top of page

આંતરડાં માં કરમિયા ? ન થાય એ માટે શું કરશું અને થાય તો કેવો ખોરાક મદદરૂપ થઈ શકે?

Writer: Fit AppetiteFit Appetite

શું આપને પેટ માં દુખાવો થવો, ભૂખ ઓછી થઈ જવી, વજન અકારણ ઘટવું , સ્વભાવ ચીડિયો થઈ જવો, મોઢા પર સફેદ ધબ્બા પડવા,ખૂબ શાકભાજી અને ફળો ખાવા છતાં કુપોષણ જેવા લક્ષણો દેખાવા, વારંવાર ડાયેરિયા થવા, કબજિયાત થઈ જેવા લક્ષણો છે? તો આપના આંતરડાં માં હાનિકારક  કરમિયા ની હાજરી હોઈ શકે.

 કરમિયા ના ઈંડા ધૂળ માં  તથા પ્રદૂષિત પાણી માં હોય છે અને તે આપણા ખોરાક દ્વારા આપણા મોઢામાં થઈ આપણા આંતરડાં માં પ્રવેશે છે. ત્યાં તેના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવું વાતાવરણ હોય છે એટલે આપણા આંતરડા માં પોષણ મેળવી તે મોટા થાય છે અને ધીરે ધીરે આપણે ખાધેલ ખોરાકમાં ના પોષકતત્વો પોતે લઈ લે છે. આ કરમિયા મનુષ્ય ના આંતરડાં માં ૩૦ વરસ સુધી જીવિત રહી શકે છે. તેની લંબાઈ વધુ માં વધુ ૮૦ ફૂટ સુધી થઈ શકે છે. આ કરમિયા પરજીવી હોય છે એટલે આપણે ખાધેલા ખોરાક ના પોષકતત્વો માં થી પોષણ મેળવે છે . આથી, ખોરાક ખબર વ્યક્તિ ને એ ખોરાક ના પોષકતત્વો નો લાભ મળે એ પહેલા જ આ કરમિયા પોતે હડપ કરી જાય છે. આથી જ, યોગ્ય ખોરાક ખાતો હોવા છતાં વ્યક્તિ કુપોષિત થતો જાય છે

આ કરમિયા મોટે ભાગે મનુષ્યો ના આંતરડા માં પોતાનું માથું સ્થાપિત કરી ને પોતાના શરીર ની ત્યાં જ વૃદ્ધિ કરતાં રહે છે. પરંતુ જો આ કરમિયા આંતરડા છોડી ને શરીર ના અન્ય અંગો માં ફેલાય, તો એ જે તે અંગો માં ટ્યૂમર( ગાંઠ) , અંતરાય, મગજ ના મેનિંજાઈટીસ , ખેંચ આવવી જેવા ભયાનક રોગો પણ કરી શકે.

તો આવો આ અંકે આપને જાણીએ કે પેટ માં કરમિયા ન થાય એ માટે શું ધ્યાન રાખીશું એને જો થયા હોય તો કેવો ખોરાક ખાશું જેથી કરમિયા નો નાશ થઈ શકે.

·        આદુ નો રસ :- કરમિયા થયાં હોય ત્યારે આદુ નો રસ ૨ ચમચી જમવા પહેલા લેવામાં આવે તો તે લાભદાયી નીવડે છે. આદુ જથર માં ઉપયોગી એસિડ નું ઉત્પાદન વધારે છે જે આંતરડા ના હાનિકારક પરોપજીવી નો નાશ કરવામાં મદદરૂપ થાય છે.

·        લસણ:- સવારના ખાલી પેટે સૂકા લસણની ૨ કળી નું સેવન કરમિયા ને મારવા માં ઉપયોગી સાબિત થઇ શકે. લસણ માં રહેલું સલ્ફર ધરાવતું એમિનો એસિડ આંતરડાં ના પરોપજીવી ઓ નો ખાત્મો કરવા માટે નો  અકસીર ઉપાય છે.

·        લવિંગ :- જમ્યા બાદ ૧-૧ લવિંગ ચાવી જવું. લવિંગ માં રહેલા જલદ એસેન્શિયલ તેલ કરમિયા ઉપર જંતુનાશક ની જેમ વર્તે છે.

