top of page

ઉનાળા ના ફળો :- દ્રાક્ષ :-


ઉનાળા ના રસ થી ભરપુર ફળો ની શ્રેણી માં હજુ કેરી માર્કેટ માં પૂરી છૂટ થી ન આવે ત્યાં સુધી આજે દ્રાક્ષ વિશે જાણીએ.

દ્રાક્ષ એ બોટનિકલ ભાષા માં ' બેરી ' વર્ગ માં આવે છે. કહેવાય છે કે ૬૦૦૦-૮૦૦૦ વર્ષ પૂર્વે દ્રાક્ષ નામનું ફળ મધ્ય પૂર્વ ના દેશોમાં અસ્તિત્વ માં આવ્યું અને ત્યાર બાદ ત્યાં તેની ખેતી શરૂ કરવામાં આવી.

આશરે ૬૦૦૦ વર્ષ પહેલાં દ્રાક્ષ ની છાલ માં 'યિસ્ટ' નામની ફૂગવૈજ્ઞાનિકો ને અકસ્માતે જોવા મળી જેનો અપચો, અનિંદ્રા જેવા રોગો ના ઉપચાર માં ઉપયોગ થવા માંડ્યો અને ત્યારબાદ સૌ પ્રથમ આર્મેનિયા દેશ માં આ દ્રાક્ષ ની ફૂગ માં થી વાઇન નામનું આલ્કોહોલ ઉત્પન્ન કરવાની શરૂઆત કરવામાં આવી. દ્રાક્ષ ની લગભગ ૨૦ જેટલી અલગ અલગ જાતો નો પાક ભારત ના અલગ અલગ રાજ્યો માં લેવામાં આવે છે. જે પૈકી ની મુખ્ય ખાવા માટેના ઉપયોગમાં આવતી જાતો નીચે મુજબ છે. મોટેભાગે મહારાષ્ટ્ર , પંજાબ , ઉત્તર પ્રદેશ એ દ્રાક્ષ ઉત્પાદન સૌથી વધુ કરતાં રાજ્યો છે.

• બેંગલોર બ્લ્યુ-કાળી – બીજ વાળી( જેનો ઉપયોગ વાઇન ના ઉત્પાદન માટે કરવા માં આવે )

• થોમ્પસન

• અનાબ – એ - શાહી

• લીલી લાંબી -( સોનાકા)

• કાળી બીજ વગરની - શરદ

• લીલી બીજ વાળી ( સુલતાના)

• લીલી બીજ વગરની - દિલખુશ

• લાલ ગોળ બીજ રહિત દ્રાક્ષ ( નવીન સંશોધન) - ગુલાબી

કાળી, લાલ અને લીલી એમ ત્રણેય પ્રકાર ની દ્રાક્ષ માં કેટલાક સામાન્ય પોષકતત્વો છે જે વિશે સમજીએ પછી રંગ પ્રમાણે દ્રાક્ષ ની ખાસીયતો સમજીએ. ૧૦૦ ગ્રામ દ્રાક્ષ માં રહેલા પોષકતત્ત્વો નું પ્રમાણ નીચે મુજબ છે.

પોષક્તતવ પ્રમાણ

કેલરી ૬૯ કિ.કેલરી

કાર્બોહાઈડ્રેટ ૧૮.૧ ગ્રામ

ચરબી ૦.૧૬ ગ્રામ

પ્રોટીન ૦.૭૨ ગ્રામ

વિટામિન બી ૧ ૦.૦૬૯ મિ.ગ્રામ

વિટામિન બી૨ ૦.૭ મિ.ગ્રામ

વિટામિન બી૩ ૦.૧૧૮ મિ.ગ્રામ

Vitamin બી ૫ ૦.૦૫ મિ.ગ્રામ

વિટામિન બી ૬ ૦.૦૮૬ મિ.ગ્રામ

વિટામિન બી ૯ ૨ માઇક્રો ગ્રામ

વિટામિન સી ૩.૨ મિ.ગ્રામ

વિટામિન ઈ ૧.૬ મી. ગ્રામ

Vitamin કે ૧૪.૬ માઇક્રો ગ્રામ

કેલ્શિયમ ૧૦ મિ.ગ્રામ

આયર્ન ૦.૩૬ મિ.ગ્રામ

પોટેશિયમ ૨૦ મિ.ગ્રામ

સોડિયમ ૨ મિ ગ્રામ

પાણી ૮૧ ગ્રામ

લીલી દ્રાક્ષ :- લીલી દ્રાક્ષ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં પ્રોટીન, વિટામિન સી, ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે.

