ઉત્તરાયણ એટલે સૂર્ય નો મકર રહી માં પ્રવેશ અને એથી જ એને મકર સંક્રાંતિ તરીકે ઓળખવા માં આવે છે. આ દિવસ થી વસંત ઋતુ નો પ્રારંભ થાય અને મોટેભાગે અખા ભારત માં અલગ અલગ નામે આ તહેવાર ની ઉજવણી કરવામાં આવે.
અહી આપના દેશ ની ભૌગોલિક પરિસ્થિતિ અને એનું આહાર વિજ્ઞાન સાથેનું એક અનોખું અને રસપ્રદ સમીકરણ સર્જાય છે. ખૂબ જાણવા જેવી બાબત છે જે આપની જોડે અહી હું ચર્ચા કરવા જઈ રહી છું.
આપણા શરીર માં કેલ્શિયમ ના અધિશોષણ માટે વિટામિન ડી ની જરૂર હોય. અથવા એમ કહી શકાય કે વિટામિન ડી ની હાજરી માં જ શરીર માં કેલ્શિયમ નું અધિશોષણ શક્ય છે. આ વિટામિન ડી આપણને માત્ર સૂર્ય ના તડકા દ્વારા મળે છે. સૂર્ય નો તડકો આપણી ત્વચા પર પડતાં જ આપણા શરીર માં વિટામિન ડી નું ઉત્પાદન થાય છે. એથી, દિવસ દરમ્યાન ઓછા માં ઓછી ૨૦ મિટિંગ તડકા માં રહેવું વિટામિન ડી ની પ્રાપ્તિ માટે જરૂરી છે. વળી, વિટામિન ડી ની સાથે કેલ્શિયમ યુક્ત ખોરાક લેવામાં આવે તો કેલ્શિયમ નું શોષણ ખૂબ સારું થાય.
હવે આપણી સાંસ્કૃતિક પરંપરા જુઓ…
કહેવાયય છે કે વર્ષ નો સૌથી શુદ્ધ તડકો શિયાળા ના અંત અને ઉનાળાની શરૂઆત માં પડે છે. અર્થાત્, આ તડકો જો બે દિવસ સુધી વધુ માં વધુ સમય માટે લેવા માં આવે, તો આખા વર્ષ નું વિટામિન ડી નો ભંડાર આપણે ભેગો કરી શકીએ. અને આ જ ને દિવસો એટલે ઉત્તરાયણ ના દિવસો.આ દિવસે આપણે મહત્તમ અગાશી પર રહીએ અને તડકો લઈએ. વળી, ૧૦૦ ગ્રામ તલ આપણને લગભગ ૯૦૦ મી. ગ્રા. જેટલું કેલ્શિયમ આપે. એટલે આપણા પૂર્વજો ની બુદ્ધિ ને ખરેખર સલામ કરવી પડે કે ઉત્તરાયણ ના દિવસો માં તલ ગોળ જેવી કેલ્શિયમ થી સમૃદ્ધ વાનગીઓ રિવાજ તરીકે ખાતાં આવ્યા છીએ . આ ઉપરાંત ઉત્તર માં આ દિવસ ' લોહડી ' તરીકે ઓળખાય જેમાં કેલ્શિયમ થી ભરપુર એવી સરસવ ની ભાજીનું સેવન કરવાનો રિવાજ છે. અહી, દેશ ના અન્ય ભગો માં ઉત્તરાયણ ને અલગ અલગ નામે ઓળખવા માં આવે છે.
