top of page

કોરોના ના લક્ષણો માં યોગ્ય આહાર દ્વારા કઈ રીતે રાહત મેળવશો?!

Writer's picture: Fit AppetiteFit Appetite


કોરોના ની ત્રીજી લહેરે દસ્તક દીધી છે. હવે, કોરોના એ ઘરે ઘરે પગપેસારો કર્યો છે. દરેક ના ઘરે કોઈ ને કોઈ લક્ષણ નજરે પડે છે. આ લક્ષણો દેખાતાં, ફેમિલી ડોકટર કોરોના નો ટેસ્ટ કરવાની સલાહ આપે છે. કોરોના પોઝિટિવ હોય કે ન હોય, હોસ્પિટલ માં હોવ કે હોમ આઇસોલેશન માં… નીચે પ્રમાણેનું આહાર આયોજન વિવિધ લક્ષણો માં રાહત આપી શકે.

1. તાવ આવવો :- કોરોના નું ઇન્ફેક્શન હોવાનું સૌથી પહેલું લક્ષણ છે ‘ તાવ આવવો’ . ખરું જોતાં, તાવ એ શરીર નુકસાનકારક જીવાણું અને વિષાણુ ઓ સામે લડવાની તૈયારી કરી રહ્યું છે એનું પ્રમાણ છે. તાવ આવે છે એનો અર્થ એ છે કે શરીર માં જીવાણુઓ સામે લડવા માટેનું પ્રોટીન ઉત્પન્ન થઈ રહ્યું છે. અહી ઊંચા તાપમાને શરીર માં નુકસાનકારક જીવાણુંઓ નો નાશ થતો હોય છે.

શું કરવું :- તાવ હોય ત્યારે પુષ્કળ પ્રમાણ માં પ્રવાહી નું સેવન કરવું. દર ૩૦ મિનિટ બાદ ૧ ગ્લાસ પાણી, જ્યુસ, ગ્લુકોઝનું પાણી , ગોળ લીંબુ નું પાણી વિગેરે નું સેવન કરવું. ( ડાયાબિટીસ હોય તો ડાયેટોશિયન ની સલાહ લેવી)

2. પ્રોટીન નું સેવન :- તાવ દરમ્યાન કોષોમાં થી મોટા ભાગના પ્રોટીન નો ઉપયોગ રોગો સામે લડવામાં થઈ જતો હોઈ પુષ્કળ થાક અને ઢીલાશ લાગે છે. આવા સંજોગોમાં દૂધ અને દહીં , કઠોળ, ઈંડા જેવા પદાર્થો નું સેવન તાકાત આપશે અને ઝડપ થી સાજા થઇ શકાશે.

3. ઇલેક્ટ્રોલાઈટ સંતુલન જાળવવું :- તાવ ઉતર્યા બાદ ખૂબ પસીનો થતો હોવાનું જોવામાં આવ્યું છે. અહી, પસીના દ્વારા વ્યક્તિ શરીર માં થી ખનીજતત્વો મોટા પ્રમાણ માં ગુમાવે છે. આ ખનીજ તત્વો ફરી મેળવવા માટે ઇલેક્ટ્રલ પાવડર અથવા ors નું સેવન કરવું જોઈએ.

4. સૂકી ખાંસી અને કફ :- સૂકી ખાંસી એ કોરોના નું બીજું મહત્વપૂર્ણ લક્ષણ છે. ખાંસી એ માનવશરીર નું જીવાણું નો પ્રતિકાર કરવાનું લક્ષણ છે. શરીર માં પ્રવેશેલ જીવાણું ઓ ને શરીર ની બહાર કાઢવાની કોશીશ ને આપણે ‘ ખાંસી ‘ તરીકે ઓળખીએ છીએ. પરંતુ ખાંસી દરમ્યાન ગળું સોરાવું, ગાળામાં દુખવું અને સોજો આવવો , ખાંસી ખાતાં ખાતાં છાતી માં દુઃખાવો થઈ જવો એ ખૂબ સામાન્ય બાબતો છે. અહી ખાંસી ને કઈ રીતે ઓછી કરી ગળાને રાહત આપી શકાય તે જોઈએ.

5. શક્ય હોય ત્યાં સુધી હૂંફાળું ગરમ પાણી જ પીઓ.સવાર – સાંજ ગરમ પાણી માં આદુ અને હળદર ઉમેરી, ઉકાળી ને પીઓ.

6. તળેલો પદાર્થ ખાવાનું ટાળો

7. પાતળા ઝાડા થવા :- કોરોના વાઇરસ નો ચેપ લાગવાનું એક લક્ષણ પાચન માં ગરબડ હોઈ શકે. આ સંજોગો માં નીચે પ્રમાણે નું ધ્યાન રાખી શકાય.

· પાણી ઉકાળી ને જ પીઓ

· ઘરે બનેલ ખોરાક ખાવાનો જ આગ્રહ રાખવો.

· રોજ ભોજન માં ઘરે જમાવેલ દહી અને છાશ નું સેવન કરો.

· લીંબુ શરબત ના મીઠું ઉમેરી પીવાથી ઝાડા વાટે શરીરે ગુમાવેલા ખાનીજતતવો ફરી પાછા મેળવી શકાશે.

8. દમ અને શ્વાસ ચડવો :- કોરોના નું ઇન્ફેક્શન ફેફસાં માં પહોંચતાં શ્વાસ ચડવાની સમસ્યા સર્જાય છે જેમાં ન્યૂમોનિયા ને કારણે ફેફસાં માં ઓકસીજન સમાવવાની ક્ષમતા ઘટી જાય છે. હાથ પગ ના આંગળા તથા હોઠ ભૂરા પડી જવા એ ઓકસીજન ઘટી જવાનું લક્ષણ છે . આ લક્ષણ ને હળવાશમાં ન લેતાં તરત જ ડોકટર નો સંપર્ક કરવો. શ્વાસ ચડતો હોય ત્યારે નીચે મુજબ ની તકેદારી રાખવી જરૂરી બને છે.

· ગભરાવું નહીં. ગભરાવા થી શ્વાસોચ્છવાસ વધુ ઝડપી બનશે .

· રૂમ ના બારી બારણાં ખોલી દો

· ટટ્ટાર બેસવું .

· શ્વાસ ચડતો હોય ત્યારે પાણી કે અન્ય કોઈ પ્રવાહી પીવું નહિ. એમ કરવાથી પાણી શ્વાસનળી માં અટકી ને ચોકિંગ થવાની શક્યતા રહે છે.

· શ્વાસ ચડતો હોય ત્યારે કોઈ પણ ખોરાક ખાવો નહિ. શ્વાસ હેઠો બેસી જાય પછી જ ખોરાક ખાવો .

· ખૂબ તીખો અને ગરમ મસાલા વાળો ખોરાક લેવાથી એસિડ વધુ પ્રમાણ માં ઉત્પન્ન થઈ અન્નનળી માં સોજો ઉત્પન્ન કરી શકે જેના કારણે ગળા માં બળતરા અને ઉલ્ટી થઈ ફેફસાં પર વધુ લોડ થઈ શકે.

આમ, કોરોના ના લક્ષણો ને યોગ્ય આહાર દ્વારા સહ્ય બનાવી શકાય.

113 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page