top of page
Writer's picturePurple Money

આવો..આ શિયાળે સ્વસ્થ રહેવાનું પ્રણ લઈએ…..:- 

દિવાળી પછી તરત જ હવામાન માં ફેરફાર જોવા મળે. હળવેકથી ઠંડી નું આગમન થાય. અને જો આપણે અંદર થી સ્વસ્થ ન હોઈએ તો શિયાળા ની શરૂઆત શરદી – તાવ – ખાસી થી કરીએ. ખાસ કરી ને બાળકો જેઓ ની રોગપ્રતિકારક શક્તિ થોડી વડીલો કરતાં ઓછી હોય. આ અંકે આપણે શિયાળા માં જોવામાં આવતાં વિવિધ રોગો અને તેમના થી બચવા માટે કેવો આહાર લઈશું તે વિશે સમજીએ. શિયાળો એટલે ઠંડા સૂકા પવનો …દરેક ભેજ ને શોષી લે , શિયાળા માં કપડાં જલદી સુકાય તે ફાયદો તો વળી, ચામડી સૂકી ભટ્ઠ અને શ્વસન તંત્ર પણ સૂકું થાય જે અપત્તિકરક થઈ પડે.. અહી આપણે શિયાળામાં થતાં વિવિધ રોગો વિશે જાણીએ. 1. શરદી અને કફ :- શરદી અને કફ માટે એમ કહેવાય છે કે તે ઠંડી આબોહવા ને કારણે નહિ પણ ઠંડી સૂકી આબોહવામાં વધતાં વાઇરસ ના ઉપદ્રવ અને તેની સામેની આપણી ઓછી રોગપ્રિકારકશક્તિ ને કારણે થાય છે. આથી , શિયાળા માં રોગપ્રિકારકશક્તિ વધારવા પર પૂરતું ધ્યાન આપીએ. આ માટે શક્ય એટલા વિટામિન સી ધરાવતા ખાટા – મીઠાં સીઝનલ ફળો નું સેવન કરીએ અને બાળકો ને ખાસ કરાવીએ. વળી, કોબીજ, સરગવાની શીંગ, લીલી ભાજી નો ઉપયોગ શક્ય એટલો વધુ કરીએ. બને એટલો બહારનો ખોરાક ઓછો ખાઈ ઘરનો બનેલો જ ખોરાક ખાવાનો આગ્રહ રાખીએ. આ ઉપરાંત હળદર નો ઉપયોગ વધુ કરીએ. હળદર કુદરતી એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાયરલ સ્વભાવ ધરાવે છે. 2. શુષ્ક ત્વચા :- શિયાળામાં સૂકી ત્વચા ને કારણે ખૂબ ખંજવાળ આવે. અહી ખાટા ફળો ખાસ કરી ને સંતરા નું સેવન ખૂબ મદદરૂપ થઈ રહે. આ ઉપરાંત વિટામિન ઈ ધરાવતા બદામ, અખરોટ જેવા સૂકા મેવા પણ રોજિંદા ખોરાકમાં ઉમેરી શકાય. નોન વિજિટેરિયન વ્યક્તિઓ માટે ફિશ નો ઉપયોગ ફાયદાકારક રહે. આ ઉપરાંત હાથ પગ અને ચહેરા પર કોપરેલ અથવા ઓલિવ ઓઇલ નું મસાજ ઉપયોગી રહે. 3. હૃદય ના રોગો :- શિયાળા માં હૃદય ના રોગો વકરે છે. ખૂબ ઠંડા વાતાવરણ ને લીધે રુધિર વાહિનીઓ સંકોચાય છે અને હૃદય તરફ પહોંચતો લોહીનો પુરવઠો અવરોધાય છે. અહી ખૂબ વધુ પ્રમાણ માં કાર્ડિયો એક્સરસાઇઝ બને ત્યાં સુધી ટાળવી. કોઈ પણ જાત ની કસરત કરવા પહેલા એકાદ મુઠ્ઠી સુકો મેવો અને ખાસ કરી ને ખજૂર અને અંજીર જેવા આયર્ન વધુ ધરાવતા સૂકા મેવા નો ઉપયોગ કરવો જેથી લોહી દ્વારા ઓકસીજન નું ભ્રમણ નિયમિત રહે. ( ડાયાબિટીસ ના દર્દીઓ એ ડાયેટિશિયન ની સલાહ લેવી ) 4. હાડકાં અને સાંધા ના દુઃખાવા :- એનું હજુ કારણ સ્પષ્ટ નથી પણ શિયાળા માં હાડકાં અને સાંધા ના દુઃખાવા વધતાં હોવાના માલમ પડે છે . એનું એક દેખીતું કારણ એ હોઈ શકે કે શિયાળા માં તડકો ઓછો પડતો હોય વિટામિન ડી પૂરતા પ્રમા માં મળી ન શકે અને અપૂરતા વિટામિન ડી ને કારણે કેલ્શિયમ નું શરીર માં અધિશોષણ અટકે. એથી શકય હોય ત્યારે શિયાળામાં ૩૦ થી ૪૦ મિનિટ તડકા માં બેસવું હિતાવહ રહે. આદુ નો રસ એ કુદરતી દર્દ નાશક છે. બને તેટલું આદુ અથવા સૂંઠ નું સેવન કરવાથી દુઃખાવા માં રાહત અનુભવાઈ શકે. થોડી કસરતો સાંધા ને જકડાઈ જતાં અટકાવે અને હાડકાં અને સાંધા ની મૂવમેન્ટ કર્યા કરવી. 5. સાઇનુસાઇટિસ અને માથા નો દુખાવો :- સાઇનસ ભરવા ને લીધે તથા સૂકી હવા ને કારણે માથા નો દુખાવો માથું ભારે થઈ શકે. આવા સંજોગો માં રોજ ૧૫ મિનિટ ગરમ પાણી નો નાસ લેવાથી રાહત અનુભવાય. 6. ફેફસાં ના રોગો :- સૂકી હવા ફેફસાં ના રોગો ને પણ વકરાવે છે. આવા સંજોગો માં, અજમો અને હળદર ની ગોળ વળી ગોળી બનાવી સેવન કરી શકાય. આદુ ના રસ વળી ગ્રીન ટી ફાયદાકારક થઈ રહે. હા, બહાર નીકળતા મોઢું અને નાક ઢંકાય તેવો માસ્ક પહેરવો યાદ રાખવો. 7. શરીર ને ખાસ કરી ને પગ ના તળિયા અને હાથ ના આંગળા ને ઢાંકી ને રાખવા થી સમગ્ર શરીર માં ગરમાટો રહે છે. આ ઉપરાંત ગરમ ખોરાક તાજો બનાવી ખાવાનો આગ્રહ રાખો. શિયાળા માં મળતા પુષ્કળ શાકભાજી અને ફળો નો અલગ અલગ રેસિપી બનાવી આનંદ માણો (શિયાળા ના વિવિધ સૂપ ની રેસિપી આવતાં અંકે ) અંતે…સ્વસ્થ રહો, મસ્ત રહો ..ફિટ ઇન્ડિયા ચળવળના ભાગીદાર બનો..


183 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Commentaires


bottom of page