top of page

આ ચંદી પડવા માં ' ઘારી' ખાવી કેટલી હિતાવહ ?દર વરસ કરતાં આ વરસ અને તેમાં આવતાં તહેવારો નોખાં છે. દરેક તહેવારની ઉજવણી નો પ્રકાર આ વરસે કોરોના ના કારણે બદલાયો છે. તો વળી, તહેવારો ના ખાન પાન પણ રોગ પ્રતિકારક શક્તિ ને ધ્યાન માં રાખીને કરવામાં આવે છે.

સુરતી છીએ એટલે ઘારી નું નામ પડતાં જ મોઢા માં પાણી આવે એ સ્વાભાવિક છે. પણ પાછા કેલરી કોનશિયસ છીએ એટલે એટલે એમ થાય કે ડાયેટિશિયન ને પૂછી ને ખાઈએ તો સારું. અને એ પણ જાણી લઈએ કે ઘારી ખાઈએ તો કેટલી કેલરી શરીરમાં ઠલવાય અને એને બળવા શું કરવું.?

ઘારી :-

ઇતિહાસ :- લોકવાયકા મુજબ, સ્વામિ નિર્મળ દાસ જી એ ઈ. સ. ૧૮૩૮ માં દેવશંકર શુક્લ જી પાસે વૈદિક રેસિપી દ્વારા લોટ, ખાંડ, દૂધ નો માવો, ખૂબ બધો સુકો મેવો ,અને ઘી નો ઉપયોગ કરી ને ' ઘારી ' નામની વાનગી બનાવડાવી. ( આ સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું) આ ઘારી નું પ્રયોજન એ હતું કે જો આકાશ માં પૂર્ણ ચંદ્ર હોય ત્યારે એને આરોગવા માં આવે તો એ આખા વર્ષ ની શક્તિ એક દિવસમાં પ્રદાન કરે. આ ઘારી નો સૌ પ્રથમ ઉપયોગ ' તાત્યા ટોપે' ની સેના ના સૈનિકો ને ઇ. સ. ૧૮૫૭ ના વિપ્લવ માં લડવા માટે પુષ્કળ તાકાત પ્રદાન કરવા માટે થયો. શરદ પૂર્ણિમા ના બીજા દિવસે એટલે કે પડવા ના દિવસે સમગ્ર ટોપે સેના ને આ ઘારી ખવડાવવામાં આવી હતી.

અહીં , આપણે એટલું સમજી શકીએ કે શરદ પૂર્ણિમા એટલે ઋતુ પરિવર્તન નો દિવસ. અહી ધીરે ધીરે ચોમાસા માં થી ઋતુનું ભ્રમણ શિયાળા તરફ થાય. શિયાળા ની પુષ્કળ ઠંડી નો પ્રતિકાર કરવા માટે આપના શરીરને સજજ કરવા માટે પૌરાણિક પરંપરા મુજબ ઘારી આરોગવાની શરૂઆત ચંદી પડવા ના દિવસે સ્વાદપ્રિય સુરતીઓ ઘારી ખાવાની શરૂઆત કરી.

ઘારી નો ઉદ્દેશ્ય જ છે શરીર ને પુષ્કળ ઊર્જા પૂરી પાડવાનો એટલે એમાં ભરપુર કેલરી હોવાની એ તો સ્વાભાવિક જ છે. હવે પરિસ્થિતિ એ છે કે, જો બિલકુલ શારીરિક વ્યાયામ ન કરીએ તો આટલી બધી કેલરી નું શું કરીએ? એ તો શરીર માં જમા જ થાય ને…. તો એનો જવાબ છે “ જી હા “ . પણ આ માટે એટલી સરસ સુરતી વાનગી છોડી શું કામ દઈએ? એના કરતાં થોડી કસરત કરીએ તો?!!!

હા, લોહી માં શુગર બ્લડ પ્રેશર નું બેલેન્સ ખોરવાય નહિ તે ધ્યાન માં રાખી ને ઘટી નું સેવન કરવું અનિવાર્ય બને .

આવો જાણીએ ઘારી કેટલા પ્રમાણ માં કયા પોષક તત્વો આપે …( ૧ નંગ ઘારી લગભગ ૫૩ ગ્રામ )

કેલરી ૨૧૫ કિલો કેલરી

કાર્બોહાઈડ્રેટ ૨૫ ગ્રામ

પ્રોટીન ૬ ગ્રામ

ચરબી ૧૦ ગ્રામ

રેષા ૧ ગ્રામ

સોડિયમ ૧૭ મિલિગ્રામઆમ, લગભગ એક વખતના ભોજન માં થી મળવી જોઈએ એટલી કેલરી લગભગ ૧ ઘારી માં થી મળે. પરંતુ એમાંથી સારા પ્રમાણ માં પ્રોટીન પણ મળે અને નવરાત્રિ ના ગરબા દરમ્યાન ગુમાવેલું સોડિયમ પણ મળે. આ ઉપરાંત સારા પ્રમાણ માં વિટામિન ઈ અને કેલ્શિયમ પણ ઘારી ધરાવે.

