top of page
Writer's pictureFit Appetite

કોદરી – એક જાદૂઈ ધાન્ય:-

આજકાલ ઘણા લોકો પૂછે છે કે “ આ કોદરી એટલે શું? એ કેવું અનાજ છે? ખવાય કે કેમ? ડાયાબીટીસ ન પેશન્ટ ને નુકસાન તો નહિ કરે ને? ઘઉં સારા , ચિકા સારા કે કોદરી સારી ? તો આવો, આપની ‘ કોદરી ‘ વિશે જાણવાની જિજ્ઞાસા નું અહી સમાધાન કરીએ... આફ્રિકા ના દેશો માં તેનું મૂળ ધરાવતી કોદરી લગભગ ૩૦૦૦ વર્ષોથી ભારત ના મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ જેવા રાજ્યો માં પકવવામાં આવે છે. આ રાજ્યો માં મુખ્ય આહાર તરીકે કોદરી નો ઉપયોગ કરવામાં આવે છે. આજ કાલ ડાયાબિટીસ ના દર્દીઓ માં કોદરી નો ઉપયોગ ચોખા ને બદલે કરવામાં આવે છે. વળી, હેલ્થ કોનશિયસ લોકો પણ પોતાના ભાણા માં ઘઉં અને ચોખાને બદલે કોદરી ને રિપ્લેસ કરવા માંડ્યા છે. તો આવો જાણીએ કોદરી ના ફાયદાઓ વિશે :- • બ્લડ પ્રેશર કાબૂ માં રાખે છે:- કોદરી માં ચરબી નું પ્રમાણ ખૂબ ઓછું છે અને રેષા નું પ્રમાણ ખૂબ વધારે છે જે લોહીમાં કોલેસ્ટ્રોલ ની માત્રા નિયંત્રણ માં રાખે છે. • ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી :- કોઈ પણ ખોરાક નો ‘ ગલયસેમિક ઇન્ડેક્સ ‘ તે ખોરાક માંથી કેટલી ઝડપ થી શુગર ને લોહી માં ભેળવી શકે છે તેના પર આધારિત હોય છે . આવો કેટલાક અનાજ અને ધાન્યો ના ગ્લાયસેમિક ઇન્ડેક્સ વિશે જાણીએ. અનાજ / ધાન્ય ગલાયસેમિક ઇન્ડેક્સ ચોખા ૮૯ ઘઉં ૬૭ બાજરી ૫૪ જુવાર ૬૨ રાગી ૬૦ જવ ૨૫ કોદરી ૪૧.૭ ડાયાબિટીસ ના દર્દીઓ માટે ઉત્તમ ગલાયસેમીક ઇન્ડેક્સ :- ૫૦ થી ઓછો ડાયાબીટીસ ના દર્દીઓ માટે માધ્યમ ગ્લાયસેમિક્ ઇન્ડેક્સ :- ૫૦-૭૦ ડાયાબિટીસ ના દર્દીઓ માટે હાનીકારક ગલાયસેમિક્ ઇન્ડેક્સ :-૮૦ થી ઉપર ઉપર ના કોષ્ટક માં જોતાં, ઘઉં અને ચોખા સિવાય ના અન્ય ધાન્યો ડાયાબિટીસ ના દરદીઓ માટે વધુ ફાયદાકારક છે. કોદરી અને જવ એ પૈકી સૌથી ઓછો ગલાયસેમીક્ ઇન્ડેક્સ ધરાવે છે. • ગોલ બ્લેડર ની કાર્યક્ષમતા વધારે છે. :- મોટેભાગે ખોરાક માં કોલેસ્ટેરોલ નું પ્રમાણ વધતાં, તેની પથરી બની તે ગોળ બ્લેડર માં જમા થઈ ગોલ બ્લેડર ની કાર્યક્ષમતા ઘટાડે છે. કોદરી માં ચરબી ની માત્રા ખુબ ઓછી ( માત્ર ૧.૪ ગ્રામ પ્રતિ ૧૦૦ ગ્રામ કોદરી ) હોઈ લોહી માં કોલેસ્ટેરોલ ની માત્રા વધવા દેતું નથી અને આમ તે ગોલ બ્લેડર માં પથરી થવાથી રોકે છે. • કિડની ના રોગો માં ફાયદાકારક :- કોદરી ફોસ્ફરસ નું નીચું પ્રમાણ ધરાવતી હોય કિડની ને ઓછામાં ઓછું નુકસાન કરે છે. ખાસ કરી ને ડાયાલિસિસ કરવું પડતું હોય , એવા દર્દીઓ માટે કોદરી એ અન્ય અનાજ ની સરખામણી માં ઉત્તમ છે. • વજન ઉતારવા માંગતા હોય તેઓ માટે વરદાનરૂપ :- પુષ્કળ પ્રમાણ માં રેષા ધરાવતી હોઈ, કોદરી ખાધા પછી લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે અને વારંવાર ભૂખ લાગતી નથી. આથી એક સમયે વ્યક્તિ વધુ ખોરાક આરોગી શકતો નથી જે વૃત્તિ વજન ઉતારવા માટે ખૂબ મદદરૂપ થાય છે. • કબજિયાત ટાળે:- રેશાઓ થી ભરપુર કોદરી કબજિયાત દૂર કરે છે. • એન્ટી ઓક્સિડન્ટ નો ખજાનો :- કોદરી એ પોલીફિનોલ નામના એન્ટી ઓક્સિડન્ટ ધરાવે છે જે આંતરડાં ને અંદર થી સાફ રાખવામાં મદદરૂપ થાય છે. આટલા બધા ફાયદા ધરાવતી કોદરી પણ પ્રમાણસર આરોગવી હિતાવહ છે. દિવસ દરમ્યાન ૩૦-૪૦ ગ્રામ થી વધુ એક વ્યક્તિ એ આરોગવી નહિ. વધુ પડતું સેવન થાઈરોઈડ ગ્રંથિ ને નુકસાન કરી શકે. આમ, આટલા ફાયદા ધરાવતી કોદરી જો ખોરાક માં ઘઉં અથવા ચોકા ને બદલે વાપરવાં માં આવે તો સ્વાસ્થ્ય ને ઘણો ફાયદો થઈ શકે.

100 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

コメント


bottom of page