top of page
Writer's pictureFit Appetite

ગરમી માં થતાં ડાયેરિયા ફૂડ પોઇઝનિંગ હોઈ શકે :-


આજકાલ, કોરોના ના નવા સ્ટ્રેન ના લક્ષણો ને લઈ ને લોકો માં વધુ ફફડાટ વ્યાપેલ છે. આંખો આવવી, પીઠ માં દુખાવો થવો, ઉલ્ટી થવી અને ઝાડા થવા… આ બધા લક્ષણો ખરું જોતાં કોરોના ના ન પણ હોય...એપ્રિલ – મે ની સખત ગરમી ને કારણે પણ આ લક્ષણો દેખા દે છે એમ બની શકે. !

તો આવો, આ અંકે આપણે ગરમી ને કારણે ફૂડ પોઈઝનિંગ અને ડાયેરિયા ન થાય તથા જો થાય તો શું ઉપાય કરી શકાય તે સમજીએ.

ફૂડ પોઈઝનીંગ ના કારણો :-

ફૂડ પોઇઝનીંગ મોટે ભાગે બેક્ટેરિયા, વાઇરસ, વિષાણુ ઓ અથવા પરોપજીવી ઓ ( પેરસાઇટ્સ) દ્વારા થતા હોય છે. મુખ્યત્વે ઝેરી સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા ઉત્પન્ન થતું વિષ પાચનતંત્ર ને દૂષિત કરે છે જે ઝાડા અને ઉલ્ટી માં પરિણામે છે.

કઈ રીતે લાગી શકે !:-

• વાસી ખોરાક દ્વારા

• કાચા અને બરાબર ન રંધાયા હોય એવા ખોરાક દ્વારા

• ખૂબ લાંબા સમય સુધી ફ્રીઝ માં સંગ્રહ કરેલો ખોરાક ગરમ કરી ખખાવાથી

• દૂધ, પનીર તથા અન્ય ડેરી ની વાનગી ને લાંબો સમય સુધી સામાન્ય તાપમાને રાખતાં

• બેક્ટેરિયા ના જીવન માટે પાણી ની હાજરી જરૂરી હોય છે. એથી સૂકવેલા ખોરાક ની સરખામણી માં ભેજ વાળા ખોરાક માં બેક્ટેરિયા નું પ્રમાણ વધુ હોવાનું જાણવામાં આવ્યું છે.

• જો રાંધેલો ખોરાક સાત કલાક થી વધુ રૂમ ના તાપમાને રાખવામાં આવે , તો તેમાં ૨૦ લાખ જેટલા વિષાણુ ઓ ઉત્પન્ન થઈ તબિયત બગાડી શકે છે.

• ઈંડા, માંસ, દૂધ જેવી વધુ પ્રોટીન ધરાવતી ખાદ્યસામગ્રી વધુ ઝડપ થી વિષયુક્ત બેક્ટેરિયા નું નિર્માણ કરે છે.

• ખૂબ વધારે પડતાં પેકડ નાસ્તા ખાવા જે પુષ્કળ પ્રમાણ માં એસિડ અને પ્રોઝરવેટીવ્ઝ ધરાવે છે અને જેના પરને શરીર માં પુષ્કળ એસિડ ઉત્પન્ન થઈ ઉલ્ટી અને ઝાડા માં પરિણામે છે.

ફૂડ પોઈઝનિગ ના લક્ષણો :-

• પાતળા પાણી જેવા ઝાડા થવા

• પેટ માં ચુંક આવવી

• ઉલ્ટી થવી

• ગેસ થવો

• ખાવાનું મન ન થવું

• ડી હાઇડ્રેશન થવું.

• થાક લાગવો

• ક્યારેક માથું દુખવું.

ફૂડ પોઈઝનિગ થાય ત્યારે શું કરવું ?:-

1. ખૂબ પાણી પીવું જેથી ઝાડા અને ઉલ્ટી દ્વારા ગુમાવેલું પાણી પાછું મેળવી શકાય.

2. લીંબુ પાણી અથવા ORS liquid પીવું જે શરીરે ગુમાવેલા ખનિજ તત્ત્વો શરીર ને ફરી મેળવવામાં મદદ કરશે.

