top of page

' કોરોના ની સામે 'રક્ષાત્મક પગલાં ' રૂપે જો ઘર માં રહેવું પડે, તો આટલી ખાદ્યસામગ્રી ઘરે રાખી મૂકો '

પ્રધાનમંત્રી જી એ કરેલ અનુગ્રહ મુજબ , જ્યાં સુધી દેશ માં થી અને દુનિયા માં થી ' કોરોના વાઇરસ ' થી થતાં રોગો સામે નો ઉપચાર ન શોધાય ત્યાં સુધી આપણે સૌ એ પોતાની જાત ને બને તેટલી ' સેલ્ફ કોરોંટાઇન ' કરીશું, જેટલી લોકો ના મેળાવડાઓ માં જતાં ટાળીશું એટલો રોગચાળો ફેલાતો અટકાવી શકીશું.બને તેટલા કામો ઘરે રહી કરીશું, કામ વગર બહાર જવાનું ટાળીશું એટલા વધુ રોગચાળો ફેલાતો અટકાવવા માં સફળ થઈ શકીશું. પ્રધનમંત્રી શ્રી એ આપેલ બાંહેધરી મુજબ ગુજરાત માં કોઈને કોઈ ખાદ્યપદાર્થો, દવાઓ અથવા જીવનજરૂરી ચીજવસ્તુઓ ની અછત નડશે નહિ અને એ માટે આપણે પણ કારણ વગર ઘરે ચીજવસ્તુઓ ને વ્યર્થ સંગ્રહ કરી પેનીક કરશું નહિ. પણ હા, જરૂરી ચીજવસતુઓ ની ખરીદી માટે મોલ કે સુપરમાર્કેટ જ્યાં લોકો ની ભીડ હોય ત્યાં જવાને બદલે ઘર નજીક ની ભીડ ભાડ રહિત નાનકડી દુકાન માંથી પણ ખરીદી શકાશે. અલબત્ત, બહાર નીકળતી વેળા મોં અને નાક ને માસ્ક થી ઢાંકવું યાદ રાખશો.

હવે, પ્રશ્ન આવે , કે જો ઘરે રહેવાનાં હોઈએ તો થોડો ઘણો ખાદ્યસામગ્રી નો સ્ટોક ઘરે રાખવો જ પડશે. તો આવો, આ લેખ દ્વારા જાણીએ કે ઘરે વધુ દિવસો ' જનતા કરફ્યુ ' માં રહેવું પડે, તો કેવા પ્રકારના ની હેલ્ધી ખાદ્યસામગ્રી નો સ્ટોક કરીશું..

1. કઠોળ :- એક મહિનો ચાલે એટલું કઠોળ ભરી શકાય કે જે લાંબો સમય બગડશે નહિ. કઠોળ ને ફણગાવી તેનું ચાટ અથવા સલાડ બની શકે, દાળ ને વાટી તેના ઢોકળા, ઈડલી કે ઢોકળા, અલગ અલગ જાત ની દાળ, અલગ અલગ ગ્રેવી કરી કઠોળ કરી કવોરેંટાઈન દરમ્યાન પ્રોટીન થી ભરપુર વૈવિધ્ય સભર ઘરે બનેલ ખોરાક લઇ શકાય.

2. ચોખા :- ચોખા એ સ્વચ્છ અને શુષ્ક અથવા તૈલીય વાતાવરણ માં એક થી વર્ષ થી પણ વધુ સમય બગડતા નથી. એથી જ આપણા પૂર્વજો ઘરે ચોખા ખા વર્ષ માટે ભરી રાખતાં. આ ચોખા માં વિવિધ શાક ભાજી ભેળવી ને વેજીટેબલ રાઈસ, ખીચડી, પુલાવ અથવા બિરિયાની , ઈડલી, ઇદડા, ખીર, રોસોટો, ફ્રાઇડ રાઈસ, કોકોન્ટ રાઈસ જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી ને આરોગી શકાય.

3. ઘઉં નો લોટ :- ઘઉં નો લોટ અથવા ઘર માં ઘઉં દળવાની ઘંટી હોય તો આખા ઘઉં આપણે વર્ષ માટે ભરતાં હોઈએ છીએ. એક વાર દળ્યા પછી લગભગ ૧૫ દિવસ સુધી જો ચોખ્ખા વાતાવરણ માં રહે તો ઘઉંનો લોટ બગડતો નથી. લોટ લાંબો સમય સુધી ન બગડે તે માટે તેને નાનાં નાનાં ડબ્બાઓ માં ભરો જેથી રોજ ખોલવા માં આવતાં હવા ના વારંવાર સંપર્ક માં ન આવે. વળી, વધુ સમય ટકાવવો હોય તો લોટ ને ઝિપ્લોક થેલીઓ માં ભરી ફ્રીજ માં મૂકી દેવો જોઈએ. ઘઉં ના લોટ ના રોટલી – ભાખરી ઉપરાંત અલગ અલગ શાકભાજી ઉમેરી પરાઠા બની શકે. શીરો, સુખડી એ લોહતત્ત્વ, પ્રોટીન અને એનર્જી થી ભરપુર વાનગીઓ ઘરે બેઠા આરોગી રોગપ્રિકારકશક્તિ વધારી શકાય.

