ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી.
સંક્ષેપ માં કહીએ તો ..
કુદરતી રીતે પાકેલી કેરી માર્કેટ માં આવતા થોડી વાર લાગે છે પરંતુ આ પ્રકાર ની કેરી સ્વાસ્થ્ય ને નુકસાન કરતી. નથી. આથી ભલે થોડી મોડી પરંતુ માત્ર કુદરતી રીતે પકવેલી અને ખાસ કરીને ઘરે પકવેલી કેરી ખાવાનો જ આગ્રહ રાખો.
, આટલા બધાં ફાયદા ધરાવતું ’ આમ્રફળ’ આપ માત્ર કેલરી માટે છોડી દેશો? કેરીને વવવેકપવૂ સક ખાવામાં આવે તો ફાયદો જ કરે છે. આવો આ વિવેક પૂર્વક નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જોઈએ.
1. ડાયાબબટીસ ના દદીઓ તથા કેલરી ગણી ને જમતાં લોકો કેરીનો રસ ખાવાને બદલે ૧ હાફૂસ કેરી કાપી ને દિવસ દરમ્યાન લઈ શકે. કેરી નો રસ ટાળવો. વળી, જો કેરી ખાવી જ હોય તો કસરત કરવી અનિવાર્ય છે. ૪૫ મિનિટ કસરત કર્યા બાદ કેરીના ટુકડા ખાવાથી કેલરી શરીર પર જમા નહિ થશે અને શરીર એ કસરત દરમ્યાન ગુમાવેલું પોટેશિયમ કેરી દ્વારા પાછું મળશે તે નફા માં!
2. કેરી નો મીઠાઈ ની માફક લંચ કે ડિનર ની સાથે ઉપયોગ કરવાને બદલે એક ફળ તરીકે બે મખ્ય ખોરાક ની વચ્ચે ઉપયોગ કરવાથી એટસ્રા કેલરી શરીર માં જમા થશે નહિ .
3. કેરી નો રસ લેવાને બદલે કેરી હમેશા છાલ સમેત સમારી ને ખાવાથી મહત્તમ રેસાઓ અને પોષક તત્ત્વો નો ફાયદો મેળવી શકાય.
4. કેરી નું અનાજ સાથે નું કોમ્બિનેશન ( રસ -રોટલી) વધુ પડતા કાર્બોહઇડ્રેટસ થઈ નુકસાન કરી શકે . એથી કેરી અનાજ સાથે લેવાનું ટાળો.
5. કેરી મોડી રાત્રે લેવાથી અપચો અને ગેસ ઉત્પન્ન કરી શકે. બને ત્યાં સુધી સવારે કેરીનું સેવન કરવું હિતાવહ છે. મોડી રાત્રે શરીરના કોષોમાં ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે જે કેરી ની શર્કરા નું બ્લડ ગ્લકોઝ માં સીધું રૂપાંતર કરી બ્લડ ગ્લકોઝ વધારશે.
6. ખબૂ વધારે પ્રમાણ માં ખાવાથી ખૂબ વધુ શુગર શરીર માં જમા થશે જે લિવર પર ચરબી ન આવરણ કરી શકે જેને મેરડકલ ભાષા માં ‘ ફેટી લીવર ‘ કહેવા માં આવે છે. દિવસ દરમ્યાન એક સામાન્ય વ્યક્તિ ૨-૩ કેરી અને ડાયાબબટીસ હોય તથા વજન ઉતારવા માટે કેલરી કન્ટ્રોલ કરતા હો અને કસરત કરતા હો, તો દિવસ ની એક કેરી તો ખાઈ જ શકાય. આમ, કેરી વર્ષે એક વાર ૩ માસ માટે મળે છે તો તેનો વિચાર પૂર્વક નો ઉપયોગ કરી ચોક્કસ ખાઓ.
Comments