top of page

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)


'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉનાળા ની ફળ તો ખરું જ!

તો આવો આજે આ શ્રેણી માં ચાંપા ને સમજીએ.

ચાંપા જેને અંગ્રેજી માં ‘ જેક ફ્રૂટ ‘ ના નામે ઓળખવા માં આવે છે એ મુખ્યત્વે ઉષ્ણ કટિબંધ ના પ્રદેશો નો પાક છે. એશીયાઇ દેશો માં તેનું વર્ચસ્વ વર્ષો થી જળવાયેલું છે . બાંગ્લાદેશ નું તે રાષ્ટ્રીય ફળ છે જ્યારે ભારત માં કેરળ નું તે રાજ્ય નું મુખ્ય ફળ છે. ચાંપા એ પૃથ્વી પર ઊગતું મોટામાં મોટું ફળ છે જે ૨૬-૨૮ સેમી. જેટલું મોટું અને ૩૦-૩૬ કિલો જેટલું વજન ધરાવી શકે છે. ગુજરાત અને અન્ય રાજ્યો માં ચાંપા નો માત્ર ફળ તરીકે આને તેની ગોટલી કે જે કેલ્શિયમ થી ભરપુર છે તેનો મુખવાસ અને કેટલીક વાનગીઓ માં ઉપયોગ થાય છે જ્યારે કેરળ માં ચાંપા ની વેફર, સબ્જી, પુલાવ , મીઠાઈ વિગેરે માં પણ ઉપયોગ થાય છે.

હાલમાં , નવા સંશોધનો મુજબ ,ખૂબ સારા પ્રમાણ માં સુપાચ્ય પ્રોટીન ધરાવતું હોઈ હવે વીગન( સંપૂર્ણ શાકાહારી ) લોકો માંસ ની અવેજી માં ચાંપા નો ઉપયોગ કરી વિવિધ વાનગીઓ બનાવી ખાય છે. ચાંપા રધાઈ જાય ત્યારે તેનો દેખાવ અને સરેહ માંસ જેવી હોઈ માંસ ખાધું હોય એવી અનુભૂતિ થાય છે.

૧૦૦ ગ્રામ ચાંપા માં થી નીચે મુજબ ના પોષકતત્વો મળી રહે છે.

પોષકતત્વ પ્રમાણ

કેલરી ૯૪

ચરબી ૦.૩ મિ ગ્રામ

રેષા ૩ ગ્રામ

પ્રોટીન ૧ ગ્રામ

પોટેશિયમ ૩૦૩ મિ ગ્રામ

કેલ્શિયમ ૩૪ મિ ગ્રામ

કાર્બોહાડ્રેટ ૨૪ ગ્રામ

ફોલેટ ૧૪ માઇક્રો ગ્રામ

આયર્ન ૦.૬ મિ ગ્રામ

આ ચાંપા ના સ્વાસ્થ્ય ને લગતા ફાયદાઓ નીચે મુજબ છે.

• રોગપ્રતિકારક શક્તિ વધારે:- વિટામિન સી નું સારું પ્રમાણ અને એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર હોવાથી ચાંપા સીઝનલ માંદગી સામે રક્ષણ આપે છે.

• ત્વરિત એનર્જી આપે:- ચાંપા ખૂબ જ સરળ રીતે સુપાચ્ય એવી ગ્લુકોઝ ધરાવે છે જેથી ચાંપા આરોગ્ય બાદ તરત જ શરીર માં ઊર્જા નો અનુભવ થાય છે.

• બ્લડ પ્રેશર નિયંત્રિત કરે:- પોટેશિયમ નું ઊંચું પ્રમાણ લોહી માં ના સોડિયમ ના પ્રમાણ ને ઘટાડે અને સોડિયમ ઘટતાં બ્લડ પ્રેશર ઘટે. આમ, બ્લડ પ્રેશર ના દર્દીઓ છૂટ થી આ ફળ ખાઈ શકે.

• પાચન સુધારે:- ચાંપા માં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બે પ્રકાર ના કાર્બોહાઈડ્રેટ રહેલા છે. દ્રવ્ય કાર્બોહાઈડ્રેટ ત્વરિત એનર્જી આપવાનું જ્યારે અદ્રાવ્ય કાર્બોહાઈડ્રેટ કબજિયાત જેવા રોગો મટાડવા માટે જરૂરી હોય છે.આમ, ચાંપા નું સેવન પાચનતંત્ર ને રોગો થી બચાવે છે.

