જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્રમણમાં પાકતું આ ફળ સ્વાસ્થ્ય માટે અતિ લાભદાયક છે એવું આયુર્વેદ ના જમાના થી સિદ્ધ થયેલ છે.
જાંબુ ને ઇન્ડીયન બ્લેક બેરી અથવા બ્લેક પ્લમ ના નામે ઓળખવા માં આવે છે. ગુગલીયા પંડિતો ડાયાબિટીસ ના દર્દીઓ ને જાંબુ ખાવાની આંખ મીંચી ને સલાહ આપતા હોય છે. ખરું જોતાં, ડાયાબિટીસ સિવાય અન્ય રોગોમાં પણ જાંબુ જાદુઈ અસર અસર કરે છે. તો આવો આ અંકે આપણે આ જાંબુ ના ફાયદા જાણીએ અને કોણે જાંબુ ન ખાવા તે સમજીએ.
જાંબુ નો માત્ર ગર જ નહિ તેના ઠળિયા અને ડાળી ઓ પણ અલગ – અલગ રોગો માં ફાયદો કરે છે એવું સંશોધનો દ્વારા મલમ પડ્યું છે અને આ બધા નો ઉપયોગ કરી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દવા બનાવે છે. . દા. ત.
• જાંબુ ની ડાળીઓ નો ઉપયોગ કરી અસ્થમા, પાચનતંત્ર ના મરડા જેવા રોગો, માટેની દવાઓ બનાવવામાં આવે છે.
• જાંબુ ના ઠળિયા નો ઉપયોગ ડાયાબિટીસ ની દવા બનાવવામાં થાય છે.
• જાંબુ માં આથો લાવી બનાવેલ વિનેગર નો ઉપયોગ કિડની ના રોગો માટે ની દવા બનાવવામાં આવે છે.
જાંબુ ની ડાળીઓ
૧૦૦ ગ્રામ જાંબુ નીચે મુજબ ના પોષકતત્વો ધરાવે છે.
પોષક્તતવ પ્રમાણ
રેષા ૦.૯ gram
કાર્બોહાડ્રેટ ૧૪ gram
પ્રોટીન ૦.૧૦ ગ્રામ
ચરબી ૦.૨ ગ્રામ
કેલ્શિયમ ૨૦ મિ ગ્રામ
આયર્ન ૧.૪ મિ ગ્રામ
સોડિયમ ૨૬.૨ મિ ગ્રામ
પોટેશિયમ ૫૫ મિ ગ્રામ
વિટામિન એ ૮ IU
વિટામિન સી ૧૫ મિ ગ્રામ
ફોલિક એસિડ ૩ માઇક્રો ગ્રામ
આમ, પોષકતત્વો થી ભરપુર જાંબુ નીચે મુજબ ના સ્વાસ્થ્યલક્ષી ફાયદા ધરાવે છે.
1. હિમોગ્લોબીન વધારવા માટે :- જાંબુ ના ફળ માં સારા પ્રમાણ માં આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન સી છે જે એનિમિયા ના દર્દીઓ માં હિમોગ્લોબીન વધારવા માં મદદરૂપ થાય છે.
2. હૃદય ના સ્વાસ્થ્ય માટે :- જાંબુ માં પોટેશિયમ નું ઊંચું પ્રમાણ હોવાથી તે બ્લડ પ્રેશર ને કાબૂ માં રાખે છે આ ઉપરાંત જાંબુ માં એલાજીક એસિડ તથા એથોસાયનીન નામના તત્વો રહેલા છે જે શરીરના અંગો ને સોજા થી બચાવે છે. જાંબુ નું નિયમિત સ્સેવાં કરનાર ના હૃદય ની ધમની ઓ બરડ થતાં બચે છે.
3. પાચનતંત્ર ના સ્વાસ્થ્ય માટે :- સારા પ્રમાણ માં વિટામિન એ તથા સી ધરાવતા જાંબુ જઠર ના એસિડ ને સંતુલિત કરે છે. જઠર માં પડેલા ચાંદા ( પેપ્ટીક અલ્સર ) ના ઉપચાર માટે જાંબુ ખૂબ અસરદાર છે. આ ઉપરાંત જમ્યા બાદ પેટના ફૂલવાની ( બ્લોટિંગ) ની સમસ્યા નો ઉકેલ આવી શકે.
4. શ્વસન ના રોગો માટે :- જાંબુ માં એન્ટી બાયોટિક અને એન્ટી ઇન્ફલામેટ્રી ગુણો રહેલા છે જે સામાન્ય કફ અને શરદી થી તો ફેફસાં ને બચાવે જ છે પરંતુ બ્રોંકાઈટીસ તથા અસ્થમા જેવા ગંભીર રોગો માં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
5. સ્થૂળતા ઘટાડવા માટે :- જાંબુ માં રહેલા ગેલિક અને એલાજિક એસિડ જેવાં તત્વો ચયાપચય ની પ્રક્રિયા ( મેટાબોલિઝ્મ) ઝડપી બનાવી કેલરી ઝડપથી બળવાનું કામ કરે છે. જાંબુ માં ખૂબ ઓછી કેલરી અને વધુ માત્રા માં રેષા હોય છે જે તત્વો વજન ઘટાડવાનું કામ કરે છે.
6. ડાયાબિટીસ ની સારવાર માટે :- સંશોધનો દ્વારા જાણવા મળે છે કે જાંબુ ના ઠળિયા તથા જાંબુ ના ગર માં રહેલ જંબોલીન અને જમ્બુસીન નામના તત્વો ઇન્સ્યુલીન નું ઉત્પાદન વધારે છે અને ખોરાક ની શર્કરા ને લોહી માં ભળતા અટકાવે છે. આથી , ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખરેખર જ જાંબુ વરદાનરૂપ છે.
7. દાંત ન સ્વાસ્થ્ય માટે :- જાંબુ માં રહેલ વિટામિન સી, ફોલિક એસિડ અને ફાઇટોસ્ટિરોલ મોઢા માં રહેલી માંસપેશીઓ અને પેઢિયાં ના સ્વાસ્થ્ય માં મહત્વ નો ભાગ ભજવે છે . વળી, જાંબુ ની એસ્ત્રિંજન્ટ અસર મોં ની દુર્ગંધ દૂર કરે છે.
જાંબુ ના ખૂબ બધા ફાયદાઓ વિશે ગૂગલ પર વાંચી લોકો આંખ મીંચી ને વધુ પડતું જાંબુ નુંસેવન કરવા લાગે છે. પરંતુ કહેવત છે કે अति सर्वत्र वर्जयेत ..તે મુજબ વધુ પડતું જાંબુ નું સેવન નીચે મુજબ ની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
• વધુ પડતું જાંબુ નું સેવન તેમાં રહેલા ઊંચા પોટેશિયમ ના પ્રમાણ ને લીધે બ્લડ પ્રેશર ખૂબ નીચું કરે છે. આથી સામાન્ય વ્યક્તિ જો વધુ પડતું સેવન કરે તો લો બ્લડ પ્રેશર ની સમસ્યા ઉદભવી શકે છે.
• વધુ પડતું વિટામીન સી મળ ના બંધાવા ની પ્રક્રિયા ને ઝડપી બનાવી કબજિયાત નું કારણ બની શકે છે.
• વધુ પડતું જાંબુ નું સેવન ગરમી ઉત્પન્ન કરી ત્વચા પર ખીલ રૂપે દેખા દઈ શકે છે.
આથી, જાંબુ નું સેવન સમજી – વિચારી ને પ્રમાણસર કરવું.
Comments