top of page
Writer's pictureFit Appetite

ઉનાળા ના ફળો:- ગલેલી – તાડગોળા


આહા..... મોઢા માં પાણી આવી ગયું ને? બદામી રંગ ની છાલ વાળી , પાણીદાર નાની નાની ગલેલી નું નામ વાંચી ને? એની છાલ છોલી ને સફેદ અર્ધપારદર્શક જેલી જેવો ગર મોઢા માં પધરાવતા જ મોઢા માં એનું મીઠું પાણી નીકળે તેનો સ્વાદ....યાદ આવ્યો ને?

હાલ , ઉનાળા માં ઠેર ઠેર ટોપલા માં વેચાતી ગલેલી જે આપણે નાનપણ થી ખાતાં આવ્યા છીએ પણ આ ફળ વિશે ખૂબ ઓછું લખાયું અને ચર્ચાયું છે. 

મોટેભાગે એશિયા ના દરેક દરિયાકિનારા ના પ્રદેશો માં ગલેલી નો પાક લણવા માં આવે છે. પરંતુ મુખ્યત્વે તમિલનાડુ નો આ પાક અને તેનું  તમિલનાડુના રોજિંદા જીવન માં અનેરું સ્થાન છે. આપણે દક્ષિણ ગુજરાત માં પણ ગલેલી ટેસ થી ખવાય છે. આપણે ગુજરાત માં ગલેલી ફળ તરીકે જ ખાઈએ છીએ પરંતુ તમિલનાડુ માં તેના માંથી ફરસાણ અને ‘ નુંગું પાયસમ’ નામની ખીર જેવી વાનગી પણ બનાવે છે.  બરફ જેવી દેખાતી હોવાને કારણે  અંગ્રેજી માં આ ગલેલી ને ‘ આઇસ એપલ ‘ ના નામે ઓળખવા માં આવે છે. 

આ ગલેલીને આપણા ગુજરાત માં તાડગોળા ના નામે પણ ઓળખવામાં આવે છે જ્યારે તમિલનાડુ માં તે ‘ નુંગુ ‘ અને બંગાળ માં તે ‘ તાલ ‘ ના નામે ઓળખાય છે.ગલેલી એ સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ ખરેખર સ્વાસ્થ્ય માટે પણ કેટલી ફાયદાકારક છે તે આવો જાણીએ. પરંતુ એ પહેલા આપણે ૧૦૦ ગ્રામ ગલેલી એ સ્વાદિષ્ટ હોવાની સાથોસાથ ખરેખર સ્વાસ્થ્ય માટે પણ કેટલી ફાયદાકારક છે તે આવો જાણીએ. 

માં કયા પોષકતત્વો કેટલા પ્રમાણ માં રહેલા છે તે સમજીએ.

 

ગલેલી ના ફાયદા :-

1.      પાણી થી ભરપુર :- ઉનાળા નું ફળ ગલેલી પાણીદાર હોય છે જે ઉનાળા ના બળબળતા બપોરે આરોગવા માં આવે , તો શરીર ને જરૂરી એવું પ્રવાહી પુરુંપાડી શરીર ને ગરમી ને કારણે ડી હાઇડ્રેટ થતાં બચાવે છે અને લૂ સામે રક્ષણ આપી ઠંડક પ્રદાન કરે છે.

2.      કબજિયાત મટાડે :- રેચક ગણાતી ગલેલી પાચનક્રિયા ઝડપી બનાવી કબજિયાત મટાડે છે. 

3.      વજન ઘટાડવા માં મદદરૂપ :- ઉપર ના કોષ્ટક માં આપણે જોઈ શકીએ છીએ કે ગલેલી ખૂબ ઓછી કેલરી તથા વધુ માત્રા માં રેષા ધરાવે છે જેથી તે ખાધા બાદ'ધરાઈ ગયા ' હોવાની લાગણી થાય છે. જેથી વારંવાર ભૂખ લાગતી નથી અને બોલવાની જરૂર એમ વજન ઉતારવા માં તે મદદરૂપ થાય છે. 

4.      લીવર ના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક:- ગલેલી એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે તે લીવર માં ઉત્પન્ન થતા ટોક્સીન્સ ને દુર કરવાની ક્ષમતા ધરાવે છે. 

5.      બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:-  ગલેલી માં રહેલું પોટેશિયમ નું ઊંચું પ્રમાણ બ્લડ પ્રેશર ના દર્દીઓ નું પ્રેશર ઘટાડવા માં મદદરૂપ થાય છે. 

6.      ત્વચા નું સૌંદર્ય વધારે:- સંશોધનો કહે છે કે ઉનાળા માં ગરમી થી તપેલી ત્વચા પર ગલેલી ની છાલ ઘસવા થી ઠંડક ની અનુભૂતિ થાય છે તથા તેની છાલ માં રહેલા સેલ્યુલોઝ ત્વચા ની ચમક વધારે છે.

7.      ડાયાબિટીસ ના દર્દીઓ નિશ્ચિંત પણે ખાઈ શકે :- રેષા નું વધુ પ્રમાણ અને કાર્બોહાઈડ્રેટ નું ઓછું પ્રમાણ ગલેલીને  ડાયાબિટીસ ના દર્દીઓ નું ફેવરિટ ફળ બનાવી શકે. 

અલબત, અન્ય ચીજો ની જેમજ ગલેલીનો અતિરેક પણ નુકસાન કરી શકે. વધુ પડતો ઉપયોગ પેટ માં દુખાવો અને ગેસ કરી શકે. વળી, જમ્યા બાદ તેને આરોગવાથી પણ અપચો થઈ શકે. 

 

55 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page