4. તેલીબિયાં અને સૂકોમેવો :- તલ, શીંગદાણા , બદામ , અખરોટ, , અળસી જેવા તેલીબિયાં અને સુકો મેવો ઓછી માત્રા માં ખાવા છતાં પુષ્કળ શક્તિ આપે અને વિટામિન ઈ થી ભરપુર હોઈ રોગપ્રિકારકશક્તિ વધારી ઇન્ફેક્શન ઘટાડવા માં મદદરૂપ થઈ શકે. શીંગ નો નષ્ટ માં, તલ નો ચીકી માં, બદામ અખરોટ નો બ્રેફાસ્ટ માં અને અળસી નો મુખવાસ માં ઉપયોગ કરી શકાય.

5. ખજૂર :- ખજૂર ૨ થી ૩ મહિના ઓછા માં ઓછું ટકી શકે અને લોહતત્વ થી ભરપુર હોઈ શરીર ને ઓકસીજન નો પુરવઠો પૂરો પાડે . ખજૂર ના લાડુ, ખજૂર નું દૂધ અથવા ખજૂર આમ પણ ખાઈ શકાય.

6. મિલ્ક પાવડર :- મિલ્ક પાવડર નો થોડો સ્ટોક કરી રાખવો હિતાવહ રહે. કોઈક સંજોગો માં દૂધ ન મળી શકે તો ખાસ કરી ને બાળકો, વૃદ્ધો ને તકલીફ ન પડે.

7. પોપ કોર્ન અને જુવાર ની ધાણી :- પચવામાં હલકી , કેલરી માં ખૂબ ઓછી અને રેષા થી ભરપુર ધાણી ઓ ઘરે બેઠા સ્વાદિષ્ટ નાસ્તો સાબિત થઈ શકે. જો સ્ટોર કરવા માંગતા હોવ તો મકાઈ અને જુવાર ના દાણા સ્ટોર કરી, જરૂર પડ્યે તાજી ફોડી ને ખાવાનો આનંદ અનેરો છે. ઘરે બેઠા સમય પણ પસાર થશે અને બાળકો ને ખૂબ મજા આવશે.

8. લાંબો સમય ન બગડે એવા ફળો :- ફળો જેવા કે તરબૂચ, શકકર ટેટી , કેળા, ચીકુ વી. ઝડપ થી બગડી જતાં ફળો છે. એથી આ ફળો વધુ લઈ સ્ટોર કરવા નહિ. સફરજન, દાડમ, દ્રાક્ષ, સંતરાં જેવા ફળો એકાદ અઠવાડિયું ફ્રીજ માં બગડશે નહિ. આથી, એકાદ અઠવાડિયું ચાલે એટલા આ ફળો લઈ ને મૂકી રાખી શકાય.

9. શાકભાજી :- બટાકા, કાંદા, સૂકું લસણ લગભગ ૧૦ થી ૧૫ દિવસ ઓછામાં ઓછાં બગડશે નહિ ટામેટાં અને લીંબુ એક અઠવાડિયું ફ્રિજ માં સારા રહેશે. રીંગણા, પરવળ, ટિંડોલા , વટાણા, ગાજર, ફણસી, કોબી, સરગવા ની શીંગ, સુધી વિ. ૩ થી ૪ દિવસ સુધી ફ્રીજ માં ટકી શકે થી એ પ્રમાણે એ શાકભાજીઓ નો સંગ્રહ કરવો. પરંતુ લીલી ભાજી ૧ દિવસ થી વધુ ટકશે નહિ એથી લીલી ભાજી નો સંગ્રહ કરવો નહિ.

10. ઓટ્સ અને કોર્ન ફ્લેક્સ :- હા, બ્રેકફાસ્ટ માં વિવિધતા માટે રેશાયુકત અને વિટામિન બી તથા ખનીજ તત્વો થી ભરપુર એવા ઓટ્સ અને કોરનફ્લેક્સ નો ચોક્કસ સંગ્રહ કરી શકાય. જો પેકેટ ખોલવા માં ન આવે તો ૬ મહિના સુધી આ સીરિયલ બગડતાં નથી. હા, આ બધા ના નાના નાના પેકેટ લેવા વધુ હિતાવહ છે.

11. ગ્લુકોન ડી અને ઓ .આર .એસ :- પુષ્કળ ગરમી હવે શરૂ થશે. ક્યારેક ઘરે બેઠા બેઠા પણ તબિયત બગડી શકે છે. એવા સંજોગો માટે શરીર માં ડી હાઇડ્રેશન ન થાય અને શરીર ને જરૂરી પોષકતત્વો મળી રહે તે માટે ગ્લુકોન ડી અને ઓ .આર .એસ હાથવગાં રાખવા.

12. જરૂરી દવાઓ અને વિટામિન સપ્લીમેન્ટ્સ :- નિયમિત જે દવાઓ લેતા હોઈએ એનો પૂરતો પુરવઠો રાખવો જરૂરી બને . આ ઉપરાંત મલ્ટી વિટામિન ની ગોળીઓ તથા પ્રોટીન પાવડર ના નાના ડબ્બા ઘરે રાખી શકાય .

આમ, આવી પડેલી આ આપત્તિ નો ડર્યા વગર પરંતુ પૂર્ણપણે સજ્જ થઈ , આવો સૌ મળી ને સામનો કરીએ.


187 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page