એટલે જો ચંદી પડવા પર ઘારી ખવી હોય તો નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં રાખશો.


1. ખૂબ રાત્રે મોડે થી ઘારી ન ખાવી. સાંજે સૂર્યાસ્ત બાદ શરીરમાં ઇન્સ્યુલીન રેસિસ્ટનસ થાય અને એથી આપના શરીર માં કાર્બોહાઈડ્રેટ નું સરળતાથી ચરબી માં રૂપાંતર થાય. એથી શક્ય એટલી વહેલી ઘારી ખાઈ લેવી.

2. ઘારી સાથે ભૂસા જેવું તળેલું ફરસાણ લેવામાં આવે તો કેલરી ની માત્રા બેવડાઈ જાય. આથી શક્ય હોય તો ગરમ તાજો બનાવેલ નાસ્તો કે જે ખૂબ ઓછી માત્રા માં ઘી - તેલ ધરાવતો હોય તે લઈ શકાય.. દા. ત. ઢોકળા, ઈડલી, વેજી. પુલાવ, ઉત્તપ્પા, ચિલ્લા વિ.

3. ઘારી ખાવા પહેલાં સારી માત્રા માં સલાડ નું સેવન કરો જેથી પૂરતા પ્રમાણ માં રેષા ઉમેરવાથી ઘારી ની કેલરી નો ઉપયોગ સલાડ ને પચાવવામાં થઈ શકે.

4. ઘારી ખાઓ ત્યારે બીજી વખત નું ભોજન ખૂબ ભરે ન હોય તેનું ધ્યાન રાખો.

5. ડાયાબિટીસ મટે શુગર ફ્રી ઉમેરી ઘારી બનાવવામાં આવે છે. પરંતુ શુગર ફ્રી વાળા માવા ની ઘારી ને તળવા ની પ્રક્રિયા દરમ્યાન એટલે કે શુગર ફ્રી માંથી ખૂબ ઊંચા તાપમાને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જે સ્વાસ્થ્ય ને નુકસાન કરી શકે. આથી, ડાયાબિટીસ ના દર્દીઓ એ એ દિવસ ની બ્લડ શુગર ચેક કરી, ડાયેટિશિયન ની સલાહ લીધા બાદ જ ઘારી નું સેવન કરવું. ( શુગર ફ્રી ઘારી ને બનાવવાની પ્રક્રિયા જાણ્યા બાદ જ ખરીદવી )

6. જો પુષ્કળ ઘી ધરાવતી ઘારી ને આરોગતા પહેલાં લીલી ભાજી, અળસી, અખરોટ જેવા ફેટ સોલ્યુબ્લ વિટામિન્સ ધરાવતા પદાર્થો થોડા પ્રમાણ માં આરોગવા થી વિટામિન એ, ડી, ઈ અને કે સારા પ્રમાણ માં મેળવી શકાય.


7. કાર્ડિયો એક્સરસાઇઝ આ દિવસો માં વધારવી. હા, સાયકલિંગ, રનિંગ જેવા વર્ક આઉટ દ્વારા વધારા ની કેલરી બાળી શકાય. ( અલબત, આપની શારીરિક મર્યાદા સમજ્યા બાદ)

8. કોલેસ્ટ્રોલ વધુ હોય તેવી વ્યક્તિઓ એ ડોકટર ની સલાહ મુજબ જ ઘારી આરોગવી. હૃદયરોગ કોરોના ના સમય માં ભયજનક સાબિત થઈ શકે

9. સામાન્ય સ્વાસ્થ્ય ધરાવતી વ્યક્તિ મર્યાદા માં રહી ચોક્કસ ઘારી ની મોજ માણી જ શકે.

10. અને હા, ઘારી ખાવા ભેગા થતાં પહેલાં સોશીયલ ડીસ્ટનસિંગ નું અચૂકપણે પાલન કરવું.

આમ, ઉપરના મુદ્દા ધ્યાન માં રાખી મોજ થી ચંદી પડવા ને ઉજવો.

- નીરજા પારેખ

( ડાયેટ કાઉન્સેલર)


174 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

留言


bottom of page