top of page

'કેન્સર' ની બીમારી માં આ પ્રકાર નો આહાર મદદરૂપ થઈ શકે…

૪થી ફેબ્રુઆરી એ ' વર્લ્ડ કેન્સર ડે ' તરીકે ઓળખાય છે. આજકાલ કેન્સર ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ઘર ઘર માં કેન્સર ના પેશન્ટો જોવા મળી રહ્યા છે. પણ આમ જોઈએ તો ,આધુનિક શોધખોળો અને નવીનતમ દવાઓ ના સંશોધન ને કારણે “ કેન્સર એટલે કેન્સલ “ એવો હાઉ રહ્યો નથી. કેન્સર એ વધુ પડતી ઉત્પત્તિ પામતાં કોષો નો સમૂહ છે જે શરીર માં ગાંઠ સ્વરૂપે સ્થાપિત થાય છે અને આપણી રોજબરોજ ની દેહધાર્મિક ક્રિયાઓ માં અંતરાય ઉત્પન્ન કરે છે. કેન્સર શરીર ના કોઈ પણ ભાગ માં થઈ શકે છે અને કેન્સર થવાના ચોક્કસ કારણ પણ હજુ સંશોધન નો વિષય જ છે. પરંતુ એક વાર કેન્સર થયા બાદ અમુક પ્રકાર નો ખોરાક ચોક્કસ નુકસાન કરી શકે. વળી, કેવા પ્રકારના ખોરાક દ્વારા કેન્સર ના લક્ષણો માં રાહત અનુભવાય તેની ચર્ચા આપણે આ અંકે કરીશું. ખરું જોતાં, શરીર ના અલગ અલગ અંગો માં થતાં કેન્સર માં લેવાતા આહાર ની અને પોષકતત્વો ની જરૂરિયાત એ કેન્સર કયા ભાગ માં થયું છે, કયા સ્ટેજ નું છે તથા તેના ઉપચાર માટે કઈ થેરાપી નો ઉપયોગ થઈ રહ્યો છે તે મુજબ બદલતી રહે છે. જેમકે પાચન તંત્ર ના કેન્સર માં કે જેમાં ખોરાક લેવાતો જ ન હોય તેમાં, નસો માં થી પોષકતત્વો બોટલ દ્વારા ચઢાવવા પડે તો વળી, ત્વચા અને સ્તન ના કેન્સર માં પેશન્ટ કોઈ પણ ખોરાક સરળતાથી લઈ શકે. આમ, કેન્સર ના પ્રકાર અનુરૂપ અહારશૈલી બદલાય, પરંતુ અહી આપણે કેટલીક સામાન્ય બાબતો ની ચર્ચા કરીશું. 1. “ કેન્સર છે” એવું જાણવા ની સાથે જ એક અજ્ઞાત ભય મન માં ઘર કરી જતો હોય છે અને આંખ સામે ટૂંકી જીવનરેખા દૃશ્યમાન થવા માંડે. આ પ્રકાર ની માનસિકતા નેગેટીવ થીંકિંગ અને ડિપ્રેશન તરફ દોરી જાય. નેગેટિવિટી અને ડિપ્રેશન ચોક્કસ શરીર ને કેટાબોલીઝમ એટલે કે નકારાત્મક કોષ વિઘટન તરફ લઈ જાય. એથી, “ હવે દરેક પ્રકાર ના કેન્સર નો ઉપચાર શક્ય છે અને કેન્સર એ જીવન નો અંત નથી “ એવી સકારાત્મક માનસિકતા કેળવવી ખૂબ જરૂરી છે. સકારાત્મક વિચારસરણી ની સીધી અસર દવાઓ ના પોઝિટિવ રિસ્પોન્સ પર પડે છે અને સુધારો ઝડપી બને છે એવું વૈજ્ઞાનિકો દ્વારા પ્રમાણિત છે. 2. કેન્સર એ વધુ પ્રમાણ માં ઉત્પન્ન થતાં કોષો નો સમૂહ છે જે શરીર ની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર ભારણ મૂકે છે. એથી શરીર ની એનર્જી ઘટી જતાં થાક અનુભવાય છે.