કેરી ની સીઝન વર્ષે એક વાર આવે એટલે એ દરમ્યાન ‘ મેંગો લવર્સ ‘ બધી બાધાઓ, બધું ડાયટીંગ સાઈડ પર મૂકી ને કેરી ની લિજ્જત ૩ મહિના સુધી માણે છે.. કેરી વિશે જાત જાતના મત મતાંતરો પ્રવર્તે છે.પણ આપણે આ અંકે આપણે કેરી ના ફાયદા વિશે જાણીએ. આવતા અંકે કેરી કઈ રીતે ખાશું જેથી તે નુકસાન ન કરે તે જાણીશું.
• રોગ પ્રતિકારક શક્તિમાં વધારો :- કેરી માં રહેલું બીટા કેરોટિન એન્ટી ઓક્સિડન્ટ તરીકે કામ કરી પાચનતત્રને અંદર થી સાફ કરે છે. જેને કારણે ખોરાક નું પાચન સરળ બને અને રોગ પ્રતિકારક શક્તિ વધે. આજકાલ, ચોતરફ કોરોના ના વાતાવરણ માં જે સૌથી વધુ અગત્ય ની વસ્તુ છે એ છે ‘ રોગ પ્રતિકારક શક્તિ ‘ . તો અહીં, કરી જેવા સિઝનલ ફળ નું સેવન ચોક્કસ રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરી શકે.
• પોષક તત્વો નો ભંડાર :- કેરી એ મોટી માત્રા માં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજ ધરાવે છે. વળી વિટામિન એ, બી -૬, વિટામિન – ઈ , વિટામિન સી અને ભરપર પ્રમાણ માં રેર્ષા ધરાવે છે જે અનેક રોગો નો રામબાણ ઈલાજ છે.
• હાઇપરટેન્શન માં ફાયદો :- કેરીમાં રહેલું પોટેશિયમ ( ૧૬૫ મી. ગ્રા./ ૧૦૦ ગ્રામ કેરી) બ્લડ પ્રેશર વધવા દેતું નથી.
• કેન્સર જેવા રોગોમાં ફાયદો :- ‘ ધી ઇન્સ્ટિટ્યૂટ ફોર ફૂડ રિસર્ચ ‘ એ કરેલા સંશોધન મુજબ , કેરી માં રહેલા રેસાઓ ગેલેકટીન નામના પ્રોટીન જોડે સંયોજાઈ કેન્સર ના રોગ સામે પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.ખાસ કરીને પાચન તંત્ર, સ્તન અને પ્રોસ્ટેટ ના કેન્સર માં કેરી ખબૂ ફાયદકારક સાબબત થઈ છે.
• કબજિયાત અને એસિડિટી થી રાહત :- કેરી માં સારા પ્રમાણ માં એસ્ટર, આલ્ડિહાઇડ, અને ટરપીંસ જેવા બાયો એક્ટિવ તત્વો રહેલા છે જે જઠરના ીસિદ ને મંદ કરી પાચન ને સરળ બનાવે છે. વળી, કેરીના સોલ્યુબલ ફાઈબર કબજિયાત માં રાહત આપે છે.
• એનિમિયા માં ફાયદો :- કેરીનું આયર્ન એનિમિયા ( ખબૂ ઓછું રહમોગ્લોબબન) ને દૂર કરી શકે છે. ચીન માં તો કેરી માં થી મળી આવતા આયર્ન માં થી એનિમિયા માટે ની દવા બને છે.
• ગર્ભાવસ્થામાં ફાયદાકારક :- ઘણા લોકો માને છે કે ‘ કેરી એ ગરમ ફળ છે અને સગર્ભા સ્ત્રી ને એ આપી શકાય નહિ ‘ ઊલટું,. એનાથી વિપરીત, કેરી માં ખૂબ સારા પ્રમાણ માં વિટામિન એ છે જે ગર્ભમાં રહેલા બાળકની આંખો અને દૃષ્ટિ ના વિકાસ માટે આવશ્યક છે. કેરી માં રહેલું આયર્ન, વિકસી રહેલા બાળકને લોહી નો પૂરતો જથ્થો પૂરો પાડે. છેલ્લા ત્રણ મહિના દરમ્યાન કબજિયાત ની સમસ્યા ખૂબ સામાન્ય હોય છે. આ સંજોગો માં કેરી માં રહેલા રેષા કબજિયાત સામે રક્ષણ આપે.
