાં દર્દીઓ ઔપચારિક રીતે નિદાન કરાવે છે કે સારવાર લે છે. અત્યારે પણ ઘણા લોકો ઉંમર વધવાની સાથે કુદરતી રીતે યાદશક્તિ ઓછી થાય કે ભૂલી જવાય એવું માને છે તથા અલ્ઝાઇમર્સનાં ચિહ્નોની અવગણના કરે છે.

સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાનું સ્વરૂપ છે, જેની અસર યાદશક્તિ, વર્તણૂક અને વિચારસરણી પર થાય છે. અલ્ઝાઇમર્સનો રોગ ડિમેન્શિયાના મોટા ભાગના કેસોમાં થાય છે. સામાન્ય રીતે આ બીમારી 60 વર્ષથી વધારે વયના લોકોમાં થાય છે, છતાં આ 40થી 60 વર્ષ વચ્ચે પણ થઈ શકે છે.

અલ્ઝાઇમર્સનાં લક્ષણો

• કાર્યક્ષમતા અને કામગીરીના અગાઉના સ્તરમાં ઘટાડો થવો.

• યાદશક્તિનો નાશ ઊડીને આંખે વળગે છે, ખાસ કરીને શીખવાના ક્ષેત્રમાં અને નવી માહિતી યાદ કરવાના કિસ્સામાં.

• ભાષાની સમસ્યાઓ, જેમાં વ્યક્તિને ચોક્કસ શબ્દો શોધવામાં મુશ્કેલી પડે છે.

• ચીજવસ્તુઓ અને ચહેરો ઓળખવાની ક્ષમતાનો અભાવ.

• શબ્દો વાંચવામાં મુશ્કેલી (એલેક્સિયા).

• કોઈ પણ કારણ વિના નિર્ણય લેવામાં અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતામાં પાછળના તબક્કે ઘટાડો

એ શાના કારણે થાય છે?

બધા જ વૃદ્ધ લોકોને અલ્ઝાઇમર નથી થતું. અલ્ઝાઇમર અનેક બીમારીઓને કારણે થાય છે.

આ બિમારીઓ મગજના અલગ અલગ ભાગને અસર કરે છે અને લોકોને અલગ અલગ રીતે અસર થાય છે.

હમણાં આપણને ખબર નથી કે શા માટે અમૂક લોકોને એ થાય છે અને અમુકને નહિ. ડૉક્ટરો અને વિજ્ઞાનિકો આ જાણવા વિષે મહેનત કરી રહ્યા છે.

આથી જ આ રોગથી કઈ રીતે દૂર રહી શકાય તે સમજીએ.

આ માટે સૌથી પહેલા તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઈરોઈડ જેવા રોગો ને કાબુ માં રાખવા એ પ્રાથમિક જરૂરીયાત છે. આ ઉપરાંત કેટલાક નીચે મુજબ ના ખાદ્યપદાર્થો દૈનિક આહાર માં ઉમેરવા થી પણ આ રોગ થી દુર રહી શકાય.

1. લીલી ભાજી :- લીલી ભાજી માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો હોવા ઉપરાંત સારી માત્રા માં વિટામિન કે હોય છે આ વિટામિન કે મગજ પર પહોંચતા લોહી નું શુદ્ધિકરણ કરે છે. મગજ પર શુદ્ધ લોહી પહોંચવાથી આ તકલીફ ને દુર રાખી શકાય છે.. આ માટે રોજ ના આહાર માં પાલખ ની ભાજી, મેથી ની ભાજી, કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. હવે શિયાળા માં તો ખૂબ સરસ અન્ય ભાજીઓ પણ પુષ્કળ માત્રા માં મળી રહેશે .તો એનો પૂરેપૂરો ઉપયોગ કરવો.

2. સીઝનલ ફળો :- આમળા, સ્ટ્રોબેરી જેવા હવે શિયાળા માં મળતાં ફળો એનથોસાયાનીન નામના ફ્લેવેનોઈડ ધરાવે છે જે મગજ ના કોષો ને થતું નુકસાન અટકાવે છે. તો સવાર માં ૧ આમળા નો રસ અથવા આમલી આખું ખાઈ શકાતું હોય તો તેમ અને સીઝન ની સ્ટ્રોબેરી નો ભરપુર ફાયદો ઉઠાવવો જોઈએ.

3. નટ્સ :- અખરોટ, કાજુ, બદામ જેવા નટ્સ વિટામિન ઈ અને ફાયટો કેમિકલ્સ નો ખજાનો છે. વૈજ્ઞાનિકો ને એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે જો ૭૦ વર્ષ ની ઉપરના વૃદ્ધો અઠવાડિયે ૫ દિવસ પણ એક એક મુઠ્ઠી નટ્સ લે, તો તેમના મગજ ના કોષો ને નટસ ન લેતા વૃદ્ધોની સરખામણી માં ઓછું નુકસાન થાય છે

4. ઓમેગા થ્રી ફેટી એસિડ યુક્ત આહાર :- અળસી ના બીજ, ઓલિવ ઓઈલ, સૂર્યમુખી ના બીજ જેવા ઓમેગા થ્રી ફેટી એસિડ ધરાવતા ખાદ્યપદાર્થો નો રોજિંદા આહાર માં ઉપયોગ કરવાથી મગજ નું સ્વાસ્થ્ય સારું રહે છે. દિવસ દરમ્યાન ૮૦ મિગ્રા ઓમેગા થ્રી ફેટી એસિડ પણ મગજ ના સ્વાસ્થ્ય માટે ૬ વર્ષ ની વાત બાદ જરૂરી બને છે. આ માટે રોટલી ના લોટ માં અળસી , સૂર્યમુખી અને કોળા ના બીજ ને શેકી ને એનો લોટ બનાવી ઉમેરી શકાય. આ બધા બીજો નો મુખવાસ તરીકે પણ ઉપયોગ કરી શકાય.

5. શાકભાજી:- કોબીજ, ફ્લાવર, બ્રોકોલી જેવા કૃસિફર્સ શાકભાજી મગજ પર લાગતી છારી ને ઓગાળવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારના શકભાજી નો દૈનિક આહાર માં ઉપયોગ કરવાથી માનસિક સ્વાસ્થ્ય માં હકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે.

6. મસાલા:- તજ અને જીરું જો રાત્રે પાણી માં પલાળી ને સવારે એ જ પાણી પીવામાં આવે તો તે લોહીના શુદ્ધિકરણ નું કાર્ય કરે છે. આ શુદ્ધ લોહી મગજ સુધી પહોંચતા મગજ નું સ્વાસ્થ્ય સુધરે છે.

અલ્ઝાઇમર થી બચવા શું ન કરવું ?

• દારૂ નું સેવન અલ્ઝાઇમર ની સમસ્યા ને વધુ ગંભીર કરે છે.

• લાલ માંસ મગજ ના કોષો માં છારી નું સર્જન કરી શકે છે .એથી લાલ માસ નો ઉપયોગ ટાળવો

• તળેલા અને મેંદા થી બનેલા ખાદ્યપદાર્થો શરીર ને માટે બિન જરૂરી એવી ચરબી નો ભરાવો કરી મગજ ની ક્રિયાશીલતા માં ઘટાડો કરે છે

• વધુ પડતું સાકર નું સેવન ન કરવું.

• વધુ પડતું નમક નું સેવન અટકાવવું.


49 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page