top of page

આમળા નું રોગો ની સારવાર માં મહત્વ :-


ગતાંકે આપણે આમળા માં રહેલા પોષકતત્વો અને આમળા ના ફાયદા વિશે જાણ્યું. આ અંકે આપણે આમળા નું રોગો ના ઉપચાર માં મહત્વ સમજીએ અને વધુ પડતાં આમળા ના સેવન થી શું નુકસાન થઈ શકે તથા આમળા નું સેવન કોણ માટે હાનીકારક છે તે જાણીએ.

આમળા માં ઘણાબધા પોષકતત્વો પુષ્કળ માત્ર માં રહેલા છે. આમળા અલગ અલગ પ્રકાર ના એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વો નો ભંડાર છે. વળી, આમળા માં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફ્લેવેનોઇડ્ઝ રહેલા છે જે હૃદય અને ધમનીઓ ને તેમનું કાર્ય યથાયોગ્ય કરવાં માં મદદરૂપ થાય છે. તો આવો , અલગ અલગ રોગો ના ઉપચાર માટે આમાટેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે જાણીએ.

·        ડાયાબિટીસ કન્ટ્રોલ :-  આમળા ના સુપાચ્ય રેષા ઝડપથી પાચન પામી ખોરાકમાં લેવાયેલી કાર્બોહાઈડ્રેટ ના અધિશોષ્ણ ની પ્રક્રિયા ધીમી કરે છે. અને આમ લોહીમાં શર્કરા ભળવાની પ્રક્રિયા ધીમી કરી બ્લડ શુગર લેવલ ઘટાડે છે. ડાયાબિટીસ ના દર્દીઓ જમવા પહેલા એક આમળા નો રસ પી શકે અથવા એક આમળું ખાધા બાદ જમવાની આદત પાડે તો સમય જતાં તે ફાયદાકારક સાબિત થઈ રહે.

·        અપચા માં રાહત :- આમળા ના રેષા પાચનતંત્ર ની ગતિ ( પેરિસ્ટલસિસ) માં વધારો કરી ખોરાક ને વધુ સુપાચ્ય બનાવે છે. એથી જ કદાચ આપણા વડવાઓ આમળા નો મુરબ્બો બનાવી ખાતાં હશે જેથી આખું વર્ષ આમળા નો લાભ લઇ શકાય.

·        એનિમિયા માટે :- આમળા માં રહેલું વિટામિન સી ખોરાક માં રહેલા લોહતત્વ તથા આયર્ન ની ગોળીઓ માં થી મળતા લોહતત્વ નું શરીર માં શોષણ વધારે છે. આથી આયર્ન ની ગોળીઓ જો આમળા ના રસ અથવા આમળા ની સાથે લેવામાં આવે તો તેના દ્વારા આપણું શરીર વધુ માત્રા માં આયર્ન નો ફાયદો મેળવી શકે.

·        આંખો ને લગતા રોગોમાં :- આમળા માં રહેલી વિટામિન એ ની વધુ માત્રા આંખો ને સ્વાસ્થ્ય પૂરું પાડે છે આ ઉપરાંત 'આંખો આવવી' જેવા રોગો માં પણ આમળા નું સેવન આંખો ને આંખો માટે નુકસાનકારક એવા બેક્ટેરિયા ના આક્રમણ થી બચાવે છે. વળી, આમળા નું વિટામિન એ વૃદ્ધાવસ્થા માં થતાં નેત્રપટલ ના સંકોચન ની પ્રક્રિયા ને ધીમી પાડે છે. આમ આમળા નું સેવન આંખો ને ડી જનરેટિવ બદલાવો થી બચાવે છે.

