top of page

આ ગણપતિ ઉત્સવ માં કેટલા લાડુ ખાધાં? આ લાડુ માં થી કેલરી ઉપરાંત બીજું શું શું મેળવ્યું?



લગભગ બે વર્ષ બાદ .. લોકો એ આ વર્ષે થોડો હાશકારો નિભાવ્યો ..હા, ચોક્કસ નિયમો ને અનુસરીને પરંતુ, થોડી ઝાકઝમાળ, આનંદ અને ઉત્સાહ આ ગણેશોત્સવ ને લીધે લોકો માં આવ્યો.

ખુશી ની વહેચણી હોય કે મૃત્યુ બાદ કરાતી ઉત્તરક્રિયા હોય, લાડુ એ આપણા જીવન માં પોતાનું અદકેરું સ્થાન જમાવ્યું છે. ગોળ આકાર એ પૃથ્વી ના અણું અને બ્રહ્માંડ નું પ્રતિક છે. અહી આપણે એ જોવાના છીએ કે આ નાનકડા મીઠા ગોળા માં સ્વાસ્થ્યનો કેટલો મોટો ખજાનો આપણા વડવાઓ ભરી ને બેઠા છે. અને …કેલરી કોંશિયસ લોકો “ માય ગોડ,…it's too high in calories!!!!!” કહી ને એને ખાવાનું ટાળતાં હોય.પણ કદાચ કેટલાંય લોકો ને આ ' લાડુ ' નું ઐતિહાસિક અને પોષણ ની દ્રષ્ટિ એ શું મહત્વ છે તે ખબર જ નથી. તો આવો , આ ગણેશોત્સવ દરમિયાન આપણે કેલરી ઉપરાંત બીજા કયા કયા મહત્વ ના પોષકતત્વો આપના શરીર માં ઉમેર્યા!

લાડુ એ એકમાત્ર એવી મીઠાઈ છે જે સમગ્ર ભારત માં દરેક રાજ્ય માં બને અને મળે છે. અલબત, દરેક સ્થળે ત્યાં ઉપલબ્ધ દ્રવ્યો દ્વારા લાડુ બનતા હોય. લાડુ રવા ના, ઘઉં ના જાડા લોટ ના, તલ ના, મેથી ના, બુંદી ના, કોપરા ના, બેસન ના એમ અલગ અલગ જાત ના બને .

લાડુ નું ઐતિહાસિક મહત્વ અને એના આહાર શાસ્ત્ર ની દ્રષ્ટીએ ફાયદા :-

1. આયુર્વેદ માં મેથી અને સૂંઠ માં થી લાડુ બનાવી તરુણીઓને દવા તરીકે આપવામાં આવતી એવો ઉલ્લેખ છે. અહી મેથી અને સૂંઠ તરુણાવસ્થા માં આપવા થી હોર્મોન્સ કાબૂ માં રહે અને ગર્ભાવસ્થા તથા મેનોપોઝ દરમ્યાન કોઈ તકલીફ ન પડે એવું માનવું હશે.અને પોષણ વિજ્ઞાન પણ એની સાથે સહમત છે કારણ અહી મેથી નો ઉપયોગ ઈસ્ટ્રોજન નામના સ્ત્રી હોર્મોન ના ઉત્પાદન માટે ખૂબ જરૂરી છે.

2. વેદો માં જણાવવામાં આવ્યું છે તે મુજબ ઇ સ. પૂર્વે ૪ થી સદી માં સુશ્રુત દ્વારા તલ અને ગોળ ના લાડુ નો ઇન્ફેક્શન પર કાબૂ મેળવવા અને તૂટેલાં હાડકાં ના ઝડપી જોડાણ માટે ઉપયોગ થતો. પોષણ શાસ્ત્ર કહે છે કે તલ માં પુષ્કળ માત્રા માં કેલ્શિયમ છે અને ગોળ માં લોહતત્વ જે ચોક્કસ હાડકાં અને અન્ય અંગો માટે ફાયદાકાી છે.

