top of page

આ લક્ષણો ફોલિક એસિડની ખામી ના હોઈ શકે :-

Writer's picture: Fit AppetiteFit Appetite

ફોલિક એસિડ એ વિટામિન બી -૯ ‘ફોલેટ ' નું રાસાયણિક સ્વરૂપ છે. ફોલિક એસિડ આપના શરીર માં નીચે પ્રમાણે ના વિવિધ કાર્યો કરે છે.

• DNA ના બંધારણ માટે જરૂરી :- ગર્ભાવસ્થા માં બાળક ની અંદરના જનીનિક બંધારણ અને વારસાગત લક્ષણો ના વહન માટે ફોલિક એસિડ અગત્ય નું પોષકતતત્વ છે.

• રક્તકણો ના ઉત્પાદન માટે જરૂરી :- ફોલિક એસિડ ની મદદ થી લોહી માં રક્તકણો નું નિર્માણ થાય છે.

• પાચનતંત્ર ના સુયોગ્ય સંચાલન માટે જરૂરી :- ફોલિક એસિડ ની કમી પાચનતંત્ર ને મંદ કરી શકે છે જે કબજિયાત માં પરિણમી શકે છે.

જો શરીરમાં ફોલિક એસિડ ની માત્રા ઘટી જાય તો નીચે મુજબ ના લક્ષણો જોવા મળી શકે ..

1. સ્વભાવ માં ચીડિયાપણું

2. શ્વાસ ચડવો

3. થાક લાગવો

4. એકાગ્રતા નો અભાવ

5. મોઢા માં ચાંદા પડવા

6. ચામડી અને નખ ના રંગ માં ફેરફાર

7. ધબકારા વધી જવા

કોણે ફોલિડ એસિડ ની ઉણપ સર્જાઈ શકે ?

• આલ્કોહોલ નું વધુ પડતું સેવન કરતા લોકો

• સગર્ભા સ્ત્રીઓ

• એલરજી ને કારણે યોગ્ય પ્રમાણ માં બધો જ ખોરાક ન ખાઈ શકતા લોકો

ફોલિક એસિડનું કેટલું પ્રમાણ દિવસ દરમ્યાન જરૂરી?

દિવસ દરમ્યાન ફોલિક એસિડ ની જરૂરિયાત

સ્વસ્થ પુખ્ત વય ની વ્યક્તિ ૨૦૦ માઇક્રો ગ્રામ

સગર્ભા સ્ત્રી ૫૦૦ માઇક્રો ગ્રામ

ધાત્રી સ્ત્રી ૩૦૦ માઇક્રો ગ્રામ

બાળકો ૮૦-૧૨૦ માઇક્રો ગ્રામ


ફોલિક એસિડ કયા ખાદ્યપદાર્થો માં થી મળી રહે?

ફોલિક એસિડ નીચે દર્શાવેલ ખાદ્યપદાર્થો માં સારા પ્રમાણ માં મળી આવે છે.

• બ્રોકોલી

• પાલખ, મેથી, સરસવ જેવી લીલા પાં વાળી ભાજી

• કોબી, ફ્લાવર જેવા શાક

• લીલા ચણા

• પાપડી નું શાક

• લીવર

• રાજમા

• સૂરજમુખી ના બીજ અને અળસી ના બીજ


ફોલિક એસીડ ની દવાઓ ગર્ભાવસ્થા ના પ્રથમ મહિના થી જ ડોકટરો દ્વારા શરૂ કરાવી દેવામાં આવે છે જેથી બાળક ના વિકાસ માટે , જનીનિક બંધારણ અને વારસાગત લક્ષણો ના વહન માટે તથા માતા ને એનિમિયા ન થાય , તે માટે રેકમન્ડ રવામાં આવે છે .

વધુ પડતાં ફોલિક એસિડ ના સેવન થી થતી આડઅસરો :-

1. ચેતાતંત્ર ને નુકસાન :- રોજિંદી જરૂરિયાત કરતાં વધુ પ્રમાણ માં લેવાયેલ ફોલિક એસીડ ચેતાતંત્ર ને નુકસાન કરી શકે છે .

2. વૃદ્ધાવસ્થા ના માનસિક રોગો નાની ઉમરે દેખા દે :- મોટેભાગે વૃદ્ધાવસ્થા આવતા ભૂલી જવું, ડિપ્રેશન જેવી માનસિક સમસ્યાઓ સર્જાતી હોય છે.ફોલિક એસિડ ના વધુ પડતાં સેવન ને લીધે આ માનસિક સમસ્યાઓ થોડી વહેલી દેખાવા માંડે છે.

3. ગર્ભસ્થ શિશુ માં માનસિક વિકાસ ધીમો થઈ શકે :- જો ગર્ભાવસ્થા માં વધુ પ્રમાણ માં ફોલિક એસિડ લેવામાં આવે, તો બાળક નો માનસિક વિકાસ ધીમો થઈ શકે.

4. ગર્ભસ્થ શિશુ માં કરોડરજ્જુ ની સમસ્યા :- ડોકટર નું સૂચના વગર માત્ર એકબીજાની દેખાદેખી માં કરેલું વધુ પડતાં ફોલિક એસિડ ના સેવન થી કરોડરજ્જુ ની સમસ્યા ઊભી થઈ શકે છે જેને ,’ સ્પાઈના બાયફ્રિડા ‘ નામ ની માંદગી થઈ શકે છે.

5. કેન્સર ન્સ ના રોગ માં વધારો :- ક્યારેક કેન્સરના ઉપચાર માં ફોલિક એસિડ નો ઉપચાર તરીકે ઉપયોગ કરવાના આવે છે. પણ વધુ પડતા ફોલિક એસિડ ને કારણે ક્યારેક કેન્સર નો રોગ વધી શકે એવું પ્રયોગો દ્વાર સાબિત થયું છે


આમ, ફોલિક એસિડ ની દવાઓ નું આફેઢફ સેવન કરવું નહિ.


98 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comentários


bottom of page