·        રોગપ્રિકારકશક્તિ:- ૧૦૦ ગ્રામ આમળા માં ૩૦૦મી. ગ્રા. જેટલી વધુ માત્રા માં વિટામિન સી રહેલું છે.  આ વિટામિન સી અને અન્ય પોલી ફિનોલ તત્વો એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરી શરીર ને રોગો સામે સંપૂર્ણ રક્ષણ આપે છે. માંદગી માં અને માંદગી ન આવે તે માટે પણ આમળા નું સેવન અતિ લાભકારી છે.

·        યાદશક્તિ:- આમળા ના પોલી ફિનોલસ મગજ ના કોષો ને નુકસાન કરતા ફ્રી રેડિકલસ થી બચાવે છે. વળી, વિટામિન સી 'નોરએપીનેફ્રીન ' નામના ચેટ વાહક ના ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે તે આમળા માં થી પુષ્કળ પ્રમાણ માં મળી રહે છે. એથી જ ડીમેંશિયા જેવા મજગ ના રોગો ની સારવાર માં આમળા મોટો ભાગ ભજવે છે.

·        એસિડિટી :-  જમ્યા બાદ કરેલું આમળા નું સેવન છાતી માં બળતરા ઓછા કરે છે. 

·        હૃદયરોગીઓ માટે :- આમળા ની 'એન્ટી પ્લેટલેટ’ પ્રકૃતિ, લોહીને ગંઠાતુ અટકાવી એસ્પીરીન જેવી કાર્ય કરે છે જેથી લોહી પાતળું રહે છે અને ધામની ઓ ચોખ્ખી રહે છે અને વ્યક્તિ ને હૃદયરોગ સામે રક્ષણ મળે છે. હા આ માટે નિયમિત ઓછા માં ochha ૫૦ ગ્રામ આમળા નું સેવન જરૂરી બને.

 

 

આમળા ના ફાયદા સમજ્યા બાદ હવે એ જાણીએ કે આમળા નું સેવન કોણે ન કરવું જોઈએ :-

1.      જો પહેલેથી એસિડિટી હોય તો :- સવારે ખાલી પેટે આમળા નું સેવન પાચનતંત્ર ની અંદર ની સપાટી ને ઉત્તેજિત કરી શકે છે જેના દ્વારા એવા લોકો જે એસિડિટી ની શિકાર પહેલે થી હોય , એવા વ્યક્તિઓ માં એસિડિટી ઔર વધી શકે છે. 

2.      એસ્પીરીન નું સેવન કરતા હોવ તો:- આમળા નો એન્ટી પ્લેટલેટ સ્વભાવ લોહી ને ગંઠાતું અટકાવે છે. પરંતુ જે વ્યકિત એસ્પીરીન જેવી લોહી પાતળું રાખવાની દવાઓ લેતા હોય તેઓ માટે વધુ પડતું આમળા નું સેવન મુશ્કેલી સર્જી શકે અને ઘા વાગવા પર વધુ પડતાં લોહી ના વહી જવા જેવી સમસ્યા થઈ શકે.

3.      સર્જરી કરવાની હોય તો :- ઉપરના જ કારણસર લોહી જામવાની પ્રક્રિયા માં અડચણ ઊભી થતી હોવાને કારણે કોઈપણ જાત ની સરકારી કરાવવા માંગતા હોવ તો તેના ૧૫ દિવસ પહેલા આમળા નું સેવન અટકાવી દેવું.

4.      કિડની ના રોગો:- ઊંચી માત્રા માં પોટેશિયમ ધરાવતા હોવાથી આમળા વધુ ક્રિયેટીનીન લેવલ જેવા કિડની ના રોગો માં નુકસાનકારક સાબિત થઈ શકે.

આમ, આમળા નો ઉપયોગ ઘણા રોગો ના ઈલાજ માં મદદરૂપ સાબિત થઈ શકે પણ સાથોસાથ કેટલીક સમસ્યાઓ વધતી પણ શકે. આથી આંખ મીચી ને આડેધડ આમળા નો પુષ્કળ વધુ માત્રા માં ઉપયોગ કરવો નહિ.

21 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page