ઉતર ભારતમાં,
હિમાચલ પ્રદેશ - લોહડી અથવા લોહળી
પંજાબ - લોહડી અથવા લોહળી
પૂર્વ ભારતમાં,
બિહાર - સંક્રાંતિ
આસામ - ભોગાલી બિહુ
પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા - મકરસંક્રાંતિ
પશ્ચિમ ભારતમાં
ગુજરાત અને રાજસ્થાન - મકરસંક્રાંતિ
મહારાષ્ટ્ર - संक्रान्त, સંક્રાન્ત
દક્ષિણ ભારતમાં
આંધ્ર પ્રદેશ - તેલુગુ
તામિલ નાડુ - પોંગલ
કર્ણાટક - સંક્રાન્થી
અને આ દરેક પ્રાંત માં ઉત્તરાયણ ના તહેવાર માં તલ, લીલી ભાજી અને જુવાર – બાજરી જેવા કેલ્શિયમ ધરાવતા ખાદ્યપદાર્થો ખાવાનો મહિમા છે. એનો અર્થ એ કે ઉત્તરાયણ એ ખરું જોતાં અખા વરસ નો કેલ્શિયમ અને વિટામિન ડી નો જથ્થો મેળવી લેવાનો અવસર છે.
આ ઉપરાંત ઉત્તરાયણ માં આપણા ગુજરાત માં અન્ય કેટલાક ખાદ્યપદાર્થો નો પણ મહિમા છે. આવો, આ ખાદ્ય પદાર્થો નું પોષણ ની દૃષ્ટિ એ મહત્વ જોઈએ.
• ઊંધિયું :- દાણા વાળા શાક, કંદમૂળો , કોથમીર તથા લસણ ઝીંક, ફોસ્ફરસ, સલ્ફર તથા સ્ટાર્ચ નો ખજાનો છે.આખા વરસ ની રોગ પ્રતિકારક શક્તિ તે પ્રદાન કરે. ઊંધિયું પુષ્કળ રેશયુક્ત વાનગી છે જે આંતરડાં ને રોગમુક્ત રાખે છે.
• પોંક :- લીલી જુવાર જે દક્ષિણ ગુજરાત માં પોંક ના નામે ઓળખાય અને ખાસ કરીને ઉત્તરાયણ માં પોંક ની પાર્ટી થાય. આ પોંક પોટેશિયમ, ફોસ્ફરસ , મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો નો ભંડાર છે.
• સરસો કા સાગ :- ઘણા બધા શિયાળુ શાકભાજી ઓ થી ભરપુર ખૂબ સારું વિટામિન કે, કેલ્શિયમ અને ફોસ્ફરસ ધરાવતી સરસવ ની ભાજી મોટા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે અને લોહી ને શુદ્ધ રાખે. હાડકાં મજબૂત કરે. વૃદ્ધો માટે ખૂબ સારી .
• લીલી તુવેરના ઘુગરા અને કચોરી :- પ્રોટીનના જથ્થા નો સ્ત્રોત એવા આ સ્વાદિષ્ટ ઘૂઘરા અને કચોરી વિકાસ પામતાં બાળકો ના સ્કુલ ના ડબ્બા માટે હેલ્ધી નાસ્તો છે. હાડકાં ના વિકાસ માટે સારું એવું ફોસ્ફરસ મળી રહે.
• બોર :- ઉત્તમ ગુણવત્તા ધરાવતું કેલ્શિયમ અને ફોસ્ફરસ બોર માં ખૂબ સારી માત્રા માં હોય છે એથી જ ઉત્તરાયણ ના દિવસે બોર ખાવાનું અલગ માહાત્મ્ય છે.
• શેરડી :- ઉતરાયણ ના દિવસે શેરડી ખાવાનું પણ માહાત્મ્ય છે. શેરડી એ લોહતત્વ નો ખૂબ સારો સ્ત્રોત છે. વળી શેરડી પણ ખૂબ સારું ફોસ્ફરસ ધરાવે જે હાડકાં ના વિકાસ માટે વધતાં બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ મદદરૂપ રહે.
આમ, ઉત્તરાયણ તથા તેમાં ખવાતા ખાદ્યપદાર્થો અને તેમની પાછળ નું ઐતિહાસિક , ભૌગોલિક અને પોષતત્ત્વો ની દૃષ્ટિ એ મહત્વ આજે જાણ્યું.
Comentarios