ભાદરવા મહિનો એટલે શ્રાદ્ધ ના એટલે કે પિતૃ તર્પણ માં દિવસો !આ દિવસો માં દૂધપાક, વડા, પૂરી ઘર માં બને જેમાંથી થોડુક કાગડા ઓ ને ખવડાવવા માં આવે અને પછી જ ઘર માં બધા જમે. આવું બધું નાનપણ થી ઘર માં જોતાં આવ્યા છીએ.હવે, ડાયેટિશિયન થયા બાદ આ રીત રિવાજો, તેમાં બનાવવામાં આવતી વિશિષ્ટ વાનગીઓ વિશે વિગતવાર સમજવાનું કુતૂહલ થયું. થોડી રિસર્ચ કર્યા બાદના તારણો આજે આ લેખ દ્વારા આપની જોડે વહેચિશ. વળી, દૂધપાક ના પોષણ ની દ્રષ્ટીએ ફાયદા અને ગેરફાયદાઓ વિશે પણ આજે ચર્ચા કરીશું.
એ માટે સૌ પ્રથમ શ્રાદ્ધ કરવા પાછળ ના કારણો સમજીએ. ..
૧) ધાર્મિક કારણ:- લોકવાયકઓ મુજબ , ભાદરવા મહિનામાં માં પૂનમ થી લઇ અમાસ સુધી ના ૧૬ દિવસો મૃત પિતૃઓ ના આત્મા ની શાંતિ માટેના પ્રયાસો કરવા માં આવે છે એવું કહેવાય છે કે સંતુષ્ટ આત્મા ફરી પ્રેત યોની માં પ્રવેશતો નથી અને એને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે. અહી, કહેવાય છે કે પિતૃઓ નો આત્મા કાગડા ના સ્વરૂપે સંતુષ્ટિ માટે આવે. આથી , કાગડાઓ ને દૂધપાક પૂરી ખવડાવી પિતૃ તર્પણ કર્યા નો સંતોષ આપણે મેળવીએ છીએ એવું દાદીમા પાસેથી સાંભળ્યું હતું.
૨)વૈજ્ઞાનિક કારણ :- વિજ્ઞાન અનુસાર ભાદરવો મહિનો એટલે પશુ અને પક્ષીઓ માં પ્રજનન નો મહિનો ! અહી પશુઓ અને પક્ષીઓ બચ્ચાઓ ને જન્મ આપે. આ સમયે મદા પશુ પક્ષીઓ ને ખૂબ પોષણ ની જરૂર હોય અને વિયાએલા હોવાને કારણે માદા પશુ પંખી ઓ જાતે ખોરાકની શોધ માં ન જઈ શકે એટલે આપણે આ ભૂખ્યા અને કુપોષિત જીવો ને પૌષ્ટિક એવો દૂધપાક ખવડાવી ને પ્રાણીઓ ની સંતુષ્ટિ નું પુણ્ય મેળવીએ છીએ.
૩) પર્યાવરણ નો દૃષ્ટિકોણ :- પીપળો અને વડ એ બે વૃક્ષો વાતાવરણ માં મહત્તમ ઓકસીજન પૂરો પાડે. અહી, પીપળા અને વડ ના ઝાડ ના બી કોઈ પણ રીતે બજાર માં વેચતા ન મળે. પણ એવું જોવામાં આવ્યું છે કે, કાગડા ઓ આ બે વૃક્ષો પર બેસી , તેમના ફળ ખાઈ અને જે વિષ્ટા કરે , તેમાં આ ફળો ના અપચિત બીજ હોય જે બીજ જમીન માં ભળી , પીપળા તથા વડ ના વૃક્ષો ઉત્પન્ન કરે. આથી , કાગડા ઓ પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી એવા જીવો છે. આ જીવો નો ઉપકાર ચૂકવવા માટે આપણે આ કાગડા ઓ ને આ શ્રાદ્ધ માં દિવસો દરમ્યાન દૂધપાક – પૂરી જમાડીએ છીએ.
૪) આયુર્વેદ શું કહે છે ?:- આયુર્વેદ મુજબ, ભાદરવો મહિનો એટલે વર્ષા ઋતુ નો અંત અને શરદ ઋતુ નો પ્રારંભ નો સમય. અહી દિવસે ખૂબ ગરમી લાગે અને રાત્રે ઠંડક થઈ જાય. એથી, માંદગી આવવા ની શક્યતા વધી જાય. શરદી – કફ અને તાવ ની ફરિયાદ અનુભવાય. આવા સંજોગો માં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખા નું મિશ્રણ કફ નાશક સાબિત થતું હોઈ, ભાદરવા ના આ ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણ ના તાપમાનમાં વિષમતા ને લીધે ઉત્પન્ન થતા રોગો ના શમન માં દૂધ પાક મદદરૂપ સાબિત થઈ શકે.