લીલી દ્રાક્ષ:-

1. લીલી દ્રાક્ષ આ સિઝનમાં ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પાચન પણ સારું રહે છે. દ્રાક્ષ સ્વાદિષ્ટ હોય છે અને સાથે જ સ્વાસ્થ્યને પણ લાભ કરે છે.

2. કબજિયાતની સમસ્યાથી મુક્તિ મળે છે. ખાસ કરીને લીલી દ્રાક્ષ ખાવાથી શરીરને ઊર્જા મળે છે અને સ્ટ્રેસ દૂર થાય છે.

3. લીલી દ્રાક્ષ ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. લીલી દ્રાક્ષમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને ઘટાડે છે અને શરીરને સ્વસ્થ રાખે છે.

4. લીલી દ્રાક્ષ વિટામીન c થી ભરપૂર હોય છે તેથી તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે હોવાથી શરીર બીમારીઓ સામે લડી શકે છે.

કાળી દ્રાક્ષ અને લાલ દ્રાક્ષ :-

કાળી દ્રાક્ષમાં વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી6, પ્રોટીન, કેલ્શિયમ, ફૉસ્ફરસ અને મેગ્નેશિયમ જેવાં પોષકતત્વો હોય છે. કાળી દ્રાક્ષ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે છે. નિયમિત કાળી દ્રાક્ષનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે.

1. કાળી અને લાલ દ્રાક્ષમાં રેસવેરેટ્રૉલ નામનું કેમિકલ હોય છે, જે એન્ટી-હાઈપરગ્લાઈસેમિક ગુણોથી ભરપૂર હોય છે. જે શરીરમાં ઈંસુલિન લેવલને વધતું અટકાવે છે. જો તમે ડાયાબિટિસના દર્દી હોવ તો, ડૉક્ટરની સલાહ બાદ જ કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.

2. કાળી અને લાલ દ્રાક્ષમાં પોટેશિયમ અને ફાઈટોકેમિકલ્સ જેવાં તત્વો હોય છે, જે હ્રદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તો તેમાં રહેલ પૉલીફિનોલસ જેવા એન્ટી ઓક્સિડન્ટ તત્વો બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે.

3. કાળી અને લાલ દ્રાક્ષમાં રહેલ રેસવેરેટ્રોલ નામનું કેમિકલ હાડકાં માટે ખૂબજ ફાયદાકારક ગણાય છે. જે બોન ડેન્સિટી વધારવામાં મદદ કરે છે. તો કાળી દ્રાક્ષમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

4. કાળી અને લાલ દ્રાક્ષ માંએન્ટી-ઑક્સીડેટિવ, એન્ટી-એપોપ્ટોટિક અને એન્ટી-ઈંફ્લેમેટરી ગુણો હોય છે. કાળી દ્રાક્ષનું સેવન કરવાથી ઉંમર સંબંધિત નેત્ર વિકાર, ગ્લૂકોમા અને મોતિયાબિંદ જેવી સમસ્યાઓથી બચાવ થાય છે.

સ્વાસ્થ્ય માટે દ્રાક્ષનું સેવન ખૂબજ ફાયદાકારક ગણાય છે. હેલ્ધી રહેવા માટે તમે પણ ડાયટમાં તેનો સમાવેશ કરી શકો છો. પરંતુ ડાયાબિટીસ અને કિડની ના દર્દીઓ એ તેનું સેવન કરતાં પહેલાં એકવાર ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ.


28 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page