3. ધર્મ ગ્રંથો મુજબ ગણેશજી ને પૂજા માં લાડુ એટલે કે ઘઉં, ગોળ અને ઘી નો પ્રસાદ ધરવાય. અને આહાર શાસ્ત્ર ની દ્રષ્ટિ એ આ સામગ્રી આપણને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, આયર્ન, કેલ્શિયમ , વિટામિન્સ અને ખનીજ તત્વો પૂરતા પ્રમાણ માં આપે. જે સૌ ઉમર ના વ્યક્તિઓ ના વૃદ્ધિ, વિકાસ અને સારવાર માટે જરૂરી છે. ( હા, ડાયાબિટીસ ના દર્દીઓ તથા હૃદયરોગીઓ દયેતિશિયન ની સલાહ મુજબ એનું પ્રમાણ નક્કી કરી શકે!)

4. ઉપવાસ માં ખવાતા ખજૂર અને શીંગ દાણા ના લાડુ એ લોહતત્વ અને વિટામિન બી નો ખજાનો છે. ખાસ કરીને વધતાં બાળકો માટે તે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે.

5. ઉત્તર ભારત માં ખવાતા બેસન અને બુંદી ના લાડુ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ નો ખજાનો છે. હા, ચોક્કસ ઘી ની માત્રા વધુ હોવાને કારણે ફેટ પણ વધુ હોઈ જ શકે.

6. મહારાષ્ટ્ર માં શાલિગ્રામ આકાર ના મોદક જે ચોખા ના લોટ, નારિયેળ અને સાકર વાપરી બનાવવા માં આવે છે. ખૂબ સારું વિટામિન બી૧ ધરાવવા ની સાથે આ લાડુ મિડિયમ ચેઇન ટ્રાય ગલીસેરાઇડ ધરાવે જે પાચન તત્ર ની તકલીફો દૂર કરવામાં મદદરૂપ થાય.

7. દેશ ના અન્ય ભગો માં રાગી અને કોપરા માં લાડુ નો કેલ્શિયમ સ્પલીમેન્ટ તરીકે થાય છે.

આવો, અહી અલગ અલગ પ્રકાર ના લાડુ માંથી મળતા પોષક તત્વો અને કેલરી ની સરખામણી કરીએ.

લાડુ નો પ્રકાર

કેલરી

ફેટ

પ્રોટીન

અન્ય ફાયદા

બેસન અથવા બુંદી લાડુ

૧૮૫

૧૪

સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવતા હોવાને કારણે વધતાં બાળકો માટે ફાયદાકારક

મેથી ના લાડુ

૨૬૨

૧૦

ખૂબ સારી માત્રામાં લોહતત્વ ધરાવે તથા ફિમેલ હોર્મોન ઈસ્ટ્રોજન નું ઉત્પાદન વધારે. યુવતીઓ માટે ખૂબ સારું

રાગી ના લાડુ

૧૧૮

૬.૭

૦.૯

કેલ્શિયમ ખૂબ સારું ધરાવે . ઑસ્ટિયો પોરોસિસ જેવા હાડકાં ના રોગો માટે અને વૃદ્ધો માટે ખાસ લાભદાયક

ઘઉં ગોળ ના લાડુ

૩૦૩

૧૨

સ્વાદિષ્ટ,હાઈ કેલરી, પ્રોટીન ની સારી માત્રા ધરાવે . કુપોષિત બાળકો માટે ખૂબ ફાયદા કારક

તલ ના લાડુ

૬૨

૩.૩

ખૂબ ઓછી કેલરી અને પુષ્કળ કેલ્શિયમ ધરાવે એટલે મેનોપોઝ હોય તેવી સ્ત્રીઓ માટે ખાસ ફાયદાકારક

ખજૂર ના લાડુ

૮૦

૩.૩

૧.૧

લોહ તત્વ નો ભંડાર

બાફેલા મોદક

૧૨૬

૪.૪

૧.૨

લો કેલરી મિષ્ટાન્ન, કેલરી કોંશીયસ લોકો માટે વરદાન

તળેલા મોદક

૧૮૦

૯.૫

૩.૫

સ્વાદિષ્ટ, પાચન તંત્ર માટે ફાયદાકારક


આમ, આ લેખ દ્વારા આપણે જાણ્યું કે લાડુ માત્ર કેલરી જ નહિ પણ અન્ય પોષક તત્વો પણ પુષ્કળ પ્રમાણ માં આપે છે.

લાડુ એ આપણો સ્વાદિષ્ટ, ઐતિહાસિક અને ધાર્મિક વારસો છે જેનું વજન પેઢી દર પેઢી થવું જ જોઈએ. ચોક્કસ એ કેટલી માત્રા માં અરોગવો તે આપની ડાયેટિશિયન ને નક્કી કરવા દો.

29 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page