૫) આહાર શાસ્ત્ર ની દ્રષ્ટીએ :- શા માટે દૂધપાક જ?
દરેક દૃષ્ટિકોણ માન્ય રાખીએ તો પણ તારણ ' સંતુષ્ટિ ' નું જ આવે. વળી, દૂધ એ પ્રોટીન નો મોટો સ્ત્રોત છે. વળી, ચોખા અને ખાંડ એ ખૂબ સુપાચ્ય એવી શર્કરા ધરાવતા હોઈ, એનર્જી નો ભંડાર છે. આ ઉપરાંત, દૂધ અને ચોખા નું મિશ્રણ ખૂબ સારા પ્રમાણ માં કેલ્શિયમ ,ફોસ્ફરસ , સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ અને વિટામિન બી આપે.
દૂધપાક ના ફાયદા :-
1. પ્રોટીન નો મોટો સ્ત્રોત :- દૂધપાક માં દૂધ અને ચોખા બે માં રહેલા અલગ અલગ પ્રકાર ના એમિનો એસિડ નો સમન્વય થઈ એ એક સંપૂર્ણ આહાર બને. એ પ્રોટીન નો મોટો સ્ત્રોત હોઈ વધતાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વડીલો અને મેંદા વ્યક્તિઓ માટે ખૂબ ફાયદાકારક.
2. કેલ્શિયમ નો ખજાનો :- ખૂબ સારી માત્રા માં કેલ્શિયમ ધરાવતો હોઈ દૂધપાક, વધતાં બાળકો માટે , વૃદ્ધો અને મેનોપોઝ માંથી પસાર થતી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક રહે.
3. વિટામિન બી ૨ નો ભંડાર :- વિટામિન બી ૨ શરીર માં લોહી માં ઉત્પાદન માં મદદ કરે. દૂધપાક એ વિટામિન બી૨ સારા પ્રમાણ માં ધરાવતો હોવાથી , એનિમિયા ના દર્દીઓ, ટીન એજ બાળકીઓ કે જેને માસિક ની શરૂઆત થઈ હોય, તેઓ માટે ખૂબ ફાયદાકારક થઈ રહે.
કોને માટે દૂધપાક નુકસાનકારક ?:-
• ડાયાબિટીસ ના દર્દીઓ :- પુષ્કળ માત્રા માં શર્કરા હોઈ, દૂધપાક ડાયાબિટીસ ના દર્દીઓ ને નુકસાન કરી શકે.
• સ્થૂળ વ્યક્તિઓ :- એક દૂધપાક નો વાડકો (૨૦૦ ગ્રામ) ૪૨૯ કિલો કેલરી આપે. એટલી કેલરી એક વખત ના જમણ કરતાં પણ વધુ છે. જેનું વજન વધારે હોય, તેને દૂધપાક લવાનું ટાળવું જોઈએ.
• ગેસ ની સમસ્યા માં વધારો :- પુષ્કળ પ્રમાણ માં સ્ટાર્ચ હોઈ, દૂધપાક નું સેવન ગેસ કરી શકે.
• કોલેસ્ટેરોલ માં વધારો :- જો લોહીમાં કોલેસ્ટેરોલ ની માત્રા વધુ હોય, તો દૂધપાક એમાં ઔર વધારો કરી શકે.
આટલા બધા ફાયદા અને ગેરફાયદા ઉપરાંત પોતાનું આગવું ધાર્મિક, ઐતિહાસિક મહત્વ ધરાવતા દૂધપાક ની પોષણ વેલ્યુ સમજીએ.
Insert picture
આખા શ્રાદ્ધ ગાળા દરમ્યાન જો એકાદ વાર એકાદ બે વાડકી દૂધપાક ખવાય તો બહુ વાંધો નહિ ( ડાયાબિટીસ, હૃદયરોગીઓ એ ડાયેટિશિયન ની સલાહ મુજબ જ સેવન કરવું )
અને છતાં પણ, ધાર્મિક કારણસર, વડીલોના દબાણવશ , જીભ ને કાબુ માં ન રાખી શકવાના પરિણામે, જો વધારે દૂધપાક ખવાઈ ગયો, તો નીચેના માં થી કોઈ પણ ઉપાય કરી શકાય..
• ૧કલાક ચાલવું
• ૪૩ મિનિટ જોગિંગ કરવું
• ૫૭ મિનિટ સાયકલિંગ કરવું
• ૫૦ મિનિટ સ્વિમિંગ કરવું.
ટુંક માં, શરીર ને નુકસાન ન થાય એ રીતે ધાર્મિક પરંપરા નું પાલન કરવામાં કઈ ખોટું નથી.
Comments