top of page
Writer's picturePurple Money

કોફીની ઘેલછા..કેટલી લાભદાયક..કેટલી નુકસાનકારક ??!!..

એક નવી , ઇન્ટરનેશનલ બ્રાન્ડ ની કોફી શોપનું સુરતમાં શરૂ થવું અને ચોતરફ “ મંદી છે” ,” મંદી છે” એમ પોકાર કરનાર લોકોનું એ કોફી શોપમાં પહેલાં દિવસે જ જઈ મોંઘીદાટ કોફી પીવું અને તે કરતાં પણ કોફી માં કપ જોડે ફોટા પડાવી સોશીયલ મીડીયા પર જાહેર કરવા અને એ કોડી શોપ પર' વેબ ચેક ઇન ' કરવું એ જાણે સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું. સવાલ ઇન્ટરનેશનલ કોફી બ્રાન્ડ નો નથી, સવાલ કોફીની અને ખાસ કરીને મોંઘીદાટ કોફીની ઘેલછા નો છે. એવું શું છે આ ' કોફી ' માં કે લોકો સદીઓ થી એને વળગણ બનાવી ને બેઠા છે? આવો જાણીએ આજના આ અંક માં…. ' કોફિયા એરેબિકા ' નામના છોડના શેકેલા ફળ નું બીજ એટલે કોફી. એને વાટીને એમાં દૂધ અથવા પાણી ભેળવી બનતું પીણું એટલે ' કોફી ડ્રિંક '. વર્ષો પહેલાં સંશોધનો દ્વારા એ જાણ થઈ કે કોફીના બીજમાં રહેલું કેફીન એ ચેતાતંત્ર ( નર્વસ સિસ્ટમ) ને ઉત્તેજિત કરી માનસિક અને શારીરિક તાણ માં રાહત આપે છે એટલે પહેલાં તો થાક અને સ્ટ્રેસ દૂર કરવા થેરાપી તરીકે કોફી પીવાની શરૂઆત થાય, પછી ધીરે ધીરે એની ( એના દ્વારા થતી રાહત ની ફિલિંગ ની ) આદત પડે અને પછી ' કોફી તો જોઈએ જ ' એવી અવસ્થા આવે. પહેલેથી કોફીની કીમત ચા કરતાં વધુ રહેતી. એથી જ કોફી પીવું એ ' સ્ટેટ્સ સિમ્બોલ ' ગણાતું. શહેરો માં તો ' કોફી લવર્સ એસોસિયેશન ' પણ હોય છે. મૂળ ઈથીયોપિયા માં ૧૫ મી સદી માં મળી આવેલ કોફીના છોડ ને ધીરે ધીરે અન્ય દેશોમાં પણ કલમ કરી ઉત્પાદન થવા લાગ્યું. ભારતમાં કર્ણાટક, કેરલ અને તમિલનાડુમાં રોબસ્ટા અને એરેબિકા જાતિની કોફીની ખેતી થવાની સાથે ભારતમાં કોફી સસ્તી થઇ. અને ધીરે ધીરે રીચ ક્લાસ પીપલ ની સાથે સાથે મધ્યમ વર્ગના ઘરોમાં કોફી એ પોતાનું સ્થાન લીધું. આમ, થેરાપી તરીકે વપરાતી કોફી હવે ભારતીય ઘરોમાં મુખ્ય પીણું બની. ઘણા લોકો માટે ' લત ' તો ઘણા માટે ' સ્ટેટ્સ ડ્રિન્ક ' એવી આ કોફી કેટલી લાભદાયક , કેટલી નુકસાનકારક અને કેટલા પ્રમાણ માં પીવી યોગ્ય તે જાણીએ. કોફીના ફાયદા :- • મૂડ એલિવેટર :- આપણે અગાઉ જોયું તેમ, કોફી નું કેફીન ચેતાતંત્ર ના કોષો પર કામ કરી દોપામાઈન જેવા મૂડ ઉત્તેજક હોર્મોન્સ ના ઉત્પાદન માં મહત્વની ભૂમિકા ભજવે છે. અલબત્ત આ ભૂમિકા ટેમ્પ્પરરી હોય છે. • ફેટ બર્નર :- કોફી નું કેફીન મેટાબોલિઝ્મ ( ચયાપચય ની ક્રિયા ) ને ઝડપી બનાવી ચરબીના કોષોનું ઓક્સિડેશન કરે છે. આમ, ફેટ ના કોષ માંથી ' ફેટી એસીડ ' બનવાની પ્રક્રિયા ઝડપી બને છે અને શરીરમાં થી ચરબી ઘટે છે. વળી, કસરત પહેલાં કેફીન નું સેવન થાક ની અનુભૂતિ થવા દેતું નથી અને એથી કેલરી વધુ પ્રમાણમાં બાળી શકાય છે. • એલઝાઈમર અને પાર્કિન્સન જેવા રોગોમાં રાહત :- એલઝાઇમર અને પાર્કિન્સન જેવા ચેતાતંત્ર ના રોગોમાં ઈલાજ તરીકે કેફીન નો ઉપયોગ કરવામાં આવે છે. • ટાઇપ -૨ ડાયાબિટીસ માં મદદરૂપ :- ટાઇપ -૨ ડાયાબિટીસ કે જેમાં મોટે ભાગે ઇન્સ્યુલીન ના રેઝિસ્ટન્સ ને કારણે થતો હોય, તેમાં દિવસ ના ૨-૩ કપ સાકર વગરની કોફી કોષો ની ઇન્સ્યુલીન પ્રત્યેની સંવેદનશીલતા વધારી બ્લડ શુગર ઘટાડતું હોવાનું જાણવામાં આવ્યું છે. • લીવર ના રોગો માં મદદ :- લીવર ના કેન્સર અને સિરોસિસ જેવા રોગોથી કોફીના રેગ્યુલર ( રોજ ના ૨ કપ) સેવન થી બચી શકાય છે એમ એક તારણ માં જાણવા મળે છે.