ઉનાળાના ફળો ની શ્રેણીમાં આ વખતે ‘ શેતૂર ' વિશે જાણકારી મેળવીએ. ઉનાળા માં ડુમસ વળી માસી લાલ – જાંબલી રંગ ના શેતૂર ના ટોપલા ભરી ને બેસતી એ જોઈ ને જ મોં માં પાણી આવતું. મોં માં મૂકતાં જ એનો મીઠો રસ ગાળામાં ઉતરી જતો . બા બજાર માં 'મંજુ ફળવાળી' પાસેથી શેતૂર લાવી, ધોઈ એમાં જરૂર પૂરતી ખાંડ ઉમેરી ને એનો ઠંડો જ્યુસ બનાવી અમને બાળકો ને પીવડાવતા ..અહાહા... એ નાનપણ ના ઉનાળુ વેકેશન ના દિવસો હજુ યાદ છે. હજુ પણ ઉનાળા માં એ શેતુર ના ટોપલા જોઈ નાનપણ યાદ આવે.
આવો આ સીઝન માં શેતૂર વિશે , તેના ફાયદા વિશે જાણીએ.
લગભગ ૬૪ જેટલી અલગ અલગ જાતો ધરાવતા શેતુર્ પૈકી મુખ્યત્વે ૩ પ્રકાર ના લાલ, સફેદ અને જાંબલી રંગના શેતૂર ભારત માં પકવવા માં આવે છે. ખૂબ ગરમી અને રસાળ જમીન માં આ શેતૂરનો પાક લેવામાં આવે છે. શેતૂર ખોરાક ઉપરાંત અન્ય વધુ કીમતી ઉપયોગ માટે પકવવામાં આવે છે અને તે છે રેશમ ના ઉત્પાદન માટે. શેતૂરના પાન ખાનાર કીડા પોતાની આસપાસ પોતાની લાળ માં થી જે કોશેટો બનાવે છે એ કોશેટા ને ખોલી એને રેશમ ના તાંતણા માં પરિવર્તિત કરવામાં આવે છે. આ શેતૂરના કીડા ના ઉછેર નો ઉદ્યોગ રેશમ ના ઉત્પાદન માટે ખાસ કરીને પશ્ચિમ બંગાળ માં ખૂબ ફૂલ્યો ફાલ્યો છે.
ફળો ના રાજા કેરી ના માર્કેટ માં આગમન થવા પહેલાં લોકો મન ભરી ને તરબૂચ, શક્કર ટેટી, દ્રાક્ષ , શેતૂર જેવા ફળો આરોગે છે અને તેમના ફાયદા લે છે.
૧૦૦ ગ્રામ શેતૂર નીચે મુજબ ની માત્રામાં પોષકતત્વો ધરાવે છે.
પોષકતત્વો પ્રમાણ
કેલરી ૪૩ કિ કેલરી
ચરબી ૦.૩૯ ગ્રામ
પ્રોટીન ૧.૪૪ ગ્રામ
કાર્બોહાડ્રેટ ૯.૮ ગ્રામ
વિટામિન એ ૧ માઇક્રો ગ્રામ
વિટામિન સી ૩૬.૪ મિ ગ્રામ
વિટામિન ઈ ૦.૮૭ મિ ગ્રામ
વિટામિન કે ૭.૮ માઇક્રો ગ્રામ
કેલ્શિયમ ૩૯ મિ ગ્રામ
આયર્ન ૧.૮૫ મિ ગ્રામ
પોટેશિયમ ૧૯૪ મિ ગ્રામ
સોડિયમ ૧૦ મિ ગ્રામ
પાણી ૮૭.૬ ગ્રામ
આ પ્રકાર ના પોષકતત્વો ધરાવતા શેટુર નીચે મુજબ ના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ ધરાવે છે.
• પાચક્રિયા સુધારે:- શેતૂર ના રેષા પાચનક્રિયા ને સરળ બનાવી કબજિયાત થી રાહત અપાવે અને પાચનતંત્ર ના રોગો થી મુક્તિ અપાવે.
• ડાયાબિટીસ માં ફાયદાકારક :- શેતૂર માં રહેલા કેટલાક પોષકતત્વો પર થયેલ સંશોધન મુજબ તે પોષકતત્વ ટાઇપ -૨ ડાયાબિટીસ ની સારવાર માટે ખૂબ ઉપયોગી છે. ડાયાબિટીસ ના દર્દીઓ શેતૂર વિના સંકોચ ખાઈ શકે છે.
• કેન્સર ની સારવાર માં મદદરૂપ :- શેતૂરમાં રહેલા એંથો સાયાનીન નામના રસાયણો આંતરડાં, પ્રોસ્ટેટ અને થાઈરોઈડ ના કેન્સર ની સારવાર માં મદદરૂપ થાય છે.
• એનિમિયા થી રક્ષણ :- શેતૂર લોહતત્વ થી ભરપુર છે જે આયર્નની ખામી એનિમિયા થી પીડાતા લોકો માટે ખૂબ ઉપયોગી છે.
• હાઇપરટે્નશન દૂર કરે :- શેતૂરમાં રહેલા વિટામિન ઈ જેવા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વો હૃદય થી શરીર ના અન્ય ભગો તરફ રક્ત નું પરિભ્રમણ સરળ બનાવે છે. અને લોહી ને શુદ્ધ રાખે છે.
• હાડકા મજબૂત કરે:- કેલ્શિયમ નું ઊંચું પ્રમાણ હોવાથી શેતૂર હાડકા ને લગતી સમસ્યા ઓ ને દુર કરે તથા વધતાં બાળકો માટે તથા મેનોપોઝ અને વૃદ્ધાવસ્થા માટે જરૂરી માત્રા માં કેલ્શિયમ પૂરું પાડે જેથી શેતૂરદરેક ઉમર ની વ્યક્તિ માટે ફાયદાકારક છે.
• તાવ અને ફ્લૂ જેવા રોગો માં ફાયદાકારક:- શેતૂરનું ફ્લેવેનોઇડ તાવ સામે અને ફ્લૂ જેવા રોગો સામે રક્ષણ આપે છે. આથી , તાવ કે શરદી થઈ હોય તો શેતૂરનો રસ પૂરતી માત્રા માં આપવાથી ફાયદાકારક સાબિત થઈ શકે.
• લીવર ના રોગો માં ખૂબ મદદ કરે:- સિરોસિસ અથવા ફેટી લીવર જેવા રોગો માં શ્વતુર નો રસ જાદુઈ અસર કરતો જોવા મળ્યો છે. શેતૂર નું વિટામિન ઈ અને વિટામિન કે લીવર નું શુદ્ધિકરણ કરે છે.
આમ, શેતૂર રેશમ ના ઉત્પાદન ની સાથોસાથ સ્વાસ્થ્ય પણ રેશમ જેવું સુવાળું રાખવાની ક્ષમતા ધરાવે છે.
પરંતુ શેતૂર નો વધુ પડતો વપરાશ અપચો અને પાતળા ઝાડા મટે કારણભૂત હોઈ શકે. આથી સંયમિત માત્રા માં એટલે કે દિવસ દરમ્યાન ૧૦૦ ગ્રામ થી વધુ શેતૂર નો ઉપયોગ કરવો નુકસાનકારક પણ સાબિત થઈ શકે.
Коментарі