top of page

આ ‘ વીનિંગ ' એટલે શું? સ્તનપાન ક્યાં સુધી કરાવવું !?


ગતાંકે ‘ રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ ‘ ને અનુલક્ષીને આપણે સ્તનપાન નું મહત્વ સમજાવતો લેખ વાંચ્યો. હવે આ અંકે સ્તનપાન ક્યાં સુધી કરાવવું અને સ્તનપાન છોડાવી સામાન્ય દૈનિક આહાર પર બાળક ને કઈ રીતે ઉતારવું તે જોઈએ.

આપણે જોયું કે માતાના દૂધ માં બાળક ના શારીરિક અને માનસિક વિકાસ માટે જરૂરી એવા પોષકતત્ત્વો હોય છે , માતાનું દૂધ ખૂબ સુપાચ્ય હોય છે અને બાળક ને રોગપ્રતિકારકશક્તિ પ્રદાન કરે છે. પરંતુ નીચે મુજબના કારણોસર ૬ મહિના પછી બાળક ને ધીરે ધીરે માતાના દૂધ ઉપરાંત ઉપરના પોષકતત્વો ની પણ જરૂર પડે છે. ધીરે ધીરે માતા ના દૂધ ઉપરાંત ઉપરનો ખોરાક આપવાનો શરૂ કરવાની પ્રક્રિયા ને અંગ્રેજી માં 'વીનીંગ ' કહે છે. આવો, સૌ પ્રથમ એ જાણીએ કે

આ વીનિગ શા માટે જરૂરી છે..

· બાળકના વિકાસ માટે લગભગ ૬ મહિના સુધી જરૂરી એવા પોષકત્ત્વો માટેના દૂધ માં થી બાળક ને મળે છે. પરંતુ ત્યારબાદ બાળકનો વિકાસ ઝડપી બને છે જેના માટે માતાના દૂધ ઉપરાંત બીજા વિશેષ પોષકત્ત્વો ની બાળક ને જરૂર પડે છે જે ઉપરના ખોરાક દ્વારા મેળવવા પડે છે. ( જો બાળક અધૂરા મસે જનમ્યું હોય, તો ક્યારથી વિનીગ કરાવવું તેની સલાહ બાળકો ના ડોકટર પાસે પહેલા લેવી. )

· જનમ ના ૬ મહિના સુધી બાળક નું પાચનતંત્ર નબળું હોય છે પરંતુ ત્યારબાદ ૬ માં ના ગાળા દરમ્યાન તે જટિલ ખોરાક પચાવવા ધીરે ધીરે તૈયાર થાય છે.

· ૬ માસ દરમ્યાન બાળક ના જડબાં નું હલન ચલન ચાવવાની પ્રક્રિયા માટે તૈયાર થાય છે.

કઈ રીતે જાણી શકાય કે હવે બાળક બહારનું ફૂડ લેવા માટે તૈયાર છે ?!

બાળક ને બહાર નો ખોરાક આપવા ની શરૂઆત ક્યારે કરવી જાણ માટે બાળક ના કેટલાક લક્ષણો પર ધ્યાન રાખવું જરૂરી બને.

1. બાળક પોતાની ડોક ટટ્ટાર રાખતું થાય

2. બાળક બેસતું થાય

3. બાળક પોતાના હાથ અને આંગળીઓ વડે ખાદ્ય પદાર્થો ને પકડતું થાય

4. પોતાની આસપાસની વસ્તુઓ ઊંચકી ને મોઢા માં મૂકતું થાય

5. પોતાની મુઠ્ઠી ને બચકાં ભરતું થાય

6. વારંવાર અડધી રાત્રે ઉઠતું હોય

7. માતાનું દૂધ લીધા બાદ પણ પેટ ન ભરાતું હોય એવું લાગે

ત્યારે સમજવું કે બાળક ને માતાના દૂધ સિવાય ઉપરનો આહાર આપવાની શરૂઆત કરવાનો સમય થઈ ગયો છે.

કેવા પ્રકારના ના ખોરાક થી વીનીંગ શરૂ કરી શકાય!?

નીચે પ્રકારે, બાળકને ઉપરનો આહાર આપવાની શરૂઆત કરી .

· શરૂઆત માં બાળક કેટલી માત્ર માં ખાય છે એના કરતાં તે કાપેલ ખાદ્યપદાર્થ ને સ્વીકારે છે કે નહિ તે જોવું જરૂરી બને છે.

· બાળકને પાણી ઉકાળી ને ઠંડુ પડ્યા બાદ આપવું. રૂમ ના તાપમાને રહેલું પાણી બાળકને નવો ખોરાક આપવાની સાથે આપી શકાય.

