ચીન ના વુહાન પ્રાંત થી શરૂ થયેલ આ નવીન પ્રકારના ' કોરોના વાઇરસ ' એ આખા વિશ્વ માં હાહાકાર મચાવ્યો છે. માત્ર ગણતરી ના દિવસો માં જ આ કોરોના વાઇરસ ને લીધે આ લેખ લખાય છે ત્યાં સુધી માં આશરે ૧૦૬ વ્યક્તિઓ ચીન માં મૃત્યુ પામી ચૂક્યા છે. કહેવાય છે કે, ચીની લોકો અલગ અલગ પ્રાણી ઓ નો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેમાં જંગલી ચામાચીડિયાં નો સૂપ ચીનીઓ માં અતિપ્રિય વાનગી છે. આ જંગલી ચામાચીડિયાં માં જોવા મળતાં ' કોરોના વાઇરસ ' જ્યારે માનવ શરીર માં પ્રવેશ કરે છે ત્યારે માનવ શરીર માં આ વાઇરસ સામે લડવા માટે પ્રતિકાર શક્તિ નબળી હોય તો તરત તે માનવ શરીર ને અસર કરી રોગ ઉત્પન્ન કરે. અને આ રોગ એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ સરળતા થી ફેલાય છે. હજી આ વાઇરસ ની ઉત્પત્તિ અને તેના દ્વારા થતા રોગો નો ઇલાજ એ સંશોધન નો વિષય છે જેના પર સતત સંશોધનો ચાલી રહ્યા છે.
આ કોરોના વાઇરસ ઈ.સ. ૧૯૬૦ માં સૌ પ્રથમ શોધાયા. આ વાઇરસ ના શરીર માં રહેલા પ્રોટીન ને લીધે માઈક્રોસ્કોપ માં જોતાં તેમની ત્વચા ની બહાર એક પ્રકાશ નું વર્તુળ ( સૂર્ય ગ્રહણ વખતે સર્જાતી પ્રકાશ ની કંકણાકૃતી ) જેને અંગ્રેજી માં' કોરોના ' કહે છે તે પ્રકારે જોવા મળ્યું જેથી તેનું નામ 'કોરોના વાઇરસ ' પાડવામાં આવ્યું.
મોટેભાગે નાનાં બાળકો તથા વૃદ્ધો કે જેની રોગપ્રતિારકશક્તિ નબળી હોય તેઓ આ વાઇરસ નો પ્રથમ ભોગ બની શકે છે. આ રોગ ના લક્ષણો જો વધારે સમય દેખાય અને એની સારવાર કરવામાં ન આવે તો ન્યૂમોનિયા અને ફેફસાં ના અન્ય ગંભીર રોગો માં પરિવર્તિત થઈ જીવલેણ સાબિત થઈ શકે.
મોટેભાગે આ વાઇરસ દ્વારા ઠઠ્ઠા રોગ ના લક્ષણ સામાન્ય ફ્લૂ જેવા હોઈ એની ગંભીરતા માલમ પડતી નથી. આ લેખ લખાય છે ત્યાં સુધી ભારત માં એક પણ કોરોના વાઇરસ થી પીડિત જાણ માં આવ્યો નથી પરંતુ અત્યંત ચેપી એવા આ વાઇરસ ને ચીન થી પ્રવાસીઓ દ્વારા ઝડપથી ફેલાતાં વાર લાગી શકે નહિ.
કોરોના વાઇરસ દ્વારા ફેલાતા રોગ ના લક્ષણો :-
• નાક વાટે પાણી ગળવું
• લાંબો સમય સુધી ન મટતી ખાંસી
• ગળા માં દુખાવો
• તાવ
મોટે ભાગે સામાન્ય ફ્લૂ જેવા લક્ષણો હોવાથી કોરોના વાઇરસ વિશે જાણ ખૂબ મોડેથી થતી હોય છે. જો ઉપર મુજબ ના લક્ષણો લાંબા સમય સુધી ઠીક ન થાય તો તરત ડોકટર ની સલાહ લેવી હિતાવહ છે.
અહી, આપણે મુખ્ય કામ આપણી પોતાની રોગપ્રિકારકશક્તિ ને ઊંચી રાખવાનું કરી શકીએ કે જેના દ્વારા આપણે આપણા શરીર ને કોઈ પણ પ્રકાર ના વાઇરસ ના ચેપ નો ભોગ બનતાં અટકાવી શકીએ. આવો, નીચે પ્રમાણે ની કાળજી લઈ પોતે અને પોતાના સ્વજનો ને રોગ થી બચાવીએ.
1. હાથ ને સ્વચ્છ પાણી તથા આલ્કોહોલ યુક્ત હેન્ડ સનીટાઇઝર નો ઉપયોગ કરી સ્વચ્છ રાખીએ.
2. જો શરદી – ખાંસી – તાવ જેવા લક્ષણો દેખાય , તો પોતાના હાથ વડે નાક, આંખો અને મોઢા પર વારંવાર સ્પર્શ ન કરીએ.
3. ઉપર પ્રમાણે ના લક્ષણો ધરાવતા રોગીઓ ના વધુ સંપર્ક માં ન રહીએ
4. પોતાની પાસે ચોખ્ખો રૂમાલ રાખી છીંક આવતાં હાથ નો ઉપયોગ ન કરતાં એ રૂમાલ નો જ ઉપયોગ કરીએ.
5. પૂરતો આરામ કરીએ. અપૂરતો આરામ રોગપરતિકારકશક્તિ ને નબળી પાડે છે.
6. પુષ્કળ પ્રવાહી નું સેવન કરીએ. ખાસ કરી દર થોડી થોડી વારે થોડું થોડું પાણી પીતા રહીએ જેથી ગળું સુકાઈ ન જાય.
7. પાણી માં લીંબુ, ફુદીનો , તુલસી અને આદુ નો રસ મેળવી આ પાણી નું સેવન દિવસ માં ૩-૪ વાર કરીએ. લીંબુ માં રહેલ વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે, આદુ તુલસી અને ફુદીનો કફ ઓછો કરશે અને ગળા ને રાહત આપશે.
8. સવારે અને રાત્રે સૂતાં પહેલાં હુંફાળા પાણી માં હળદર મેળવી પીએ.
9. દૂધ માં હળદર મેળવી પી શકાય
10. સિઝનલ ખાટા મીઠાં બરાબર હુફાળા પાણીએ ધોયા બાદ રોજ આરોગીએ.
11. બહાર નો ખોરાક ટાળી બને તેટલો ઘરે બનાવેલ ખોરાક ખાવાનો આગ્રહ રાખીએ.
આમ, કેટલાંક સાવચેતી ના પગલાં અને યોગ્ય આહાર માંદગી સામે પ્રતિકાર કરવા શરીર ને સક્ષમ બનાવશે.
Comments