મોટેભાગે ભારત અને આફ્રિકા માં તેનું મૂળ ધરાવતું આ પાણીદાર ફળ, ઉનાળા માં કેરી ના આગમન પહેલાં ભારતીય ઘરો માં ખૂબ ખવાય છે. તેની અત્તર મસ્ક જેવી સુગંધ ને કારણે અંગ્રેજી માં તેને 'મસ્ક્ મેલન' અને ગળ્યા સ્વાદ ને કારણે ‘ સ્વીટ મેલન તરીકે પણ ઓળખાય છે.ભારત માં બધું મળીને હરા મધુ, દુર્ગાપુર મધુ, રાજહંસ, પંજાબ હાઈબ્રીડ,શરબતી અને રસરાજ જેવી ટોટલ ૭ અલગ અલગ જાત ની શક્કરટેટીઓ પકવવામાં આવે છે.
જો ‘ કેરી ‘ ને 'ઉનાળા ના ફળો નો રાજા’ કહેવામાં આવે, તો શક્કરટેટી ને ‘ વજીર ‘ તો કહી જ શકાય. કેરી માં રહેલા મોટે ભાગનાં તમામ પોષકતત્વો ઉપરાંત શક્કરટેટી ઊંચી માત્રા માં પાણી ધરાવે અને કેલરી નું પ્રમાણ કેરી કરતાં ઓછું હોય જેથી હેલ્થ કોંશિયસ લોકો ની પહેલી પસંદ બની છે.
તો આવો, આ અંકે આ શક્કરટેટીમાં રહેલા પોષકતત્વો ને જાણીએ અને શક્કરટેટી ખાવાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.
૧૦૦ ગ્રામ શક્કરટેટીના ગર માં નીચે મુજબ ના પોષકતત્વો રહેલા છે.
આમ, ઉપર મુજબ ના પોષકતત્વો ધરાવતી શક્કરટેટીના સ્વાસ્થ્ય અંગે ફાયદાઓ પણ ખૂબ પ્રચલિત છે. આવો તે વિશે સમજીએ.
· ઉનાળા માં શરીર ને ડી હાઈદ્રેટ થતાં બચાવે :- પાણી નું ઊંચું પ્રમાણ ધરાવી હોઈ શકકરટેટી ઉનાળા માં શરીર માં પાણી ની કમી થવા દેતી નથી. વળી, સોડિયમ અને પોટેશિયમ નું ઊંચું પ્રમાણ લોહીની પ્રવાહિતા ને જાળવી રાખે છે જેથી લૂ લાગવા થી બચી શકાય છે.
· રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે:- વિટામિન સી નું ઊંચું પ્રમાણ રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.
· દૃષ્ટિ અને આંખો ના રોગો માં ફાયદાકારક :- વિટામીન એ નું ઊંચું પ્રમાણ ધરાવતી હોય શક્કરટેટી આંખો ના રોગો માટે અને આંખો ના તેજ માટે ખૂબ ફાયદાકારક છે.
· હૃદય રોગો માં મદદરૂપ :- પોટેશિયમ નું ઊંચું પ્રમાણ બ્લડ પ્રેશર ને સંતુલિત રાખે છે. વળી, એડીનોસીન નામનું લોહી ને પાતળું રાખતું તત્વ શક્કરટેટી માં રહેલું છે જે લોહી માં ચરબી ના ગઠ્ઠા થતાં અટકાવે છે.
· આંતરડા ના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા પાચક રેશાઓ થી ભરપુર શક્કરટેટી કબજિયાત ન દર્દીઓ ને ખૂબ મદદરૂપ થાય છે.
· વજન ઉતારવામાં મદદરૂપ :- શક્કરટેટી ખૂબ જ સુપાચ્ય એવા રેષાઓ ધરાવે છે જેને લીધે તે લાંબો સમય પાચનતંત્ર માં રહે છે જેથી ભૂખ ઓછી લાગે છે અને વધુ પડતો ખોરાક ખાતાં વ્યક્તિ અટકે છે. વળી, શક્કરટેટી ખૂબ ઓછી કેલરી ધરાવે છે .આથી ,વધુ માત્રા માં ખાવા છતાં વધુ કેલરી નો સંગ્રહ થતો નથી.
· ડાયાબિટીસ ના દર્દીઓ માટે ફાયદાકારક:- કેટલાક ડાયાબિટીસ ના દર્દીઓ માં કિડની નું કાર્ય ખોટકાવા ની સમસ્યા ઘણી સામાન્ય હોય છે જેને તબીબી ભાષા માં ‘ ડાયાબીટીક નેફ્રોપથી ‘ કહેવામાં આવે છે. શક્કરટેટી માં રહેલું ‘ ઓક્સિકાઈન ‘ નામનું તત્વ કિડની ના બગડેલા કોષો ને રિપેર કરવાનું કાર્ય કરે છે. વળી, શક્કરટેટી નો ગલયસેમિક લોડ ઓછો હોઈ ડાયાબિટીસ ના દર્દીઓ તેને નિશ્ચિત માત્રા માં ( દિવસ દરમ્યાન ૨૦૦ગ્રામ ) જેટલું ખાઈ શકે છે.
· ત્વચા ની ચમક માટે ઉપયોગી :- શક્કરટેટીનું કોલાજન ત્વચા ની ચમક માટે અને ઉમર ને કારણે ત્વચા માં પડતી કરચલીઓ ને દૂર રાખવા માં મદદ કરે છે.
આટલા બધા ફાયદા હોવા છતાં શક્કરટેટી વધુ પડતી આરોગવાથી ગેસ , અપચો તથા પાતળા ઝાડા થઈ શકે છે. વળી, શક્કરટેટી નું કેટલાક ખાદ્યપદાર્થો જેવા કે દૂધ, દહીં, આથા વાળો ખોરાક ની સાથે ખાવાથી અપચો થઈ શકે છે.
આથી શક્કરટેટી નો યોગ્ય રીતે વ્યવહારપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
Comments