top of page
Writer's pictureFit Appetite

આવો, ડાયેટ માં મેઘધનુષ ના રંગો ઉમેરી તન – મન ને સ્વસ્થ બનાવીએ ….


બાળપણ થી આપણે પરાવર્તિત થતાં પ્રકાશ ને કારણે ઉત્પન્ન થતાં રંગબેરંગી મેઘધનુષ ના રંગો વિશે શીખતાં આવ્યા છીએ.

' લા, ના, પી, લી, વા, ની, જા ‘ :- આ ક્રમમાં ભેગા થયેલા રંગો સફેદ રંગ નો શુદ્ધ પ્રકાશ સર્જે છે. તો એવી જ રીતે રંગ બિરંગી ખાદ્ય પદાર્થો મળીને શુદ્ધ સાત્વિક સ્વાસ્થ્ય નું નિર્માણ કરે છે. તો આવો આ અંકે આ રંગબિરંગી ખાદ્યપદાર્થો ના આહાર માં મહત્વ ને સમજીએ.


· લાલ :- ટામેટાં, તરબૂચ, લાલ જમરૂખ, સ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રૂટ, ક્રેન બેરી જેવા ફળોનો લાલ રંગી આહાર સામગ્રી માં સમાવેશ થાય છે. આ લાલ રંગ ના ફળો સારી માત્ર માં લાઈકોપીન ધરાવે છે. લાઈકોપીન નામના કુદરતી રંગક નું મુખ્ય કાર્ય શરીર ના કોષો ને આંતરડાં,જઠર, પ્રોસ્ટેટ અને ફેફસાં ના કૅન્સર થી બચાવવાનું છે. વળી, હૃદય ના સ્વાસ્થ્ય માં પણ લાઈકોપીન ખૂબ અગત્ય નો ભાગ ભજવે છે. કિડની ના રોગો માં સ્ટ્રોબેરી અને ક્રેનબૅરી જેવા ફળો ફાયદાકારક રહે છે.


· નારંગી અને પીળા :- નારંગી, પાકી કેરી, પપૈયું, ગાજર, શકકરિયું, કોળું, પાઈનેપલ જેવા કુદરતી રીતે પીળા અને કેસરી રંગ ના ફળો અને શાકભાજી આલ્ફા અને બીટા કેરોટિન ધરાવે જે શરીર માં વિટામિન એ સ્વરૂપે શોષણ પામે. આ વિટામિન એ નું મુખ્ય કાર્ય આંખો ના સ્વાસ્થ્ય નું રક્ષણ કરવાનું છે. આ ઉપરાંત આ બીટા કેરોટિન રક્ત ને શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે. કિડની ના રોગીઓ જેમનું ક્રિયેટીનીન વધુ રહેતું હોય , તેઓ એ આ ફળો – શાકભાજી ના સેવન પહેલા ડાયેટિશિયનની સલાહ લેવી.


· લીલા :- પાલખ , મેથી, ચોલાઈ, કોથમીર, સરસવ, સરગવો જેવી ભાજી ખૂબ સારા પ્રમાણ માં વિટામિન ઇ ધરાવે. વિટામિન ઈ એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરી રક્ત ને અને પાચનતંત્ર ને અંદર થી શુદ્ધ રાખે. લીલી ભાજી ઓ ઉપયોગ કરતા પહેલા વ્યવસ્થિત ૩ પાણી એ ધોયા બાદ જ ઉપયોગ માં લેવી. અને હા, વિટામિનો નો નાશ અટકાવવો હોય, તો ભાજી ને સમાર્યા પહેલા જ ધોવી. સમાર્યા બાદ ધોવાથી માટે ભાગના પોષક દ્રવ્યો પાણી સાથે વહી જાય છે


વળી, દૂધી ,તુરીયા , ગલકા, ટિંડોલા, ભીંડા જેવા આપના ઘટો માં રોજ વપરાતા શાક ખનીજત્તવો નો ખજાનો છે. બ્લડ પ્રેશર ને કાબૂ માં રાખવા માટે આ શાકભાજીઓ નું નિયમિત સેવન કરવું. ( કિડની ના રોગીઓ એ ડાયેટિશિયન ની સલાહ મુજબ આ શાકભાજી નું સેવન કરવું.

આ ઉપરાંત , બ્રોકોલી, કોબી, ફ્લાવર જેવા કૃસિફેરસ પ્રકારના કહેવાય છે જે સારા પ્રમાણ માં પ્રોટીન , વિટામિન સી, ઉપરાંત ‘ આઇસોથાયો સાઈનેટ નામનું એન્ટી ઓક્સિડન્ટ ધરાવે છે જે વિવિધ કેન્સર ની સારવાર માં મોટો ભાગ ભજવે છે . અલબત , થાઇરોઇડના રોગીઓ એ આ ખાદ્યપદાર્થો ડાયેટિશિયન ની સલાહ મુજબ જ લેવા.

· વાદળી – નીલો :- ભૂરું એટલે સ્વરછ જળ…જી. જળ આપણા શરીરનો મોટો ભાગ છે. આપણે સૌ સાંભળતાં આવ્યા છીએ કે ‘ જળ એ જ જીવન' . પાણી નું પૂરતું પ્રમાણ શરીર ને શુદ્ધ કરવા માટે, વિવિધ પોષક દ્રવ્યો ની હેરફેર માટે, લોહી ને પ્રવાહિત રાખવા માટે, કબજિયાત ન થાય તે માટે તથા આવા અનેક કામો માટે જરૂરી છે. પણ હા, કિડની ના રોગીઓ એ પાણી નો ઉપયોગ યુરોલોજિસ્ટ ની સલાહ મુજબ જ કરવો.

· જાંબલી :- રતાળુ, રીંગણાં, ફાલસા, દાડમ ,બીટ, જાંબલી કોબી , આલુ જેવા ફળો અને શાકભાજી ઓ નો આ કેટેગરી માં સમાવેશ થાય છે. આ જાંબલી રંગી ફળો ' એંથો સાયાનીન’ નામનું એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફલામેટ્રી ગુણધર્મો ધરાવે જે શરીર ને ઇન્ફેક્શન થી બચાવે. પણ હા, આ બધા જ ફળો, શાકભાજીઓ યોગ્ય રીતે ધોવાઈ ને ત્યાર બાદ જ ઉપયોગ માં લેવાય તે જરૂરી છે.

આમ, રોજિંદા આહાર માં ઉપર મુજબ ના રંગબિરંગી ખાદ્યપદાર્થો નો ઉમેરો કરો ને આવો સ્વાસ્થ્ય ની રક્ષા કરીએ.

22 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page