top of page

"એસિડ રિફલકસ".. ખોરાક થી કાબૂમાં લાવી શકાય..!”


આજકાલ નાના બાળકો થી લઈ વૃદ્ધો સુધી સૌ એસિડિટી ની ફરિયાદ કરતા હોય છે. લોકોની જીવનશૈલી, ખાન પાન ની રીતો બદલાઈ છે. સતત બહારનો ખોરાક, વધુ પડતાં મસાલા – મેંદા વાળો ખોરાક, ખૂબ દોડ ભાગ વાળી જિંદગી , સ્ટ્રેસફૂલ જીવન ..આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક શરીર માં વધુ એસિડ ઉત્પન્ન થવા માટે કારણભૂત પરિબળો છે.જ્યારે વધુ પડતો એસિડ ..આ માટે આવો સમજીએ એસિડ રીફલકસ જેવા સંજોગો માં થાય છે ..

આ એસિડ રિફ્લક્સ એટલે શું તે આવો સમજીએ:-

આપણા જઠર માં જટિલ ખોરાક ને પચાવવા માટે ‘ હાઇડ્રોકલોરિક એસિડ ‘ ઉત્પન્ન થાય છે.આપણા જઠર અને અન્નનળી જ્યાં મળે છે ત્યાં એક નાનકડો વાલ્વ હોય છે. આ વાળવ ખોરાક ને અન્નનળી માં થી જઠર તરફ ધકેલે છે. ખોરાક જઠર માં પહોચ્યા બાદ આ વાલ્વ બંધ થઈ જાય છે જેથી જઠર માં થી ઉપર ની તરફ જઈ શકતી નથી. ક્યારેક જઠર માં વધુ પ્રમાણ માં એસિડ ઉત્પન્ન થાય અને આ એસિડ ને કારણે આ વાલ્વ ખુલો રહી જાય ત્યારે આ જઠર નો એસિડ મોઢા તરફ આવે છે અને છાતી માં બળતરા ઉત્પન્ન કરે છે. આ સમસ્યા ને ‘ એસિડ રિફલક્સ ‘ કહેવામાં આવે છે.

એસિડ રીફલક્સ ના લક્ષણો :-


• પેટ ના ઉપરના ભાગ થી લઇ છાતી અને ગળા સુધી બળતરા થવી

• ખાટું – તીખું પ્રવાહી મોઢામાં આવવું.

• ખોરાક ખાધા બાદ લાંબા સમય સુધી પેટ ફૂલેલું લાગવું.

• મળ નો રંગ કાળો થવો

• ભૂખ ન લાગવી

• ઓડકાર આવવા

એસિડ રિફ્લકસ થવા માટે જવાબદાર પરિબળો..

· ખૂબ વધુ માત્રા માં એકસાથે ખાવું

· ખાધા પછી તુરંત સુઈ જવું

· વધુ પડતી સ્થુળતા

· રાત્રે સુવા પહેલા નાસ્તો કરવો

· દારૂ, કાર્બોનેટેડ પીણાં, કોફી, ચા જેવા પીણાઓ નો અતિરેક..

· ધુમ્રપાન

· કેટલીક પેઇન કિલર અને એન્ટી બાયોટિક જેવી દવાઓ

· સૂકા, ગરમ મસાલા નું સેવન

· અથાણાં નું સેવન

એસિડ રિફ્લકસ નિવારવા શું કરશું?

• લાલ મરચું અને ગરમ મસાલા વાળો ખોરાક ટાળવો.

• તળેલો ખોરાક ન ખાવો . તળેલા ખોરાક ને પચાવવા માટે વધુ પ્રમાણ માં એસિડ ઉત્પન્ન થાય છે.

• ખોરાક માં દહીં નો ઉપયોગ ખાસ કરવો. દહીં ની ઠંડી પ્રકૃતિ એસિડ ની અસર ઓછી કરે છે. વળી, દહી માં રહેલા પ્રો બાયોટીક બેક્ટેરિયા પાચન ને ઝડપી બનાવશે.

• ખૂબ લાંબા સમય સુધી પેટ ખાલી ન રાખવું. દર બે અઢી કલાકે ફળો, લીંબુ શરબત,છાશ, શેકેલો નાસ્તો જેવો થોડો – થોડો આહાર લેતા રહેવું જોઈએ જેથી જઠર ના એસિડ ને મંદ પડી શકાય.

• કોફી – ચા ટાળવા. ચા – કોફી માં રહેલું કેફીન અને ટેનિન વધુ પ્રમાણ માં એસિડ ઉત્પન્ન કરે છે.

• થોડા – થોડા સમયાંતરે પાણી પીવું. ખોરાક ખાવા ની સાથે પણ પ્રત્યેક કોળીએ ૧-૧ ઘૂંટ પાણી પીવું . આમ કરવાથી ખોરાક ને પચાવવા માટે વધુ એસિડ નું ઉત્પાદન અટકી શકે.

• ધુમ્રપાન ની આદત હોય તો તે છોડવી

• આલ્કોહોલ ખાસ કરીને બિયર નું સેવન કરવાથી વધુ એસિડ ઉત્પન્ન થાય છે .

• દૂધી+ પાલખ+ ટામેટાં + લીંબુ ની રસ એસિડ ની અસર મંદ કરે છે. આ રસ નું બ્રેકફાસ્ટ અને બપોરના નાસ્તા પહેલા સેવન કરવું જોઈએ.

ખોરાક ઉપરાંત નીચેના કેટલાક ઉપાયો પણ રિફ્લકસ ની સારવાર માં કારગત સાબિત થઈ શકે.

1. પલંગ ની માથા નીચેનો ભાગ ૪-૬ ઇંચ જેટલો ઊંચો રાખી સૂવું. માથું નીચે તરફ ઢળતું રાખવું નહિ. આમ કરવાથી એસિડ ઉપર આવતાં અટકે છે.

2. સૂવાના ૨ થી ૩ કલાક પહેલા જમી લેવું.

3. કારણ વગર દુખાવા ની દવાઓ , એન્ટી બાયોટિક્સતથા અન્ય કોઈ પણ દવાઓ લેવાની ટાળવી.

4. બપોરે જમીને સૂવાની આદત હોય તો માત્ર ખુરશી પર જ લંબાવવું.

5. ખૂબ ટાઇટ કપડાં અને કમર પર બેલ્ટ પહેરવું ટાળવું.

6. જો શરીર નું વજન વધુ હોય, ખાસ કરી ને પેટ ના ભાગ પર ચરબી નો ભરાવો વધુ હોય, તો તે ઉતારવાનો પ્રયત્ન કરવા માટે સત્વરે લાગી પડવું. તે માટે યોગ્ય આહાર અને કસરત નો સમન્વય કવોલીફાઈડ ડાયેટીશિયન તથા ટ્રેનર ની મદદ લઈને કરવો.

7. જો એસિડ રિફ્લકસ એક અઠવાડિયા થી વધુ રહે, તો ડોકટર ની સલાહ લઈ યોગ્ય સારવાર કરવી.


56 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page