top of page

કબજિયાત માં આટલું કરવું ફરજિયાત ….

કબજિયાત હવે માત્ર ઘરડાઓ નો વ્યાધિ નથી રહ્યો. નાનાં નાનાં બાળકો પણ આજકાલ કોંસ્ટીપેશન ના શિકાર બની રહ્યા છે. પાચનતંત્ર ને લગતી સમસ્યા ઓ માં કબજિયાત એ સૌથી વધુ સામાન્ય સમસ્યા છે. નીચે પ્રમાણે ના લક્ષણો કબજિયાત ના લક્ષણો હોઈ શકે. • જમ્યા પછી પેટ ભારે લાગવું • રોજ પેટ સાફ ન આવવું • કઠણ મળ પસાર થવો • મળ પસાર કરવા માટે ખૂબ જોર કરવું પડે • પેટ માં નાભિ ની આસપાસ અથવા પેટ માં ડાબી બાજુ સહેજ નીચે ના ભાગ માં દુઃખાવો થવો. • થોડા થોડા સમયે થોડો થોડો મળ પસાર થવો. એકસાથે બરાબર પેટ સાફ ન થવું. • મળમાર્ગે દુઃખાવો થવો આમાંથી કોઈ પણ એક અથવા એક થી વધુ લક્ષણો કબજિયાત ના હોઈ શકે. કબજિયાત થવા માટે નીચે મુજબના કારણો જવાબદાર હોઈ શકે : 1. જંક ફૂડ નું વધુ પડતું સેવન 2. ખૂબ ઓછું પાણી પીવું 3. ખૂબ ઓછી શારીરિક કસરત 4. વિટામિન બી નું ઓછું હોવું 5. શરીરમાં લોહતત્વ ની ખામી 6. વધુ પડતું ડેરી ઉત્પાદનો નું સેવન 7. કેટલીક એસિડિટી ઘટાડવા માટેની દવાઓ પાચનતંત્ર ના કાર્ય ને ધીમું કરો કબજિયાત નું કારણ બને છે 8. કેટલીક દર્દનાશક દવાઓ, ડિપ્રેશન માટેની દવાઓ , તથા ડાય યુરેટિક્સ દવાઓ પણ કબજિયાત નોતરી શકે છે. 9. પાર્કિન્સન અને લકવા જેવા રોગો ના દર્દીઓ કબજિયાત ના શિકાર બની શકે છે. 10. સ્ટ્રેસ અને ડિપ્રેશન કબજિયાત નું કારણ હોઈ શકે 11. થાઈરોઈડ માં રોગીઓ ને પણ કબજિયાત થઈ શકે 12. મળને લાંબો સમય રોકી રાખવાની આદત ને કારણે કબજિયાત થઈ શકે. આમ, ઉપર મુજબ ના ઘણા કારણો ને લીધે કબજિયાત થઈ શકે. તો આવો જાણીએ, કબજિયાત નિવારવા શું કરી શકાય:- • રેશાયુક્ત આહાર નું સેવન :- આજકાલ જંકફુડ ની ઘેલછા અબાલવૃદ્ધ સૌ ને ગાંડા કરી રહી છે. તેમાં ઓનલાઇન ભોજનો મગાવી આપણે કબજિયાત ને આપણા શરીરમાં નિમંત્રણ આપીએ છીએ. ફાસ્ટ ફૂડ મોટે ભાગે મેંદા ના બનેલા હોય જે નહિવત પ્રમાણ માં રેષા ધરાવે. રેષાવિહીન ખોરાક ચોક્કસપણે કબજિયાત નોતરે. રોજિંદા આહાર માં ઓછા માં ઓછા ૨ ફળો પુષ્કળ પ્રમાણમાં લીલી ભાજી, કાચા શાકભાજી સલાડ સ્વરૂપે લેવાવા જોઇએ. • ગરમ પાણી :- દિવસ ની શરૂઆત અને અંત ગરમ પાણી થી થવો જોઈએ . ગરમ પાણી આંતરડા ની હલનચલન વધારી અને મળને ઢીલો કરી પેટ સરળતા થી સાફ કરવામાં મદદરૂપ થાય છે. • કેળા :- કેળા માં રહેલા રેષા, મળને સોફ્ટ કરી આગળ ધપાવે છે. આથી, જો ડાયાબિટીસ અને સ્થુળતા નો પ્રશ્ન ન હોય તો દિવસ દરમ્યાન એક કેળુ આરોગવું જોઈએ. • કાળી સૂકી દ્રાક્ષ :- પલાળેલી ૮ થી ૧૦ કાળી સૂકી દ્રાક્ષ નું નરણે કોઠે સેવન કબજિયાત માં દેખીતી રાહત આપે છે. • મેથી દાણા :- કાચી સૂકી મેથી ના ૨૦-૨૫ દાણા રાત્રે સૂતી વખતે ગરમ પાણી સાથે ગળવાથી ફાયદો રહે છે. અલબત, મેથી સૌ કોઈ ને માફક ન પણ આવે . પહેલાં ૨-૩ દિવસ ૪-૫ દાણા લઈ ટ્રાય કરી જુઓ. • દહી અને છાશ નું સેવન :- દહી માં આંતરડા ના કાર્ય ને મદદરૂપ થતા પ્રો બાયોટિક્ હોઈ રોજ દહી તથા છાશ નું સેવન ખૂબ ઉપયોગી રહે. • કસરત :- બેઠાડુ જીવન કબજિયાત નું મોટું કારણ હોય છે. નિયમિત કસરત પાચનતંત્ર ને સક્રિય રાખે છે. બિલકુલ કસરત ન કરવાથી પાચનતંત્ર શિથિલ થવા પામે છે. • મળ ને રોકી રાખવું નહિ :- ઘણા લોકો ઇન્ફેક્શન ના દર થી ચોખ્ખા ન હોય એવા શૌચાલયો માં હાજત જવાનું ટાળે છે અને એના પરિણામે લાંબા ગાળે આ આદત કબજિયાત માં પરિણમી શકે.આથી, કુદરતી કોલ આવે તો એને ટાળવો નહિ. • પૂરતી ઉંઘ લેવી :- રાત્રી ની ૭ થી ૮ કલાક ની ઊંઘ દરમ્યાન શરીર અંદર થી સફાઈ નું કાર્ય કરે . અપૂરતી ઊંઘ હોય, તો આ સફાઈ કાર્ય બરાબર ન થતાં કબજિયાત થઈ શકે. • માનસિક શાંતિ :- તનાવપૂર્ણ જીવન હોય તેવી વ્યક્તિ કબજિયાત નો ભોગ થઈ શકે. થોડું ધ્યાન અને પ્રાણાયામ ચોક્કસ મદદ કરી શકે. આમ, થોડીક કાળજી આપણને કબજિયાત થી બચાવી શકે. કબજિયાત જો લાંબો સમય રહે તો મળમાર્ગ ના મસા , ફિશર ( મળમર્ગ માં કાપા પડવા) જેવી સમસ્યાઓ થઈ શકે. કબજિયાત નું કારણ આંતરડા માં ગાંઠ હોઈ શકે . આથી, જો કબજિયાત ની સમસ્યા લાંબી ચાલે તો ડોકટર નો સંપર્ક કરી ત્વરિત ઉકેલ લાવવો હિતાવહ છે. .

346 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page