• કેન્સર ના ઉપચાર માં મદદરૂપ :- ચાંપા ના ફાયટો કેમિકલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણો સતત લોહી ના શુદ્ધિકરણ ની પ્રક્રિયા ચાલુ રાખે છે જે, શરીર માં અશુદ્ધ દ્રવ્યો ને ભેગા થતા અટકાવે છે. આ ગુણો ને કારણે કેન્સર ના રોગીષ્ટ કોષો નો નાશ કરવા માં અને સ્વસ્થ કોષો ના નિર્માણ કાર્ય માં ચાંપા નું સેવન મદદરૂપ થઈ શકે છે.

• આંખો ના સ્વાસ્થ્ય માટે ઉપયોગી :- વિટામિન એ નું સારું પ્રમાણ આંખો ના રોગો માં અને દૃષ્ટિ ના સુધાર માટે મદદરૂપ થાય છે.

• હાડકાં ની મજબૂતી માટે :- ચાંપા માં કેલ્શિયમ તો સારા પ્રમાણ માં છે જ પણ સાથોસાથ અહી પોટેશિયમ નું પ્રમાણ પણ સારું છે જે કેલ્શિયમ ના કિડની દ્વારા થતાં વ્યય ને અટકાવી ને હાડકા સુધી કેલ્શિયમ પહોચાડે છે અને હાડકાં મજબૂત કરે છે.

• એનિમિયા ની સમસ્યા માં મદદરૂપ:- આયર્ન ની સાથોસાથ વિટામિન સી સારા પ્રમાણ માં ધરાવતા હોવાથી ચાંપા આયર્ન ના અધિશોષણ ની પ્રક્રિયા ઝડપી બનાવી આયર્ન ની ઉણપ થી પીડાતા દર્દીઓ ને મદદરૂપ થઈ પડે.

• થાઈરોઈડ ના દર્દીઓ માટે ફાયદાકરક:- ચાંપા માં કોપર સારા પ્રમાણ માં રહેલું છે જે થાઇરોઇડ ગ્રંથિ ને ક્રિયાશીલ રાખવા માં મદદ કરે છે. આથી, હાઈપો થાઇરોઇડ ની સમસ્યા થી પીડાતા દર્દીઓ છૂટ થી ચાંપા નું સેવન કરી શકે.

શું ડાયાબિટીસ ના દર્દીઓ ચાંપા ખાઈ શકે? :- જી હા, સરળ કાર્બોહાઈડ્રેટ ની સાથોસાથ ચાંપા માં પ્રોટીન સર પ્રમાણ માં રહેલું છે જે કાર્બોહાઈડ્રેટ ના લોહી માં ભળવા ની પ્રક્રિયા ને ધીમી કરે છે. જેથી લોહી માં શુગર વધવાની પ્રક્રિયા ઓછી થાય છે. પરંતુ પ્રમાણભાન જરૂરી બને ખરું!

ખૂબ બધા ફાયદા ઓ હોવા છતાં નીચે જણાવ્યા મુજબ ના વ્યક્તિઓ એ ચાંપા નું સેવન વિચારપૂર્વક કરવું.

1. જેને તાંતણા ( પોલન્સ) ની એલર્જી હોય તેઓ ને ચાંપા ના સેવન બાદ ક્યારેક ચહેરા પર સોજો આવવો, હોઠ સોજી જવો, શરીર પર ખંજવાળ આવી લાલ ચકામાં થાય જવા જેવી સમસ્યા થઈ શકે છે. તો તેઓ એ ચાંપા નું સેવન ટાળવું.

2. મરડો કે અતિસાર ના સંજોગો માં ચાંપા સમસ્યા ને વધુ બગડી શકે તો જ્યારે પાચન નબળું હોય ત્યારે ચાંપા નું સેવન ટાળવું.

3. પોટેશિયમ નું વધુ પ્રમાણ હોઈ કિડની ના દર્દીઓ એ ચાંપા નું સેવન ડાયેટીશિયન ની સલાહ મુજબ જ કરવું.


બાકી સૌ આ ઉનાળુ ફળ નું મજા થી સેવન કરી શકે છે.

23 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

ઉનાળા ના ફળો:- કેરી :- રસાયણો થી પકવેલી કેરી કઈ રીતે ઓળખશો ?

ઉનાળા ના ફળો ની શ્રેણીમાં આ વખતે આપના ભારત માં 'ફળો ના રાજા ' એવી કેરી ની વાત કરીએ. કેરી ની સીઝન આવે એટલે આ લેખ લખનાર ડાયેટિશિયન સહિત...

Comments


bottom of page