top of page

કેરી નો મહત્તમ લાભ મળે એ રીતે કેરી આરોગીએ :-

કેરી ના સ્વાસ્થ્ય માટેના ફાયદાઓ વિશે આપણે વિસ્તૃત ચર્ચા ગતાંકે કરી. કેરી ફાયદાકારક તો છે જ પરંતુ તેને યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણ માં ખાવામાં આવે તો જ! ' अति सर्वत्र वर्जयेत મુજબ કોઈપણ ખાદ્યપદાર્થ નું અતિશય સેવન આફત નોતરી શકે અને સ્વાસ્થ્ય ને મોટું નુક્સાન પણ કરી શકે. વળી, દરેક ખોરાક ખાવા માટે યોગ્ય સમય અને યોગ્ય રીત પણ નિશ્ચિત હોય. જો એ પ્રમાણે આરોગવા માં આવે તો જ ફાયદો થઈ શકે. તો આવો , આ અંકે કેરી કઈ રીતે, કેટલા પ્રમાણ માં અને ક્યારે ખાવી તે જોઈએ:- કેરી ના ચાહકો ઉનાળો આવવાની રાહ જોતા હોય અને ઉનાળો આવે એટલે બીજો બધો ખોરાક સાઈડ પર મૂકી માત્ર કેરી ના બોક્સ પેટ માં ખાલી કરતાં હોય... મારા એક ઓળખીતા ભાઈ કેરી નાઈ સીઝન ના ૩ મહિના દરમ્યાન અનાજ, કઠોળ બધું બજુંપર મૂકી ને દિવસ ની માત્ર ૨૦-૨૨ કેરીઓ ખાઈ જાય છે. ! અતિશય કેરી ખાવા થી શું નુકસાન થઈ શકે તે આવો સમજીએ:- • ડાયેરિયા:- કેરી સારા પ્રમાણ માં પાચક રેષાઓ ધરાવે છે. આ રેષા ઓ પાચનતંત્ર ની સફાઈ માં મોટો ભાગ ભજવે છે પરંતુ દિવસ દરમ્યાન ૪ થી વધુ કેરી ખાઈએ તો આ રેષા ઓ નો અતિરેક ડાયેરિયા નું કારણ બની શકે છે. • કેરી ખૂબ ઊંચી માત્રા માં શર્કરા ધરાવે છે. જો યોગ્ય પ્રમાણ માં કસરત ન કરવામાં આવે અને પુષ્કળ માત્રા માં કેરી ખાવા માં આવે, તો આ શર્કરા ચરબી બની ને લીવર પર જમા થાય છે.અને ફેટી લિવર જેવા રોગો થઈ શકે છે. વળી આ ચરબી વજન વધારા નું પણ કારણ બની શકે છે. આ ન વપરાયેલી શર્કરા લોહી માં ભળી, ડાયાબિટીસ ના દર્દીઓ ને પજવી શકે છે. આ માટે કેરી કવિ હોય તો કસરત કરવી અનિવાર્ય બને. • કેરી માં સારી માત્ર માં ‘ મેંગીફેરીન ‘ નામનું એન્ટી ઓક્સિડન્ટ રહેલું છે. જે કેટલાક લોકો માં એલરજી ઉત્પન્ન કરી શકે , જેથી કેટલાક લોકો ને કેરી ખાધા બાદ શરદી, કફ , ઝાડા અને પેટ માં દુખાવા તથા ગેસ ની ફરિયાદ રહી શકે. • કેરી પુષ્કળ પ્રમાણ માં વિટામિન એ ( બીટા કેરોટિન) ધરાવે છે જે ક્યારેક માસિક વહેલું આવવા તથા વધુ પડતા માસિક સ્ત્રાવ માટે જવાબદાર થઈ શકે. • કેરી ને પકવવા માટે જે કાર્બાઈડ નામના કેમિકલ નો ઉપયોગ થાય છે એ કાર્બાઈડ મનુષ્યોને પાચનતંત્ર ના રોગો તેમજ કેન્સર જેવા જીવલેણ રોગો માટે પણ જવાબદાર હોઈ શકે છે. • કેરીમાં રહેલા સાંદ્ર એન્ટી ઓક્સિડન્ટ્સ ક્યારેક ત્વચા પર ફોલ્લા પાડી શકે છે. તો કેરી કઈ રીતે ખાશો? 1. કેરી ને ઉપયોગ માં લેવા પહેલા પાણી માં ૨-૨.૫૦ કલાક સુધી પલાળી રાખો. આમ કરવાથી તેની ત્વચા ની બહાર નું કેમિકલ ઓછું થશે અને તેની અંદર રહેલા એન્ટી ઓક્સિડન્ટ રસાયણો થોડા મંદ થશે. જેથી ત્વચા પર કે પાચન તંત્ર પર ગરમ ન પડે. 2. કેરી નો રસ કાઢવાને બદલે સમારી ને ખાવી વધુ હિતાવહ :- રસ કાઢવાથી એક તો રેષા ઓ નીકળી જાય છે. વળી, રસ માં કેરી ની શર્કરા કોંસંટ્રેટ થાય છે જે બ્લડ શુગર વધારી શકે છે. આ ઉપરાંત રસ પાચન તત્રમાં ગેસ ઉત્પન્ન કરી શકે છે જેના કારણે જમ્યા બાદ આફરો ચઢે છે. 3. જો રસ ખાવો જ અનિવાર્ય હોય તો રાજાપુરી કે પાયરી જેવી વધુ રસાળ કેરી નો જ રસ ખાવો જોઈએ જેથી પચવા માં સરળ રહે. હાફૂસ કે કેસર જેવી પલ્પી કેરીઓ નો રસ ચોક્કસ ગેસ ઉત્પન્ન કરી શકે. રસ માં સૂંઠ ઉમેરી ખાવાથી અને રસ જમ્યા બાદ અજમાં નું પાણી પીવાથી ગેસ થતો અટકાવી શકાય છે. 4. રસ માં ઘી ઉમેરી ને ખાવા થી કેરી માં રહેલું વિટામિન એ કે જે ફેટ સોલ્યુબ્લ છે એનો સંપુર્ણ ફાયદો મેળવી શકાય છે. ( ૧ વાડકા રસ માં ૧ ચમચી અર્થાત્ ૩-૫ ગ્રામ ઘી જ ઉમેરવું) 5. કેરી ને કસરત કર્યા બાદ ખાવાથી તેની શર્કરા નું ચરબી માં રૂપાંતર થતું અટકાવી શકાય છે. અને એમ વજન વધતા અટકાવી શકાય છે. 6. કેરી ને મિષ્ટાન્ન તરીકે તથા મુખ્ય આહાર તરીકે નહીં પરંતુ ફળ તરીકે ખાવામાં આવે તો તે નુકસાન કરશે નહિ ફાયદો જ કરશે. આમ, કેરી ફાયદા ની સ્થોસાથ થોડા ગેરફાયદા પણ ધરાવતી હોવાથી તેને યોગ્ય માત્રા માં અને યોગ્ય સમયે ખાવાથી તેનાથી થતાં ગેરફાયદાઓ ટાળી શકાય છે.

69 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page