top of page
Writer's pictureFit Appetite

ઇલેક્ર્ટ્રોલાઈટ ઇમ્બેલેન્સ નો સચોટ ઈલાજ ઉનાળા ના ફળો દ્વારા:-…


ગરમી શરૂ થતાં પુષ્કળ પસીનો થાય, શરીર પાણી અને ખાનીજત્તવો ગુમાવે અને શરીર માં ઇલેક્ર્ટ્રોલાઈટ નું બેલેન્સ ખોરવાય.આ ઇલેક્ર્ટ્રોલાઈટ ઇમ્બેલેન્સ ને પરિણામે લો બ્લડ પ્રેશર, કિડની ની સમસ્યાઓ, પેશાબ માં બળતરા , પિત્ત થવું, ચક્કર આવવા , આંખે અંધારા આવવા , ઉબકા આવવા જેવી સમસ્યા ઓ સર્જાઈ શકે.

આ બેલેન્સ ને સમતોલ કરવા માટે જ કુદરતે ખૂબ સરસ ખનીજો યુક્ત ફળો ની ભેટ આપણને આ ઋતુ માં આપી છે.

આવો આ ઉનાળુ ફળો ના ફાયદા સમજીએ :-

• તરબૂચ :- રસ થી ભરેલા લાલ ચટ્ટક તરબૂચ ના ગર ને જોઈ મોઢા માં પાણી આવે જ આવે. ! પરંતુ તરબૂચ પોતાનામાં ૮૦% પાણી ની સાથે સાથે મોટા પ્રમાણ માં વિટામિન એ, સી, બી ૬ અને પોટેશિયમ ધરાવે. વિટામિન એ આંખો માટે, વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ માટે, વિટામિન બી ૬ ત્વચા માટે અને પોટેશિયમ ગરમીમાં થતાં પસીના દ્વારા શરીર માં થતાં ડીહાઈદ્રેશન થી શરીર ને બચાવે છે. ખાસ કરીને હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ ને માટે તરબૂચ ખૂબ અસરકારક પુરવાર થયું છે. વળી, ડાયાબિટીસ ના દર્દીઓ પણ તરબૂચ નો થોડા પ્રમાણ માં ઉપયોગ કરી શકે. તરબૂચ માં રહેલું લાઈકોપીન કેન્સર થી બચાવે છે અને કેન્સર ના દર્દીઓ માટે ફાયદાકારક છે. તરબૂચ નું વિટામિન બી૬ ત્વચા ને સન સ્ટ્રોક થી અને સમગ્ર શરીર ને લું થી બચાવે છે.

• દ્રાક્ષ :- દ્રાક્ષ કોને ના ભાવે? લીલી – કાળી – ખાટ્ટા મીઠાં રસ થી સભર દ્રાક્ષ સૌને ભાવે. દ્રાક્ષ એ પોટેશિયમ નો ખજાનો છે જે બ્લડ પ્રેશર તો સંતુલિત રાખે જ પરંતુ સાથોસાથ ઉનાળામાં થતાં સ્નાયુ ઓ ના ખેંચાણ( મસ્ક્યુલર ક્રેમપ્સ) માં પણ મદદરૂપ થાય છે. એથી ઉનાળા ની ગરમી માં દ્રાક્ષ નું દિલ ખોલી ને સેવન કરી શકાય. હા, અલબત્ત વધુ પડતાં પોટેશિયમ ને લીધે કિડની ના દર્દીઓ એ તથા પુષ્કળ માત્રા માં સુગર હોઈ ડાયાબિટીસ ના દર્દીઓ એ દ્રાક્ષ નું સેવન પોતાના ડાયેટિશિયનની સલાહ મુજબ જ કરવું.

• સ્ટ્રોબેરી :- ચમકતી લાલ સ્ટ્રોબેરી માંથી મિલ્ક શેક, આઈસ ક્રીમ, જસ્ટ ભાત ના ડેઝર્ટ અને શું શું ન બને… આ સ્ટ્રોબેરી ખટમીઠા સ્વાદ ઉપરાંત ઘણા બધા સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ ધરાવે છે. સ્ટ્રોબેરી ખૂબ સારા પ્રમાણ માં રેષા અને મેંગેનીઝ ધરવી હોઈ પાચનતંત્ર ને સ્વાસ્થ્ય રાખે છે અને કબજિયાત દૂર કરે છે. સ્ટ્રોબેરી ફોલેટ નો મોટો ભંડાર છે જે શરીર માં લોહી ઉત્પન્ન થવા માટે જવાબદાર છે. એથી એનિમિયા ના દર્દીઓ અને વિકાસ પામતી બાળકીઓ માટે ઉપકારક છે. આ ઉપરાંત તેમાં રહેલું ‘ કર્સેસીન ‘ નામનું ફ્લેવેનોડ એન્ટી ઓક્સિડન્ટ્સ ગુણધર્મો ધરાવે છે જે શરીર ને ટોકસીન મુક્ત કરે છે. સ્ટ્રોબેરી ત્વચા ને સૂર્ય ના આકરા કિરણો થી કાળી પડી જતાં બચાવે છે.

• શક્કર ટેટી :- શક્કરટેટી વિટામિન એ, પોટેશિયમ અને સુપાચ્ય રેશાઓ થી ભરપુર સ્વાદિષ્ટ ફળ છે. કેરી ની ઋતુ શરૂ થતાં પહેલાં આપણે સૌ શક્કર ટેટી નો આનંદ લઈએ છીએ. શક્કર ટેટી આંખો માટે તો સારી છે જ પરંતુ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળા માં પુષ્કળ પસીનો વાળ ના મૂળ માં થવાને પરિણામે વાળ ના મૂળ ઢીલા પડી વાળ ઉતારવાની સમસ્યા ઘણા ને સતાવે છે. આવા સંજોગો માં શક્કર ટેટી નું સેવન ઔષધ નું કામ કરે છે. શક્કર તેરી ના રેષા પાચન ક્રિયા ઝડપી બનાવે છે. શક્કર ટેટી નો સૌથી મોટો ફાયદો એ છે કે ડાયાબિટીસ ના દર્દીઓ પણ એને છૂટ થી ખાવામાં લઈ શકે છે.

• કિવિ:- આયર્ન થી ભરપુર કિવિ, એનિમિયા ના દર્દીઓ માટે અતિશય ફાયદાકારક છે. આ ઉપરાંત શરીર ને અલ્કલાઈન રાખી રોગમુક્ત રાખવા માં કિવિ મહત્વ નો ભાગ ભજવે છે. લિવર ના રોગો માં કિવિ દવા નું કામ કરે છે . હા, અલ્સરેટિવ્ કોલાઇટિસ જેવા રોગો માં કિવિ ના બીજ નુકસાનકારક સાબિત થઈ શકે એથી ડાયેતિશિયન ની સલાહ મુજબ જ સેવન કરવું.

• કેરી :- અમૃતફળ કેરી અને એના ફાયદાઓ વિશે એક આખો અંક લખીએ તો પણ ઓછો પડે. કેરી એ પોષક તત્ત્વો નો ભંડાર છે અને એના ફાયદાઓ આપણે આવતાં અંકે વાંચીશું. ત્યાં સુધી માં કેરી બજાર માં છૂટ થી વેચાતી થઈ ગઈ હશે.

તો, ત્યાં સુધી આવો કુદરતે આપેલી ભેટ સમા ઉનાળુ ફળો ના ફાયદા ઉઠાવીએ અને આ ઉનાળો સંપૂર્ણ સ્વસ્થ રહીએ.



67 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page