top of page
Writer's pictureFit Appetite

આ પોષકતત્વો ની ખામી ત્વચા ખરાબ કરી શકે છે...

ચોમાસા માં ત્વચા ઝાંખી પદવી, ફૂગ જન્ય રોગો થવા, ચામડી પર ખંજવાળ આવવી, ખીલ થવા જેવી સમસ્યાઓ ખૂબ સામાન્ય છે. આ સમસ્યાઓ માટેનું સૌથી મોટાં જવાબદાર પરિબળ હવા માં ભીનાશ , કપડાં યોગ્ય રીતે ન સુકાવા , ત્વચા સતત ભીની રહેવી તો હોઈ જ શકે પરંતુ સાથોસાથ નીચે મુજબ ના પોષકતત્વો ની ખામી પણ ત્વચા ના રોગો માટે જવાબદાર હોઈ શકે. આવો, આ પોષકતત્વો કયા અને તે ક્યાંથી મેળવી શકાય એ વિશે વિસ્તારપૂર્વક સમજીએ.

વિટામિન એ:- વિટામિન એ પીળા – કેસરી રંગના ફળો અને શાકભાજીઓ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. આ વિટામિન નું કાર્ય એન્ટી ઓક્સિડન્ટ તરીકે નું છે. જે લોહીના શુદ્ધિકરણ માટે જરૂરી છે. અશુદ્ધ લોહી ત્વચા ના વિકારો ઉત્પન્ન કરે છે.  આ માટે યોગ્ય માત્રા માં પપૈયા, પાઈનેપલ, ટામેટા, ગાજર, કોળું રોજિંદા આહાર માં ઉમેરાય તે જોવું જરૂરી બને છે

વિટામિન બી ૩:- વધુ પડતી તૈલી ત્વચા એ ખીલ ની જનેતા છે. જ્યારે ત્વચા ખૂબ તૈલી બને છે અને આ તૈલી ત્વચા પર ધૂળ અને અન્ય જીવાણુ ઓ જમા થતાં ત્વચા પર ફોડલીઓ થાય છે.   વિટામિન બી૩ એટલેકે નાયાસીન ત્વચા પર નું વધારા નું તેલ ઓછું કરવા નું કામ કરે છે. આ નાયાસિન આપણને  દૂધ, લીલા શાકભાજી, શીંગદાણા , માછલી , ઈંડા ની સફેદી વિગેરે માં થી મળે છે. આથી, રોજિંદા આહાર માં આ ખાદ્યપદાર્થો ઉમેરવા થી ત્વચા નું તૈલીપણું ઓછું થાય છે અને ત્વચા ને ખીલ અને ફોડલીઓ થી બચાવી શકાય છે.

વિટામિન સી:- વિટામિન સી ત્વચા ને સ્વસ્થ, ચમકદાર અને જીવંત રાખે છે. ત્વચા પર રહેલા બેક્ટેરિયા પણ વિટામિન સી ની મદદ થી દુર થાય છે. ખાટા મીઠા ફળો દૈનિક આહાર માં સમાવવાથી પૂરતા પ્રમાણ માં વિટામિન સી મળી રહે છે.

વિટામિન ઈ:- વિટામિન ઈ એન્ટી ઇન્ફલામેટરી ગુણો ધરાવે છે. જ્યારે જ્યારે શરીર ની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો થાય ત્યારે તેની સૌથી પહેલી અસર ત્વચા પર દેખાય. ત્વચા સૂકી થઈ જાય, લાલ લાલ ચાંઠા પડી જવા, ત્વચા ફિકી પીળાશ પડતી થઈ જવી , સોજા આવવા, સોજા ઉતર્યા બાદ ત્વચા ની પોપડી ઉખડવી ,બળતરા થવી આ બધા ઇન્ફલામેશન થવાના ચિહ્નો છે. વિટામિન ઈ શરીર ને ઈન્ફલામેશન સામે રક્ષણ આપે છે. આ વિટામિન આપણને બદામ, અખરોટ, અળસી ના બીજ, સૂર્યમુખી ના બીજ, કોળા ના બીજ દ્વારા મળી રહે છે. આ ઉપરાંત વિટામિન ઈ ત્વચા ના લચીલા પણા માટે જરૂરી એવા કોલાજન નામના તત્વ ના નિર્માણ માટે જરૂરી છે. આ કોલાજન ઘટવા થી ત્વચા પર કરચલીઓ પડે છે અને ઉમર ની અસર ત્વચા પર વર્તાય છે. વિટામિન ઈ નું યોગ્ય પ્રમાણ વધતી ઉમર ની ત્વચા પર થતી આડ અસર ઘટાડી ત્વચા ને યુવાન દેખાવા મદદરૂપ થાય છે.

વિટામિન ડી :- વિટામિન ડી નું મુખ્ય કાર્ય હાડકાં અને સાંધા ને મજબૂત રાખવાનું છે પરંતુ તેનું એક કાર્ય શરીર માં થી સોજા ઘટાડવાનું પણ છે. કોષોમાં થતાં પાણી ના ભરવા ને તે અટકાવે છે. વહેલી સવાર ના કુમળા તડકા માં થોડો સમય પસાર કરવાથી ત્વચા દ્વારા વિટામિન ડી નુંશરીર માં નિર્માણ થાય છે. આથી સોજા રહિત ત્વચા મેળવવા માટે દિવસ દરમ્યાન ૩૦-૪૦ મિનીટ સવાર ના કુમળા તડકા માં જરૂર પસાર કરવી જોઇએ.

પાણી:- ખૂબ ઓછું પાણી પીવામાં આવે ત્યારે ત્વચા શુષ્ક બને છે. અને શરીર ની અશુદ્ધિઓ પેશાબ દ્વારા શરીર ની બહાર ફેંકાઈ જાય છે. પાણી ઓછું પીવામાં આવે ત્યારે આ અશુદ્ધિઓ શરીર માં એકત્રિત થતી હોય છે જે અંતે ખીલ માં પરિણમે છે. આ ઉપરાંત પાણી ઓછું પીવાથી ત્વચા ના તૈલી પણામાં પણ વધારો થાય છે.  આથી દિવસ દર્મ્યા ૩ થી ૪ લીટર પાણી પીવું અનિવાર્ય બને છે. ( હા, કિડની ની સમસ્યા હોય તો તબીબ ની સલાહ મુજબ જ પાણી પીવું. )

તો, આવો, ઉપર મુજબ ના પોષક તત્વો રોજિંદા આહાર માં ઉમેરી ત્વચા ને સ્વસ્થ અને યુવાન રાખીએ.

 

 

6 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

תגובות


bottom of page