• એન્ટી એઇજીંગ ફૂડ :- કેરી માં રહેલું વિટામિન A અને વિટામિન સી ત્વચા માં ‘ કોલાજન’ નામના પ્રોટીનના ઉત્પાદન માં મદદ કરે છે. આ કોલાજન ત્વચાને લચીલાપણું આપે છે. અને કરચલી પડવા દેતું નથી. આમ, વધતી ઉંમર ના લક્ષર્ો કેરી દ્વારા ઘટાડી શકાય છે.
• બ્રેઇન હેલ્થ:- ી નું વિટામિન બી૬ મગજ ના ચેતા કોષો માટે ચેતા સંચાર (ન્યુરો ટ્રાન્સમિટર) નું કામ કરે છે. વળી, કેરી રહેલું ‘ એસિડ ‘ એકાગ્રતા વધારે છે.
આમ, આટલા બધાં ફાયદા ધરાવતું ’ આમ્રફળ’ આપ માત્ર કેલરી માટે છોડી દેશો? કેરીને વવવેકપવૂ સક ખાવામાં આવે તો ફાયદો જ કરે છે. આવો આ વિવેક પૂર્વક નો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે જોઈએ.
1. ડાયાબબટીસ ના દદીઓ તથા કેલરી ગણી ને જમતાં લોકો કેરીનો રસ ખાવાને બદલે ૧ હાફૂસ કેરી કાપી ને દિવસ દરમ્યાન લઈ શકે. કેરી નો રસ ટાળવો. વળી, જો કેરી ખાવી જ હોય તો કસરત કરવી અનિવાર્ય છે. ૪૫ મિનિટ કસરત કર્યા બાદ કેરીના ટુકડા ખાવાથી કેલરી શરીર પર જમા નહિ થશે અને શરીર એ કસરત દરમ્યાન ગુમાવેલું પોટેશિયમ કેરી દ્વારા પાછું મળશે તે નફા માં!
2. કેરી નો મીઠાઈ ની માફક લંચ કે ડિનર ની સાથે ઉપયોગ કરવાને બદલે એક ફળ તરીકે બે મખ્ય ખોરાક ની વચ્ચે ઉપયોગ કરવાથી એટસ્રા કેલરી શરીર માં જમા થશે નહિ .
3. કેરી નો રસ લેવાને બદલે કેરી હમેશા છાલ સમેત સમારી ને ખાવાથી મહત્તમ રેસાઓ અને પોષક તત્ત્વો નો ફાયદો મેળવી શકાય.
4. કેરી નું અનાજ સાથે નું કોમ્બિનેશન ( રસ -રોટલી) વધુ પડતા કાર્બોહઇડ્રેટસ થઈ નુકસાન કરી શકે . એથી કેરી અનાજ સાથે લેવાનું ટાળો.
5. કેરી મોડી રાત્રે લેવાથી અપચો અને ગેસ ઉત્પન્ન કરી શકે. બને ત્યાં સુધી સવારે કેરીનું સેવન કરવું હિતાવહ છે. મોડી રાત્રે શરીરના કોષોમાં ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે જે કેરી ની શર્કરા નું બ્લડ ગ્લકોઝ માં સીધું રૂપાંતર કરી બ્લડ ગ્લકોઝ વધારશે.
6. ખબૂ વધારે પ્રમાણ માં ખાવાથી ખૂબ વધુ શુગર શરીર માં જમા થશે જે લિવર પર ચરબી ન આવરણ કરી શકે જેને મેરડકલ ભાષા માં ‘ ફેટી લીવર ‘ કહેવા માં આવે છે. દિવસ દરમ્યાન એક સામાન્ય વ્યક્તિ ૨-૩ કેરી અને ડાયાબબટીસ હોય તથા વજન ઉતારવા માટે કેલરી કન્ટ્રોલ કરતા હો અને કસરત કરતા હો, તો દિવસ ની એક કેરી તો ખાઈ જ શકાય. આમ, કેરી વર્ષે એક વાર ૩ માસ માટે મળે છે તો તેનો વિચાર પૂર્વક નો ઉપયોગ કરી ચોક્કસ ખાઓ.
top of page
Recent Posts
See All'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...
270
જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...
480
ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...
490
bottom of page
Comments