top of page

ક્યાંક આ લક્ષણો અપૂરતા પોષણ ની નિશાની તો નથી ને?!!

Writer's picture: Fit AppetiteFit Appetite

ગતાંક ના લેખના અનુસંધાન માં આ અંકે આપણે જોઇશું કે અન્ય કયા લક્ષણો દેખાય તો એ અપૂરતા પોષણ ની નિશાની હોઈ શકે.

ઘા ને રૂઝ ના આવવી :- સામાન્ય રીતે આપણને વાગતાં ઘા પડે તેની રૂઝ આપોઆપ ૪-૫ દિવસ માં આવી જાય છે. પરંતુ કેટલાંક કારણોસર ઘા માં રૂઝ ઝડપ થી આવતી નથી. આવો આ કારણો ને સમજીએ ..

• ઘા નું ઊંડાણ :- ઘા કેટલો ઊંડો તેના પર તેના રૂઝાવાટ્વીટનેયા ને લાગતો સમય આધારિત છે. જેટલો છીછરો ઘા એટલે જલ્દી ભરાય. ઘા જેટલો ઊંડો એટલે ભરાતા વાર લાગે.

• ઉમર :- ઉમર વધતી જાય તેમ તેમ ઘા રૂઝાતા વાર લાગે છે.

• ઇન્ફેક્શન :- શરીર માં કોઈ પ્રકાર નું ઇન્ફેક્શન હોય અથવા ઘા માં પાક થયો હોય ત્યારે રૂઝ આવવામાં તકલીફ પડે છે. આવા સંજોગોમાં ડોકટર એન્ટી બાયોટીક દવાઓ આપે છે જે દ્વારા પાક મારી ને ઘા રૂઝાઈ શકે

• ડાયાબિટીસ :- ડાયાબિટીસ જેવો રોગ હોય, તો રૂઝ અવવવી પ્રક્રિયા ધીમી પડી જાય છે. આ માટે જો ડાયાબિટીસ ના દર્દી ને ઘા લાગે તો સૌથી પહેલી ટ્રીટમેન્ટ સુગર ને કંટ્રોલ કરવાની કરવા માં આવે છે.

• પ્રોટીન ની કમી :- શરીર માં પ્રોટીન ની કમી ને કારણે રૂઝ આવવા માટે જરૂરી એવા ફાઈબ્રીનોજન બની શકતા નથી જેને કારણે રૂઝ મોડી આવે છે. આ માટે જ જ્યારે વાગ્યું હોય, ત્યારે વધુ પ્રોટીન યુક્ત આહાર લેવાની સલાહ. આપવામાં આવે છે. આવા સમયે દૂધ, પનીર , દહીં, ઈંડા, ચિકન , કઠોળ જેવા પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણ માં લેવાથી તે રૂઝ જલ્દી આવવામાં મદદરૂપ થાય છે.

મોઢા માં ચાંદા પડવા :-

લગભગ દરેક વ્યક્તિ જીવન માં ઓછામાં ઓછું એક વાર તો આ સમસ્યા નો સામનો કરે જ છે. મોઢામાં ચાંદા પડવાના મુખ્ય કારણો નીચે મુજબ હોઈ શકે.

• અપૂરતી ઊંઘ અને આરામ :- સતત તણાવપૂર્ણ રૂટિન હોય , પૂરતી ઉંઘ ન મળતી હોય તો આવા સંજોગોમાં શરીર ને ચેતવણી આપવા માટે મોઢા માં ચાંદા પડે છે. જે સંકેત આપે છે કે શરીર ને આરામ ની જરૂર છે.

• કબજિયાત :- પેટ બરાબર સાફ ન રહેતું હોય તો મોઢામાં ચાંદા પડી શકે. આ માટે પુષ્કળ રેષા યુક્ત આહાર અને પ્રવાહી નો રોજિંદા આહાર માં ઉમેરો કરો.

• વિટામિન બી ૧૨ ફોલેટ આયર્ન જેવા પોષકતત્વો ની ખામી :- આ પ્રકાર ના પોષકતત્ત્વો ની ખામી ને કારણે પણ મોઢામાં ચાંદા પડે છે. આ માટે આહાર માં પૂરતા પ્રમાણ માં લીલી ભાજી, ફળો, બીટ અને જો માંસાહારી હોવ તો ચિકન નો ઉપયોગ કરવો જોઈએ.

• એન્ટી બાયોટિક ની અસર :- કેટલીક એન્ટી બયોટિક દવા ઓ અમુક માંદગી માં લેવી જ પડે છે. અમુક એન્ટી બાયોટિક્ દવાઓ આંતરડાં માં ઉપર પ્રકાર ના પોષકતત્ત્વો નું શોષણ અટકાવે છે ને જેના પરિણામે મોઢામાં ચાંદા પડે છે. આવા સંજોગો માં જ્યારે એન્ટી બાયોટિક દવાઓ લેવામાં આવે ત્યારે એની સાથે દહીં જેવું પ્રો બાયોતિક પુષ્કળ પ્રમાણમાં લેવાથી ફાયદાકારક સાબિત થઈ શકે. ક્યારેક એન્ટી બાયોટિક દવાઓ ની સાથે પ્રિ – પ્રો બાયોટિક દવાઓ પણ આપવામાં આવે છે જેથી એન્ટી બાયોટિક ની આડ અસરો નથી શકાય...

આમ, ઉપર મુજબના લક્ષણો માં આહાર આયોજન માં થોડા ફેરફાર કરવાથી રાહત મળી શકે.અને છતાં ન ફેર પડે અને ઉપર મુજબ ના લક્ષણો લાંબો સમય ટકે તો ડોકટર ની સલાહ લેવી હિતાવહ છે.



74 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page