top of page
Writer's pictureFit Appetite

કેવો ખોરાક સંતાનપ્રાપ્તિ માં મદદરૂપ થઈ શકે ?



અગાઉ ના બે અંકો થી આપણે નિ: સંતાનપણ માટે જવાબદાર પરિબળો અને તેના આહાર વિષયક ઊપાયો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો આજે એ માળા નો આખરી મણકો, યોગ્ય આહાર અને સંતાન પ્રાપ્તિ તથા તે માટે પુરુષો માટે મદદરૂપ એવા આહાર વિશે ચર્ચા કરીશું. સંતાનપ્રાપ્તિ માટે સ્ત્રી અને પુરુષ એમ બંને ના શરીર માં પૂરતા પ્રમાણ માં પોષક તત્વો જોવા જરૂરી છે. અમુક પોષકતત્વો ની ખામી પણ ક્યારેક યુગલો ને સંતાન પ્રાપ્તિ થી વંચિત રાખતી હોય છે. તો આજે આપણે આ પોષકતત્વો વિશે જાણીએ. • સેલેનિયમ :- સેલેનિયમ એ એન્ટી ઓક્સિડન્ટ સ્વભાવ ધરાવતું ખનીજ છે જેની ઉણપ એ સ્ત્રીઓ માં વારંવાર થતાં મિસ કેરેજ અને પુરુષો માં થતી શુક્રાણુઓ ની સંખ્યા ની ખામી તથા શુક્રાણુ ની મોટિલિટી માં ઘટાડા માટે જવાબદાર છે. સેલેનિયમ આપણને લસણ, ઘઉં ના લાપશી ના ફાડા, અખરોટ, સૂર્યમુખી ના બીજ તથા માંસાહારીઓ ને લીવર, કિડની જેવા અંગો તથા ખારા પાણી ની માછલીઓ માંથી મળી રહે છે. આ ખાદ્યપદાર્થો નો રોજીંદા આહાર માં ઉમેરો મદદરૂપ સાબિત થાય છે. • વિટામિન સી:- વિટામિન સી એ પુરુષો માં DNA માં થતાં નુકસાન ને બચાવે છે. વળી, સ્ત્રીઓ માં ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સના બેલેન્સ માટે જવાબદાર છે . આમ, વિટામિન સી નો વંધ્યત્વ નિવારણ માં મોટો હાથ છે. વિટામિન સી આપણને આમળા, સ્ટ્રોબેરી, સંતરા, લીંબુ જેવા ફળો, બ્રોકોલી, બટાકા, લાલ પીળા લીલા કેપ્સિકમ , કોબીજ, સરગવો જેવા શાક દ્વારા પૂરતા પ્રમાણ માં મળી રહે છે. • ઝીંક ( જસત) :- ઝીંક એ DNA ના બેવડાવા માટે , ગર્ભપાત ને રોકવા માટે, પુરુષ અને સ્ત્રી ના હોર્મોન્સ ના નિયમન માટે ,અને ટૂંક માં સંપૂર્ણપણે પુરુષ અને સ્ત્રી ની ફળદ્રુપતા માટે સૌથી અગત્યનું ખનીજ છે. આ ઝીંક આપણને કોળા ના બીજ, લીલી ભાજી, શેલ ફિશ( ઑયસ્ટર) અને ચિકન દ્વારા મળે છે. • ફોલિક એસિડ:- ફોલિક એસિડ વારસાગત જનીનિક રોગો નું વહન અટકાવવા માટે ખૂબ જરૂરી છે. એથી જ સંતાનપ્રાપ્તિ માટે ની સારવાર લેતા દંપતીઓ ને ડોકટર દ્વારા ફોલિક એસિડની દવાઓ લેવાની અનુરોધ કરવા માં આવે છે. વળી, વિટામિન બી ૧૨ અને ૬ ની સાથે ફોલિક એસિડ લેવાથી સ્વસ્થ DNA અને RNA ના નિર્માણ ને વેગ મળે છે. લીલી ભાજી, બ્રોકોલી, વટાણા, બ્રાઉન રાઈસ એ ફોલિક એસિડ ના સ્ત્રોત છે. • ઓમેગા ૩ ફેટી એસિડ:- સ્ત્રી અને પુરુષ માં વંધ્યત્વ માટે જવાબદાર એવા રોગો ની સારવાર માટે ઓમેગા થ્રી ફેટી એસિડ જરૂરી છે. આ ઉપરાંત સ્ત્રીબીજ ના ઉત્પાદન માટે પણ ઓમેગા થ્રી ફેટી એસિડ નું મહત્વ છે. ઓમેગા થ્રી ફેટી એસિડ આપણને પાલખ ની ભાજી, અખરોટ, બદામ, અળસી ના બીજ દ્વારા મળી રહે છે. • ક્રોમિયમ :- ટામેટાં, કાંદા અને બટાકા માં રહેલું ક્રોમિયમ PCOD જેવી સમસ્યાઓ થી પીડાતી સ્ત્રીઓ માટે અસરકારક છે. PCOD માં ઇન્સ્યુલીન નું કાર્ય ખોરવાય છે અને જેને બેલેન્સ કરવામાં ક્રોમિયમ મહત્વ નો ભાગ ભજવે છે. • વિટામિન ઈ:- વિટામિન ઈ શુક્રાણુઓ ની સંખ્યા વધારવા માં ઉપયોગી છે. વળી. એક અનોખા ગુણ તરીકે વિટામિન ઈ ગર્ભાશય ના મુખ ( સર્વિક્સ) દ્વારા મ્યુક્સ નું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે . આ મ્યુકસ દ્વારા શુક્રાણુઓ વધુ સમય સુધી ગર્ભાશય માં જીવિત રહી શકે છે. આ ઉપરાંત ગર્ભાશય ની દીવાલ ને વધુ મજબૂત કરવા માટે પણ વિટામિન ઈ જવાબદાર છે. વિટામિન ઈ આપણને સૂર્યમુખી ના બીજ, ઈંડાં, પાલખ ની ભાજી , બદામ જેવા સૂકા મેવા દ્વારા મળી રહે છે. • આયોડિન :- આયોડિન નું મુખ્ય કાર્ય થાઈરોઈડ ગ્રંથિ ના કરી નું નિયમન કરવાનું છે. થાઈરોઈડ નું કાર્ય ખોરવાતાં, અનિયમિત માસિક અને સ્ત્રીબીજ ના નિર્માણ માં વિલંબ જેવી તકલીફો સર્જાય છે. જે પરોક્ષ રીતે ની: સંતાનપણ માટે જવાબદાર છે. આયોડિન આપણને ઈંડા , મીઠું અને દરિયાઇ વનસ્પતિ તથા દરિયાઇ માછલીઓ દ્વારા મળે છે. આમ ઉપર મુજબ ના પોષકતત્વો ના યોગ્ય પ્રમાણ થી ગર્ભધારણ ની શક્યતાઓ વધી શકે છે. આ ઉપરાંત દારૂ નું સેવન અને સિગારેટ ની આદતો પણ વ્યંધત્વ માં ખૂબ મોટો ભાગ ભજવે છે. જ્યારે સંતાન પ્રાપ્તિ માટે પ્રયતો કરતા હોઈએ ત્યારે આ આદતો થી દુર રહેવું હિતાવહ છે.

43 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page