આવા સંજોગો માં દૂધ, પનીર, દહી જેવી દૂધ ની બનાવટો, ઈંડા , સુકો મેવો, કઠોળ , તેલીબિયાં જેવા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવતાં ખાદ્યપદાર્થો નો વધુ ઉપયોગ ચોક્કસ શરીર ને એનર્જી પ્રદાન કરી શકે. 3. વિટામિન સી ધરાવતા ખાટા મીઠાં ફળો અને શાકભાજી બરાબર ધોયા બાદ ઉપયોગ માં લેવાથી શરીર ની રોગપ્રિકારકશક્તિ માં વધારો થતો જોવા મળે છે. સીઝન ફળો નો અચૂક ઉપયોગ કરવો પણ યોગ્ય સમયે લોહી માં સોડિયમ – પોટેશિયમ નું પ્રમાણ જાણી, આહાર તજજ્ઞ ની સલાહ મુજબ જ ફળો નું સેવન કરવું. 4. કાચાં શાકભાજી જો યોગ્ય પ્રમાણે ધોવાયેલ ન હોય અને જંતુનાશકો થી ભરપુર હોય, તો એવા શાકભાજી અને ફળો સ્થિતિ વધુ બગાડી શકે છે. શાકભાજી બરાબર રાંધી ને ખાવા જોઈએ. 5. જો દર્દી ફળો ખાઈ શકવાની સ્થિતિ માં ન હોય તો તેનું તાજુ જ્યુસ કાઢી પીવડાવવું પરંતુ ટેટ્રા પેક ના જ્યુસ આપવાનો આગ્રહ રાખવો નહિ. ટેટ્રા પેક ના જ્યુસ માં વધુ પડતી સાકર અને પ્રીઝરવેટિવ હોવાની સંભાવના છે જે નુકસાન કરી શકે. 6. વધુ પડતાં તેલ – ઘી , તળેલા ફરસાણ અને મલાઈ જેવા હાઇ ફેટ ખાદ્યપદાર્થો પાચનતંત્ર પર એક્સ્ટ્રા ભારણ આપી દર્દી ને થકવી શકે. એથી આ પ્રકારના વધુ ચરબી ધરાવતાં પદાર્થો ટાળવા. 7. સાકર અને મીઠાં નો વધુ પડતો ઉપયોગ ચોક્કસપણે નુકસાન કરતો હોઇ, બને ત્યાં સુધી ખજૂર, ગોળ , ફળો ની કુદરતી શર્કરા નો ઉપયોગ કરવો. 8. ગ્રીન ટી, નારિયેળ પાણી, તજ ના પાણી જેવા ફ્લેવેનોઇડ ધરાવતા હર્બલ પીણા નો ઉપયોગ ચોક્કસ માત્રા માં જરૂર કરી શકાય. કેમો થેરાપી દરમ્યાન ધ્યાન માં રાખવાની બાબતો :- • બને ત્યાં સુધી તીખા અને ખૂબ ગરમ મસાલા ધરાવતા ખોરાક નું સેવન એસિડિટી કરતું હોઈ આવા પદાર્થો બને એટલા ઓછા લેવા. • મલાઈ વગર નું દૂધ અને પનીર નો ઉપયોગ વધુ કરવો • જમવા માં બંને વખત દહી આપવું. દહી માં રહેલા પ્રો બાયોટીક બેક્ટેરિયા કેમો થેરાપી દરમ્યાન પાચન ક્રિયા સરળ બનાવે છે. • પુષ્કળ પ્રમાણ માં પ્રવાહી લેવું. કેમો થેરાપી દરમ્યાન દિહૈદ્રેશન એ સામાન્ય સમસ્યા છે. • થોડા થોડા સમયે સુકો મેવો અથવા ચણા લઈ શરીર ને થોડી થોડી એનર્જી આપ્યા કરવી. • થેરાપી દરમ્યાન ભૂખ મારી જવી એ સામાન્ય સમસ્યા છે. આવા સંજોગો માં લીંબુ નું શરબત અને ફળો નો રસ ભૂખ ઉઘાડવા નું કામ કરે છે. આમ, કેટલાંક પગલાં રોગ ની તકલીફો ને સહ્ય બનાવવામાં ચોક્કસ મદદ કરે


184 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Kommentarer


bottom of page