( Evidence based nutrition by- Kris Gunnar’s April 2018) • ન્યુટ્રીશન :- કોફી સારા પ્રમાણમાં વિટામિન બી કોમ્પ્લેક્સ તથા પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજો અને પુષ્કળ માત્રા માં એન્ટી ઓક્સીડન્ટ્સ નો ખજાનો છે. • ગ્રીન કોફી :- આજકાલ માર્કેટ માં નવી આવેલ ઓર્ગેનિક ગ્રીન કોફી ના પોતાના ફાયદા છે. નિષ્ણાતો ના કહેવા મુજબ આ પ્રકારના ની કોફી ખૂબ ઓછા પ્રમાણ માં કેફીન ધરાવે છે જેથી એ ખૂબ ઓછું નુકસાન કરે અને ખૂબ સારા પ્રમાણ માં એન્ટી ઓક્સિડન્ટ ગુણો ધરાવે છે જે લોહી ને શુદ્ધ કરે છે. પરંતુ કોઈ પણ વસ્તુ નો અતિરેક ચોક્કસ નુકસાન કરે. ડોક્ટર્સ ની સલાહ મુજબ એક દિવસ દરમ્યાન લગભગ ૧૦૦ થી ૧૭૫ મિગ્રા જે આપણને ૨ કપ દૂધ વળી કોફી દ્વારા મળે . જો વધુ પ્રમાણમાં કોન્સન્ટ્રેટેડ કોફી નું વધુ પડતું સેવન કરવામાં આવે તો ચોક્કસ નુકસાન થઈ શકે. બધી રીતે ગુણકારી એવી કોફી ના ગેરફાયદા પણ સમજી લો… 1. એન્ક્ઝાઈટી :- વધુ પડતું કેફીન નું સેવન મગજના કોષોને આરામ કરવા દેતા નથી અને સતત એક્ટિવ રાખે છે. સતત એક્ટિવ મગજ માં કોષો અને અપૂરતા આરામ ને કારણે ચિડિયાપણામાં પરિણમે . 2. અનિંદ્રા :- જે કોફી નો ફાયદો છે તે જ મોટો ગેરફાયદો છે. વધુ પ્રમાણ માં કેફીન લેવાથી ઊંઘ આવતી હોવા છતાં ઊંઘી શકતું નથી અને પરિણામે ઊંઘ દરમ્યાન થતી શરીર ની આંતરિક સફાઈ એટલે કે ડિટોક્સીફિકેશન ક્રિયા યોગ્ય પ્રમાણમાં થતી નથી અને શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. 3. એસિડિટી :- કેફીન ને કારણે જઠરમાં એસીડ નું ઉત્પાદન વધી જાય જે હાઇપર એસિડિટી માં અને આગળ જતાં પેપ્ટીક અલ્સર માં પરિણમે. 4. એડિક્શન :- કોફી માં રહેલ કેફીન ની અસર ખરેખર લત લાગે તે પ્રકારની હોય છે . અને આ આદત અસની થી છૂટતી નથી. 5. હાઈ બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધવા :- સ્ટ્રોંગ કોફી નું સેવન બ્લડ પ્રેશર વધારી શકે છે અને જેને કારણે હૃદય ના ધબકારા અનિયમિત થઈ શકે . 6. ખૂબ થાક લાગવો :- કેફીનની અસર ને કારણે શરીર અને મનને ખૂબ એનર્જી નો અનુભવ થાય પરંતુ જેવી કોફીની અસર લોહી માં થી ઓછી થાય તેવો ખૂબ થાક લાગે એવું અનુભવાય છે 7. પેશાબની છૂટ વધવી :- કોફી પીધા બાદ વધુ પડતી પેશાબની છૂટ અનુભવાય છે જે શરીરમાં થી પાણીનો ઘટાડો કરે છે. આમ, કોફી નો વિવેકપૂર્ણ ઉપયોગ કરી શકાય પણ વધુ પડતો ઉપયોગ ચોકસ નુકસાન કરી શકે. આવો અહી જાણીએ, કોફી શોપ માં મળતી વિવિધ કોફી માં કેફિનની માત્રા કેટલી હોય. પીણું( ૧ કપ) કેફીન ( મીગ્રા) Mocca ૧૭૫ Iced coffee ૧૬૦ Latte ૧૫૦ Cappuccino ૧૮૦ Espresso ૧૫૦ Frappuccino ૧૩૦ Decaf (Decaffeinated )coffee ૧૦ Coffee with turbo shot ૩૯૫ Café Americano ૨૨૫ આ કોષ્ટક આપને કોફી શોપ માં કોફી ની પસંદગી માં મદદરૂપ થઈ શકે.

26 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page