·        નારિયેળ પાણી, લીલું નારિયેળ અને નારિયેળ તેલ :- નારિયેળ પાણી કરમિયા ને કારણે થતા ડાયેરિયા માં રાહત આપે છે, જ્યારે નારિયેળ અને નારિયેળ તેલ માં રહેલા મિડિયમ ચેઇન ટ્રાય ગ્લીસેરાઇડ ( MCT) આંતરડાં માં રહેલા હાનિકારક પરોપજીવી નો નાશ કરી સ્વાસ્થ્યપ્રદ બેક્ટેરિયા ના ઉત્પાદન માં મદદ કરે છે.

·        દહીં:-  દહી માં રહેલા પ્રો બાયોટિક્સ ઉપયોગી બેક્ટેરિયા ના ઉત્પાદન માં અને હાનિકારક પરોપજીવી ઓ ના નાશ માટે અનિવાર્ય છે. રોજિંદા આહાર માં દહી ની પર્યાપ્ત માત્રા ખૂબ જરૂરી છે.

·        આથા વાળો ખોરાક :- ઈડલી, ઇદડા, ઢોસા, અથાણાં જેવો ખોરાક પણ પરોપજીવી ના ખાત્મા માટે જરૂરી છે.

·        કાંદા:- કાંદા નો રસ પુષ્કળ પ્રમાણમાં સલ્ફર ધરાવે છે જે કરમિયા નો નાશ કરે છે. દિવસ દરમ્યાન એક વાર કાચા કાંદા નો રસ કરમિયા માં થી મુક્તિ અપાવે છે.

·        બેરીઝ :- સ્ટ્રોબેરી, આમળા, શેતુર, ફાલસા જેવા ફળો એન્ટી ઓક્સિડન્ટ ની સાથે સાથે એલાજિતેનીન નામનું રંગક ધરાવે છે જે પરોપજીવી ઓ ની સંખ્યા માં વધારો થવા દેતું નથી. આથી, સીઝન માં આ ફળો નું ભરપુર સેવન કરવું જોઈએ.

·        હળદર વાળું દૂધ:- ખાસ કરીને લીલી હળદર નું દૂધ આંતરડા ને હાનિકારક જીવો થી મુક્તિ અપાવે છે.

·        કડવા લીમડા નો રસ:- દર ગુડી પડવા પર પીવાતો કડવો લીમડા નો રસ કરમિયા નો ઉપદ્રવ થાય ત્યારે ખાસ પીવો લાભદાયી નીવડે છે.

કરમિયા ન થાય તે માટે શું કાળજી લેશો?

1.      જમવા પહેલા સાબુ થી હાથ ધોવા અને ચોખ્ખા નેપકીન થી સાફ કરવા. આ આદતો બાલ્યાવસ્થા થી જ પાડવી જરૂરી છે.

2.      રેસ્ટોરન્ટ નો આહાર કરમિયા થવા માટેનું મોટું કારણ હોઈ શકે. કયા પ્રકાર ના ખાદ્યપદાર્થો વપરાયા છે, રસોઈ કરનાર તથા પીરસનાર ની ચોખ્ખાઈ , પીરસવામાં વાપરતા તથા ભોજન માટે ઉપયોગી લેવાતા વાસણો ની ચોખ્ખાઈ બધું જેટલું ઘર માં ધ્યાન આપી શકાય છે એટલું બહાર રેસ્ટોરન્ટ માં ધ્યાન આપી શકાતું નથી જેનો ભોગ આપણે બનીએ છીએ. શક્ય એટલો ઘર નો જ આહાર આરોગવાની આદત પાડવી જોઈએ.

3.      માંસાહાર કરો ત્યારે એ યોગ્ય રીતે રંધાયો છે કે કેમ તે ચકાસ્યા બાદ જ આરોગવો. અપૂરતા રાંધાયેલા માંસ દ્વારા પણ કરમિયા પેટ સુધી પહોંચી શકે છે.

આમ, ઉપર જણાવેલા પગલાંઓ ને અનુસરવાથી કરમિયા ને થતાં અટકાવી શકાય અને થાય હોય તો ઉપર જણાવેલ આહાર થી તેમનો નાશ કરી શકાય. આ છતાં સમયાંતરે ડોકટર ને મળવું અને તપાસ કરવી જરૂરી છે.

 
 
 

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

Comments


bottom of page