top of page
Writer's pictureFit Appetite

આ લક્ષણો છે? પોષકતત્ત્વો ની કમી કે વધુ પડતું સેવન તો કારણભૂત નથી ને?


એક તરફ કોરોના ની ભયાનકતા થી ડરેલા લોકો હવે નાના નાના લક્ષણો દેખાતા પણ પેનિક થઈ જાય છે. તો બીજી તરફ નાના નાના દેખાતા લક્ષણો ક્યાંક ગંભીર રોગો નું પરિણામ પણ હોઈ શકે અથવા માત્ર પોષકતત્ત્વો ની અથવા વધુ પડતું સેવન પણ હોઈ શકે જે પોષણયુક્ત આહાર આરોગવાથી અથવા ડોકટર ની સલાહ મુજબ સપ્લીમેન્ટ લેવાથી બિલકુલ દૂર પણ થઈ શકે.

આવો, આ અંકે આવાં જ કેટલાંક લક્ષણો અને એમના ઉપાયો વિશે સમજીએ…

૧- કબજિયાત :- કેટલીક વ્યક્તિઓ એવું માને છે કે એમની પ્રકૃતિ એવી છે કે એમને કબજિયાત કોઠે પડી ગઈ છે. એવું માનવા માં બિલકુલ તથ્ય નથી.

• કબજિયાત જો સતત રહેતી હોય તો એ પાણી જેવા અગત્યના ના પોષક તત્વ ની ઉણપ થી પણ થતું હોય શકે. પાણી જરૂરિયાત થી ઓછું પીવામાં આવે તો પણ કબ્બજિયત થઈ શકે.

• એ જ રીતે ઓછા રેષા વાળો ખોરાક ખાવાથી પણ કબજિયાત થઈ શકે.

• વિટામિન બી ની ખામી પણ કબજિયાત માટે જવાબદાર પરિબળ હોઈ શકે.

• ક્યારેક વધુ પડતા પ્રોટીન નું સેવન પણ કબજિયાત માટેનું મોટું કારણ હોઈ શકે. સ્નાયુબદ્ધ શરીર મેળવવા આજકાલ બધાં પ્રોટીન શેક પર ઉતરી ગયા ગયા છે. વધુ પડતું પ્રોટીન મળ ના ગંઠાવા માટે જવાબદાર હોઈ શકે.

ઉપાય :-

-આવા સંજોગો માં જો કબજિયાત સતત રહેતી હોય તો સૌ પ્રથમ પાણી નું પ્રમાણ વધારો. લગભગ દિવસ દરમ્યાન ૪-૫ લીટર પાણી પીઓ. સવારે તથા રાત્રે ગરમ પાણી પીઓ.

- ખોરાક માં પુષ્કળ ફળો, સલાડ રૂપે કાચા શાકભાજી તથા લીલા પણ વળી ભાજી નો ઉમેરો કરો. આટલી વસ્તુ ઓ રોજિંદા આહાર માં સમાવિષ્ટ થવી જ જોઈએ.

- ડોકટર ની સલાહ લઈ વિટામિન બી કોમ્પલેક્ષ ની ગોળીઓ અને જરૂર જણાય તો વિટામિન બી ૧૨ ની દવા અને ઈન્જેકશન મદદરૂપ થઈ શકે. ( ડોકટર ની સલાહ વિના કોઈ પણ સપ્લિમેન્ટ નું સેવન કરવું નહિ )

- મેથી ના દાણા રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે ગળવાથી આંતરડાં શુદ્ધ રહે છે.

- રેષા ઉમેરવા માટે ઇસબગૂલ નો પ્રયોગ પણ કારગર સાબિત થઈ શકે.


૨- ડાયેરિયા થવા :- વારંવાર પાતળા ઝાડા થવા પાછળ ફૂગ , વાઇરસ અને બેક્ટેરિયા જન્ય ટાઇફોઇડ, વાઇરલ ડાયેરિયા , મરડો જેવા રોગો જવાબદાર હોઈ શકે.

- આ ઉપરાંત કોઈક ખાદ્યપદાર્થ ની એલર્જી પણ કારણભૂત પરિબળ હોઈ શકે.

- પરંતુ આ બધા ઉપરાંત કેટલાક કારણો પણ હોઈ શકે જેમ કે વધુ પડતું વિટામિન સી, ઝીંક અને મેગ્નેશિયમ નું સેવન.! હમણાં કોરોના થી બચવા માટે લોકો એ આડેધડ વિટામિન સી અને ઝીંક ની ગોળીઓ ખાધી છે. આ પોષકતત્ત્વો જો જરૂરિયાત કરતા વધારે પ્રમાણ માં લેવામાં આવે, તો તે પાચનતંત્ર ને નબળું પડે છે અને પરિણામે ડાયેરિયા થાય છે.

- - વધુ પડતું દૂધ નુંસેવન પણ ડાયેરિયા કરી શકે છે. દૂધ ની શર્કરા લેકટોઝ સૌને સરળતા થી પચી શકતી નથી.

- રેચક ફળો જેવા કે કેરી અને કેળા નું વધુ પડતું સેવન

- થાઈરોઈડ ની સમસ્યા હોય તો વધુ પડતા કોબીજ, ફ્લાવર , બ્રોકોલી, સોયાબીન , પાલખ ની ભાજી જેવા ખાદ્યપદાર્થો ના સેવન થી વકરી શકે જેના કારણે ડાયેરિયા થઈ શકે


પોષક તત્વ બાળકો માં જરૂરિયાત પ્રતિ દિન પુખ્ત સ્ત્રીઓ ની જરૂરિયાત પ્રતિ દિન પુખ્ત પુરુષ ની રારુરિયત પ્રતિ દિન

ઝીંક ૭ મી. ગ્રા. ૮ મી. ગ્રા. ૧૧ મી. ગ્રા.

વિટામિન સી ૪૦ મી. ગ્રા. ૪૦ મી ગ્રા. ૪૦ મી. ગ્રા.

મેંગેશિયમ ૩૫૦ મી. ગ્રા. ૩૨૦ મી. ગ્રા. ૪૨૦ મી. ગ્રા


ઉપાય :-

- ડાયેરિયા તથા હોય અને જો વિટામિન સી અને ઝીંક ના સપ્લીમેંટ ચાલુ હોય તો તત્કાળ બંધ કરી દેવા.

- દૂધ નો ઉપયોગ બંધ કરવો

- પોટેશિયમ અને સોડિયમ ધરાવતા પીણાં જેવા કે લીંબુ પાણી અને દાડમ તથા સફરજન ના રસ નું સેવન કરવું.

- ઘઉં અને કઠોળ નો ઉપયોગ ડાયેરિયા ચાલુ હોય ત્યાં સુધી ન કરવો.

- દહીં , છાશ નો ઉપયોગ કરી આંતરડાં ને પ્રો બાયોટિક પૂરા પાડવા.


આમ, ક્યારેક માત્ર રોજિંદા આહાર માં થોડા ઘણા નાના નાના ફેરફારો કરવા થી મોટી અને જૂની સમસ્યાઓ નું નિરાકરણ થઈ જતું હોય છે. છતાં લક્ષણો માં ફેરફાર ન જોવા મળે તો ડોકટર નો તુરંત સંપર્ક કરવો.





82 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page