top of page

ઉનાળા ના ફળો:- કેરી :- રસાયણો થી પકવેલી કેરી કઈ રીતે ઓળખશો ?


ઉનાળા ના ફળો ની શ્રેણીમાં આ વખતે આપના ભારત માં 'ફળો ના રાજા ' એવી કેરી ની વાત કરીએ. કેરી ની સીઝન આવે એટલે આ લેખ લખનાર ડાયેટિશિયન સહિત મોટાભાગના મેંગો લવર્સ ‘ ડાયટીંગ ‘ સાઈડ પર મેલીને કેરી નો આનંદ માણે છે. પછી જે થવાનું હોય તે થાય. !!

પરંતુ આજકાલ કરીને ઘણી બધી અકુદરતી રીતે પકવવામાં આવે છે આ રીતે માં ચોક્કસ પ્રકારના રસાયણો જેવાકે કેલ્શિયમ કારબાઇડ ના પાવડર અને એથરલ સોલ્યુશન નો ઉપયોગ કરવામાં આવે છે જે ખરેખર સ્વાસ્થ્ય માટે ભયંકર રીતે હાનિકારક છે.

તો આવો આજના લેખ માં એ ટેકનિક વિશે જાણીએ:

કુદરતી રીતે પકવેલી કેરી જ આરોગવી :- “ઉતાવળે આંબા ન પાકે “ એ જૂની કહેવત ને સાચી ઠેરવતાં, આપણે જોઈએ છીએ કે કુદરતી રીતે પાકેલી કેરી અથવા પાક માં નાખવાની કેરી લગભગ માર્કેટ માં મે મહિના થી મળવાની શરૂ થાય પરંતુ એ પહેલા લગભગ ફેબ્રુઆરી મહિના થી કેમિકલ ( કેલ્શિયમ કાર્બાઈડ પાવડર અથવા એથરલ સોલ્યુશન દ્વારા પકવેલી કેરીઓ મળવાની શરૂ થાય છે. આ કેરીઓ એક તો અકુદરતી રીતે પકવેલી હોઈ, તેમાં જરૂરી પ્રમાણ માં પાચક રસો ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. જેથી આવી કેરી સ્વાસ્થ્ય ને નુકસાન કરી શકે. વળી, આવી કેરી પુષ્કળ પ્રમાણમાં એસિડિટી કરે છે

 

રસાયણ થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખશો?

 

·        પહેલાં કેરી ને પકવવા તેના ડબ્બા માં કેલ્શિયમ કારબાઇડ ના પાવડર ની પડીકી મૂકવામાં આવતો હતી. તેના બદલે હવે કેરી ને એથરલ ના સોલ્યુશન માં ડૂબાડવા માં આવે છે . આ સોલ્યુશન માં રહેલા ઇથેનોલ ને કારણે કેરી ના ફળ ની ત્વચા નો રંગ પીળો પડી જાય છે. જેથી ફળ બહારથી પાકેલું હોય તેવું લાગે છે. પરંતુ આ ફળ અંદર થી પાકેલું હોતું નથી. 

·        કેમિકલ થી પકવેલી કેરી પક્તાં પહેલા જ તેની ત્વચા પર કરચલીઓ પડવા માંડે છે. અને પૂરેપૂરી પાક્યા પહેલા જ વધુ પડતું પરિપકવ થઈ જાય છે .

·        અંદર થી બરાબર પાકી ન હોવાને કારણે આવી કેરીઓ માં કુદરતી સરેહ ( ફ્લેવર) હોતી નથી અને સ્વાદ પણ ફિકો હોય છે. 

·        કેરી કુદરતી રીતે પાકવાની પ્રક્રિયા દરમ્યાન તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આ ઉષ્મા ને કારણે ફળ તેનો રંગ ધીરે ધીરે લીલા માં થી પીળો કરે છે. પરંતુ કેમિકલ ને કારણે ફળ માં અંદર એકસરખી કુદરતી ઉષ્મા ઉત્પન્ન થતી નથી અને એથી જ ફળ ની ચામડી પર પીળા કથ્થઈ રંગ ના ધબ્બા જોવા મળે છે. 

ફળો પકવવા માટે કેલ્શિયમ કાર્બાઈડ ના ઉપયોગ પર FSSAI એ પણ રોક લગાવી દીધી છે કારણકે આ પ્રકારે પકવેલી કેરીઓ ખાવાથી ત્વચા ના રોગો, શ્વસન તંત્ર ના રોગો તથા કેન્સર જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. આથી, કેરી ખાવાની ઉતાવળ કરી ને મોટા રોગો ને આમંત્રણ આપવા ને બદલે ઘરે પકવેલી કેરી ખાઈ, ઉનાળા નો આનંદ માણીએ.

આવતા અંકે ડાયેટિંગ કરનારાઓ કેરી કઈ રીતે ખાઈ શકે તે જાણીશું. 

 

48 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page