‘ ખરતાં વાળ “ એ કદાચ કોરોના પછી ની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. પહેલા માત્ર ઉમર સાથે વાળ ખરતા જેને લોકો વધતી ઉમર ની નિશાની તરીકે સ્વીકારી લેતા. પણ હવે બાળકો , જુવાનિયાઓ અને બહારથી સ્વસ્થ દેખાતા વ્યક્તિઓ પણ ખરતાં વાળ ની સમસ્યા નો ભોગ બનતાં જઈ રહ્યા છે. આવો પહેલાં ખરતાં વાળ ની સમસ્યા ના કારણો સમજીએ અને ત્યારબાદ આહાર માં ફેરફાર દ્વારા કઇ રીતે વાળને વધુ પોષણ મળે અને ખરતાં અટકાવી શકાય તે જોઈએ.
વાળ ના નિષ્ણાતો મુજબ , દિવસ ના લગભગ ૫૦ થી ૧૦૦ વાળ નું ખરવું એ સામાન્ય બાબત છે. જો એના થી વધુ વાળ ખરતાં હોય, તો નીચે મુજબ ના કારણો જવાબદાર હોઈ શકે.
1. વારસાગત :- વાળ નું ઉતરવું એ મોટેભાગે વારસાગત પેટર્ન હોઈ શકે.
2. ઉમર :- અમુક ઉમર બાદ ખોરાક માં લીધેલા વિટામિનો નું યોગ્ય પ્રકારે શરીર માં અધિશોષણ થઈ શકતું નથી જેના પરિણામે વાળ ના મૂળને પૂરતું પોષણ મળી શકતું નથી અને તે ખરવા લાગે છે.
3. વાળ ના રોગો :- એલોપેસિયા જેવા વાળ ના મૂળિયાં માં થતાં રોગ ને કારણે વાળ ના મૂળિયાં પોતાની પકડ છોડી દે છે અને ખરવા લાગે છે.
4. કેન્સર જેવા રોગો ના ઉપચાર માં વપરાતી કેમો થેરાપી ની આડ અસર ને કારણે પણ વાળ ઉતરે છે
5. બાળજન્મ :- બાળક ના જન્મ બાદ દૂધ બનવા ને લીધે શરીર માં થતી પ્રોટીન – કેલ્શિયમ ની ઉણપ ને કારણે સામાન્ય રીતે બાળક ના જન્મ ના ૪-૫ મહિના બાદ વાળ ઉતારવા શરૂ થાય છે.
6. માંદગી અને ઉપચાર :- શરીર માં થતાં ઇન્ફેક્શન અને તેને મટાડવા માટે અપાતી એન્ટી બયોટીક દવાઓ ના કારણે ખોરાક લેવાતો ઓછો થઈ જાય છે પરિણામે શરીર ને મળતા વિટામિન, પ્રોટીન અને કેલ્શિયમ નો જથ્થો ઇચ્છો થઈ જતાં તે વાળ ખરવા માં પરિણામે છે.
7. સ્ટ્રેસ અને ડિપ્રેશન :- સ્ટ્રેસ અને ડિપ્રેશન પણ વાળ ઉતરવાનું મોટું કારણ હોઈ શકે.
આપણા વાળ એ ૯૮% પ્રોટીન ( કેરાટીન) ના બનેલા છે. આ પ્રોટીન ના શરીર માં ઉત્પાદન અને આ પ્રોટીન વાળ સુધી પહોંચે એ માટે દરેક વિટામિનો અનુક્રમે એ, બી, સી, ડી અને ઈ મહત્વના કર્યો કરે છે. આવો, અહી આ પોષક તત્વો વાળ માટે કેમ ઉપયોગી છે અને એના સ્ત્રોત વિશેં જાણીએ.
• વિટામિન એ:- વિટામિન એ એ શરીર ના દરેક કોષ ના વિકાસ માટે અનિવાર્ય છે. વાળ એ શરીર ના સૌથી ઝડપી વિકાસ પામતા કોષો છે એથી વિટામિન એ ની ઉણપ વાળ ના વિકાસ ને અટકાવી શકે . વળી, વિટામિન એ વાળના મૂળિયાં માં રહેલી તૈલીય ગ્રંથિ માં થી તેલ ( સિબમ) નું ઉત્પાદન કરવામાં મોટો ભાગ ભજવે છે. આ સીબમ ની ખામી, વાળના મૂળિયા ને નબળા પાડી શકે છે.
