આજકાલ ઇમ્યુનીટી વધારવા માટે ઘેલા થયેલા લોકો એ વિટામિન સી અને વિટામિન ડી નો મારી ચલાવ્યો છે. આંખ મીંચી ને આ વિટામિન ની ગોળીઓ નું સેવન કરવા માં આવે છે. આપણે કેટલાંક અંકો પૂર્વે વાંચું કે વધુ પડતાં અને બિનજરૂરી માત્રા માં કરાતા વિટામિન ના સેવન થી શું નુકસાન થાય છે. વિટામિન સી અને ડી ને લેવામાં લોકો વિટામિન ઈ નો શરીરમાં, રોગપ્રતિકારકશક્તિ વધારવા માં ફાળો અવગણી રહ્યા છે. તો આવો, અહી, આ અંકે વિટામિન ઈ નું મહ્ત્વ સમજીએ.
વિટામિન મુખ્યત્વે બે પ્રકારના હોય છે.
૧- વોટર સોલ્યુબલ :- વિટામિન બી અને સી વોટર સોલ્યુબલ છે. જે પાણીમાં દ્રાવ્ય છે.
૨- ફેટ સોલ્યુબલ :- વિટામિન એ, ડી, ઈ અને કે ફેટ સોલ્યુબલ છે. જે ચરબી માં દ્રાવ્ય છે.
આજે આપણે વાત કરીશું ફેટ સોલ્યુબલ વિટામિન ઈ ની.
વિટામિન ઈ ના ફાયદા :-
• એન્ટી ઓક્સિડન્ટ :- વિટામિન ઈ ઉત્તમ એન્ટી ઓક્સિડન્ટ છે. જંક ફૂડ, તૈયાર નાસ્તા, સિગારેટ, હવા અને પાણી માં રહેલા વિષાણુ દ્વારા શરીર માં અસંખ્ય નુકસાનકારક પદાર્થો ઉમેરાય છે. જે શરીરના કોષો માં નુકસાનકારક એવા ટોકસીન( ઝેરીલા પદાર્થ) ભેળવે છે, જેના કારણે શરીર ના કોષોનું આયુષ્ય ઘટે છે. જેના કારણે ત્વચા માં કરચલી પડવી, થાક લાગવો જેવા વૃદ્ધત્વ ના લક્ષણો નાની ઉમરે દેખાવા માંડે છે. અહી વિટામિન ઈ, નુકસાનકારક પદાર્થો ને કારણે ઉત્પન્ન થતાં ટોકસીન નો કોષો માં થી નીકાલ કરવા માં મદદરૂપ થાય છે.અને વૃદ્ધત્વ ને ધીમું પાડે છે.
• રોગપ્રતિકારકશક્તિ માં વધારો :- મનુષ્ય ની રોગ પ્રતિકારક શક્તિ નો આધાર તેના લોહી માં રહેલ T – લિમ્ફોસાઈટ કોષો અર્થાત્ T – સેલ પર રહેલો છે. સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે વિટામિન ઈ નું પૂરતું પ્રમાણ લોહી માં T – કોષોની સંખ્યા માં વધારો કરી શરીર ને રોગપરતિકારકશક્તિ પ્રદાન કરે છે.
• યાદશક્તિ માં વધારો :- એવું કહેવાય છે કે મગજ ના કોષો મોટા પ્રમાણ માં ઓકસીજન નો ઉપયોગ કરતાં હોઈ, કોષો પર મોટો ' ઓકિસડેટીવ સ્ટ્રેસ ' પડે છે. અને મગજ ના કોષો થાકે છે. થાકેલા કોષો વધુ માહિતી નો સંગ્રહ કરવા અક્ષમ હોઈ યાદશક્તિ ઘટે છે. વિટામિન ઈ આ ‘ ઓકિસડેટીવ સ્ટ્રેસ ' ઘટાડી મગજ ની ગ્રહણ શક્તિ માં વધારો કરે છે.
• હૃદય નું સ્વાસ્થ્ય :- વિટામિન ઈ રક્તકણો ના ઉત્પાદન માં મદદરૂપ થાય છે. વળી, ડાયાબિટીસ ના દર્દીઓ માં ક્યારેક શુગર ના વધી જતાં પ્રમાણ ને લીધે રક્તવાહિની ઓ ને નુકસાન થાય છે. વિટામિન ઈ ની હાજરી થી રક્તવાહિની ઓ ને થતું નુકસાન અટકે છે અને હૃદય તરફ લોહી મુક્ત પણે વહી શકે છે અને હૃદયરોગ ની શક્યતા ઘટે છે.
• માસિકસ્ત્રાવ પહેલાં ની તકલીફો ઘટાડે :- મોટાભાગની સ્ત્રીઓ માસિકસ્ત્રાવ પહેલાં થાક, ચીડિયાપણું, પગ અને કમર નો દુખાવો જેવા લક્ષણો અનુભવે છે. વિટામિન ઈ આ લક્ષણો ઘટાડવામાં મદદરૂપ થતું હોવાનું વૈજ્ઞાનિક સંશોધનો માં જાણવા મળ્યું છે.
વિટામિન ઈ કેટલું લેવું જોઈએ ?
Insert picture
વિટામિન ઈ ના સ્ત્રોત :-
Insert picture
નોંધ :-
હા, વિટામિન ઈ નું વિવેકપૂર્ણ માત્રા માં સેવન કરવું જરૂરી છે. ડોકટર ની સલાહ મુજબ જો શરીર માં અપૂરતી માત્રા માં વિટામિન ઈ હોય , તો જ તેના સપ્લીમેંટ લેવા. જો શરીર માં ઉણપ હોય તો પણ દિવસ દરમ્યાન ૧૦૦૦ મી. ગ્રા. થી વધુ વિટામિન ઈ નું સેવન અપચો, ઝાડા, ઉલ્લતી ચક્કર આવવા જેવા લક્ષણો ઉત્પન્ન કરી શકે છે. એથી, સલાહ મુજબ જ સેવન કરવું.
Comments