· જટિલ પ્રકારના ખોરાક ને પચાવવા માટે બાળક તૈયાર થાય એટલે સૌ પ્રથમ ખાટો ન હોય એવો પ્રવાહી ખોરાક બાળક ને ચખાડી શકાય. જેમકે બાફેલાં શાકભાજી નો સૂપ, સફરજન ની જ્યુસ, બહારનું દૂધ ( ગાય ના દૂધ થી શરૂઆત કરી શકાય. જો ભેંસ નું દૂધ આપવા માંગો , તો ૫૦:૫૦% પાણી ભેળવી, ઉકાળી, ઠંડુ પાડી આપવું.

· શરૂઆત ના ૪-૫ મહિના દરમ્યાન શક્ય ત્યાં સુધી ખાંડ અને મીઠું આપવું નહિ. દરેક ઉપરના આહાર નો મૂળ સ્વાદ બાળકને પારખવા દેવો. ખાંડ બાળક માં દાંત પર અને મીઠું બાળક ની કિડની પર અસર કરી શકે છે.

· ચોખાનું ઓસામણ અને દાળ નું ઓસામણ આપી શકાય.

· ૯ માં મહિના સુધી ઘઉં , કઠોળ આપવા નહિ. ઘઉં , કઠોળ પચવામાં ભારે પડી શકે છે.

· શરૂઆત પ્રવાહી અને બિલકુલ મીઠા મસાલા વગર ના ખોરાક થી કરી , ધીરે ધીરે સેમી શીરો, ઉપમા, ખીચડી જેવા ખોરાક તરફ ૯ માં મહિના સુધી માં લઇ જઇ શકાય.

· બાળક ને નવો ખોરાક ચાખવા માટે ભૂખ લાગી હોય અને સ્તન પાન કરવાની તૈયારી માં હોય ત્યારે આપવો .

· શક્ય હોય તો ૧૦-૧૧ માં મહિને જ્યારે બાળકને સેમી સોલીડ ખોરાક આપવાની શરૂઆત કરીએ ત્યારે આપણા ભોજન ના સમયે અને જ્યારે આખો પરિવાર એકસાથે જમવા બેસતો હોય ત્યારે સૌ ની સાથે બાળક ને બેસાડી ને ખોરાક આપવાની શરૂઆત કરો. સૌ નું જોઈ ને બાળક જલ્દી ખોરાક સ્વીકારવાની શરૂઆત કરશે.

· બાળક ને ટીવી ની સામે લઈ ને અથવા મોબાઈલ બતાવી ને ખોરાક આપવાની કોશિશ ન કરો. એક માતા માટે આ પ્રક્રિયા સરળ થશે પરંતુ બાળક નું ધ્યાન તે ખોરાક ના સ્વાદ, સ્પર્શ, સુગંધ માં હશે નહિ અને તે ક્યારેય તે ખોરાક ના મૂળભૂત સ્વાદ ને માણી નહિ શકશે. ખોરાક = કૃત્રિમ મનોરંજન એવી વ્યાખ્યા બાળક ના મગજ માં ઠસાવાનું ભવિષ્ય માં ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે..

· મરચું, મસાલા, વેફર જેવો તળેલો ખોરાક, મેંદા ના નાસ્તા , ચા, કોફી, ચોકલેટ જેવા પદાર્થો શરુઆત ના એક વર્ષ ના ગાળા માં આપવાનું ટાળવું.

· દર અઢી થી ૩ કલાક બાદ ફાળો નો રસ , સૂપ, ચોખા કે દાળ નું ઓસામણ જેવું બાળકને ભૂખ લાગે ત્યારે આપવું. ખરું જોતાં બાળક ને ખરી ભૂખ લાગે તે ઘડી ની રાહ જુઓ . બરાબર ભૂખ લાગે ત્યારે બાળક ની ખોરાક ને સ્વીકાર કરવાની તૈયારી સારી હોય છે પણ હા, ખૂબ વધારે ભૂખ લાગી જતાં બાળક ચીડિયું બને તો ત્યારે એ બિલકુલ ખોરાક નો સ્વીકાર ન પણ કરે એવું પણ બને!આમ, ધીરે ધીરે માતાનું દૂધ બહાર ના ખોરાક સાથે આપતાં જઇ લગભગ પોણા બે – બે વર્ષ ની ઉમર સુધી માં સ્તનપાન છોડાવી શકાય અને બાળક ને સંપૂર્ણ પણે ઘર ના ખોરાક પર ઉતરી શકાય.


52 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page