વિટામિન એ આપણને પીળા - કેસરી રંગ ના ફળો અને શાકભાજી જેવાકે પપૈયું, પાઈનેપલ, કેરી, ગાજર, કોળા માં થી મળે છે.
વિટામિન બી:- વિટામિન બી રક્તકણો ના નિર્માણ માટે અનિવાર્ય છે. આ રક્તકણો વાળ ના મૂળિયાં સુધી ઓકસીજન અને પોષકતત્વો પહોચાડવાનું કામ કરે છે. વાળની મજબૂતી માટે અત્યંત જવાબદાર એવું બી વિટામિન જેને આપણે ‘બાયોટીન ‘ તરીકે ઓળખીએ છીએ એ રોજિંદા આહાર માં થી મળી રહે તે જોવું જરૂરી બને.
સ્ત્રોત :- બાયોતિં આપણને બદામ – અખરોટ જેવા સૂકા મેવા, માછલી અને લીલી ભાજી માંથી મળી રહે છે. આ ખાદ્યપદાર્થો ને રોજિંદા આહારમાં સ્થાન આપવું જરૂરી બને છે.
• વિટામિન સી:- વિટામિન સી વાળ, ચામડી અને અનન્ય કોષો માટે જરુરી એવા કોલાજન તત્વ ના નિર્માણ માટે જરૂરી છે. વળી, વિટામિન સી એ એન્ટી ઓક્સિડન્ટ તરીકે વર્તી લોહીને શુદ્ધ કરે છે . આ શુદ્ધ લોહી વાળને પણ તંદુરસ્તી બક્ષે છે.
સ્ત્રોત :- આમળા, સ્ટ્રોબેરી, સંતરા, લીંબુ જેવા ખાટા ફળો વિટામિન સી ના કુદરતી સ્ત્રોત છે.
• વિટામિન ડી :- વિટામિન ડી વાળના મૂળિયાં ને મજબૂત કરે છે.
સ્ત્રોત :- સવાર નો તડકો (આકરો ન હોય એવો ) એ વિટામિન ડી નો સ્ત્રોત છે. આ ઉપરાંત ઈંડા અને સાલમન માછલી માં થી પણ થોડા પ્રમાણ માં વિટામિન ડી મળે છે.
• વિટામિન ઈ :- વિટામિન ઈ એ એન્ટી ઓક્સિડન્ટ છે જેનું કાર્ય આપણા શરીર ના કોષો ને વધતી ઉમર ના લક્ષણો થી બચાવવાનું છે. વાળનું ખરવું એ પણ વધતી ઉમર નું લક્ષણ છે જેના થી વિટામિન ઈ રક્ષણ આપે છે.
સ્ત્રોત :-પાલખ ની ભાજી, અખરોટ, બદામ, સૂર્યમુખી ના બીજ , એવોકાડો સારા પ્રમાણ માં વિટામિન ઈ ધરાવે છે.
• પ્રોટીન :- વાળના પોષણ માં પ્રોટીન અનિવાર્ય છે. દૂધ માં રહેલું કેસિન મૂળિયાં માં ગ્લુટામાઈન નામનું એમિનો એસિડ પહોચાડે છે જેથી વાળ ઊગે, સ્વસ્થ રહે અને ખરતાં અટકે છે. એથી વાળના સ્વાસ્થ્ય માટે દૂધ ખૂબ જરૂરી છે. દૂધ ન પીતા લેક્ટોઝ ઇન્ટોલરન્સ ના રોગીઓ અને વિગન લોકો વારંવાર વાળ ના ઉતરવાની સમસ્યાનો ભોગ બને છે.
નોંધ :- આ બધાં પોષકતત્ત્વો ખાદ્યપદાર્થો માં થી મળી રહે તે જરૂરી છે. પોષકતત્ત્વો મેળવવા માટે સ્પલીમેન્ટ્સનું આડેધડ સેવન કરતા પહેલા ડોકટર ની સલાહ લેવી અનિવાર્ય છે.
top of page
Recent Posts
See All'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...
270
જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...
480
ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...
490
bottom of page
Comments