3. દહીં અને છાશ નો ઉપયોગ પુષ્કળ કરો. દહીં માં રહેલા લેક્તો બેસિલસ એ શરીર ને ઉપયોગી એવા બેક્ટેરિયા નું ઉત્પાદન કરી શરીર ને નુકસાનકારક એવા બેક્ટેરિયા નો નાશ કરવામાં મદદરૂપ થાય છે.

4. પાકા કેળા નું સેવન મદદરૂપ સાબિત થાય છે. પાકા કેળા માં પાતળા ઝાડા ના બંધારણ માટે પર્યાપ્ત ફાઈબર હોય છે.

5. સફરજન નું સેવન ફૂડ પોઇઝનિંગ ને પરિણામે ઉત્પન્ન થતા એસિડ ને મંદ કરે છે.

6. સફેદ ભાત( બ્રાઉન રાઈસ નહિ) અન્ય ધાન્યો ની સરખામણીએ પચવા માં સહેલાં હોઈ, આવા સંજોગો માં દહીં ભાત નું સેવન ઉત્તમ ગણાશે.

7. આદુ અને હળદર નું સેવન પાચન તંત્ર ના ઇન્ફેક્શન ને કન્ટ્રોલ કરવા માં મદદરૂપ થાય છે.

8. ઇન્ફેક્શન લાંબા સમય થી રહેતું હોય તો પ્રિ – પ્રો બાયોટિક દવાઓ નું સેવન ડોકટર ની સલાહ મુજબ કરી શકાય.

શું ન આરોગવું :-

જ્યારે ફૂડ પોઇઝનિંગ થયું હોય ત્યારે નીચે મુજબ ના ખાદ્યપદાર્થો નું સેવન કરવું નહિ.

• તળેલા પદાર્થો

• કઠોળ

• દૂધ

• ગરમ મસાલા વાળો ખોરાક

• પેકેટ વાળા નાસ્તા

• પચવા માં ભારે હોય એવા ખોરાક ને ટાળો. ઘઉં, કઠોળ , નોન વેજ, ઈંડા જેવા પદાર્થો પચવા માં ભારે હોઈ પાચનતંત્ર પર ભારણ કરેછે.

• વધુ પડતાં કાચા ખોરાક નો ઉપયોગ ટાળો. સલાડ ને બદલે સૂપ પીવાનું આ ગાળામાં પસંદ કરો. કાચો ખોરાક પરિસ્થિતિ ને બગાડી શકે છે.

ફૂડ પોઇઝનિંગ ન થાય તે માટે શું તકેદારી રાખશો !?:-


1. તાજો ખોરાક આરોગવા નો આગ્રહ રાખો.

2. વધેલો ખોરાક તરત ફ્રીઝ માં મૂકી દો. વધુ સમય બહાર રાખવા થી ખોરાક માં હાનિકારક વિષાણુ ઓ ભળી શકે

3. શાકભાજી – ફળો રાંધતા પહેલાં બરાબર ધુઓ. ( જરૂર લાગે તો મીઠું, ખાવાનો સોડા, પોટેશિયમ પરમેન્ગેનેટ અથવા ફ્રૂટ એન્ડ વેજીટેબલ કલિંઝર નો ઉપયોગ કરી શકાય. )

4. રાંધતા પહેલાં હાથ બરાબર ધુઓ

5. શાક અને નોનવેજ ખોરાક માટે ની છરી જુદી જુદી રાખો

6. રોટલી બનાવતા બાદ પાટલો – વેલણ બરાબર ધોવાની આદત રાખો. એક વાર ઉપયોગ માં લીધેલા અખલિયો વેલણ ધોયા વિના બીજી વાર ઉપયોગ માં ન લો

7. બને તેટલો ઘરે બનાવેલ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઇએ. થી ખાવાનું ઓર્ડર કરો ત્યારે ચટણી, કાંદા, અથાણાં જેવી વસ્તુઓ આરોગવી નહિ.

8. નોનવેજ ખોરાક ને બરાબર રાંધી ને જ ખાવાનો આગ્રહ રાખો.


52 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...

Comments


bottom of page