લો..ફરી દેશ ખુલી ગયો…( કેટલાક ક્ષેત્રો ને છોડી ને) ફરી સૌ કામે લાગી ગયા. ..આ ગાળામાં મેં મારા હોસ્પિટલ રાઉન્ડ દરમ્યાન એક સરસ હકારાત્મક ( કહી જ શકાય) એવું પરિવર્તન જોયું… ખૂબ બધા ગર્ભાવસ્થા ના કેસ…ઘણી બધી સ્ત્રીઓ ની પ્રેગ્નનસી ટેસ્ટ પોઝિટિવ આવવામાં સફળ રહી છે. ઘણા બધા સંતાન વાંછુક દંપતીઓ છેલ્લા બે મહિનામાં પરિણામ મેળવવામાં સફળ રહ્યા. એનું કારણ કદાચ કોરોના ની કૃપાથી મળેલો ક્વોલિટી ફેમિલી ટાઈમ , ઘર નો શુદ્ધ ખોરાક, સ્ટ્રેસ વગર ની દિનચર્યા હોઈ જ શકે. આ સૌ દંપતીઓ ને ખૂબ ખૂબ શુભકામનાઓ.
આવો અહી સમજીએ કે ગર્ભાવસ્થા ના પ્રથમ ત્રણ માસ દરમ્યાન આ કોરોના કાળ માં શું ધ્યાન આપીશું…
પ્રથમ ત્રણ માસ દરમ્યાન બાળક ના હૃદય, મગજ, ફેફસાં, કિડની જેવાં આંતરિક અંગો નો વિકાસ થાય છે. આથી આ સમય દરમ્યાન ખોરાક ખૂબ સ્વાસ્થ્યપ્રદ હોય તે આવશ્યક બને છે. શરૂઆત ના તબક્કા દરમ્યાન ગર્ભાવસ્થા ના હોર્મોન્સ ને કારણે ભૂખ ઓછી થવી, ઉલ્ટી ઉબકા આવવા, અમુક ચોક્કસ ખોરાક માટે અણગમો થવો એ ખૂબ સ્વાભાવિક છે .
• સૌથી મોટી સમસ્યા ગર્ભાવસ્થા ના પ્રથમ તબક્કાની છે… ' મોર્નિંગ સિકનેસ ' સવારે ઉઠતાં વેંત ઉલ્ટી થવી, ચક્કર આવવા , ઊબકા આવવા વિગેરે…અહી એના માટે સવારે ઉઠતાં ની સાથે મુઠ્ઠીભર ડ્રાય ફ્રુટ ખાઈ લેવા. બદામ, અખરોટ, ખજૂર, અંજીર, કલી દ્રાક્ષ અને આ સૌ ભેગા કરી સવાર ના પહોર માં મુઠ્ઠીભર ખાવાથી થોડી એનર્જી નો સંચાર થાય છે જે ઉપર મુજબ ના લક્ષણો ને દબાવી રોગપ્રિકારકશક્તિ વધારે છે.
• વિટામિન સી ધરાવતાં ખાટા મીઠા ફળો અને લીંબુ નું રોજીંદુ સેવન વાઇરસ ના ઇન્ફેક્શન સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનિવાર્ય છે. એથી પ્રેગ્નન્સી માં “ આ ખવાય અને આ ન ખવાય “ એનો વિચાર કરવાને છૂટ થી ફળોનું સેવન કરવું.
• આથી, શરૂઆત ના ત્રણ મહિના દરમ્યાન ખૂબ બધો ખોરાક ન ખવાય , વજન ૨ કિલો સુધી ઉતરી પણ જાય તો ચિંતા કરવી નહીં પરંતુ, રેસ્ટોરા નો ન હોય તેનું ચોક્કસ ધ્યાન રાખવું. અહીં, બહારથી આવતાં ખોરાક અને ખાદ્યપદાર્થો દ્વારા કોરોના ના સંક્રમણ નો મહત્તમ ભય રહેલો છે. શક્ય એટલી ભાવતી વાનગીઓ ઘરે જ બનાવી ને ખાવી. રેસ્ટોરાં ભલે ઊઘડી હોય…બહાર ખાવાની લાલચ ને ગર્ભાવસ્થા ના આ પ્રથમ તબક્કા દરમ્યાન ' લોક ડાઉન' માં જ રાખવી જરૂરી છે.
• અહીં, બીજી મુખ્ય વાત છે વાસી ખોરાક ની… વાસી ખોરાક પાચનતંત્ર ને બગાડી શકે અને જેના કારણે રોગપ્રતિકારકશક્તિ ઓછી થાય. જેથી વાઇરસ ના સંક્રમણ સને લડવાની ક્ષમતા માં ઘટાડો થાય. એથી ઘરે બનેલ તાજો ખોરાક લેવાનો જ આગ્રહ રાખો.
• કોરોના નો ભય સતત મન માં ન રાખો. અહીં, ગર્ભાવસ્થા ના પ્રથમ તબક્કા માં બાળક ના મગજ અને હૃદય નો વિકાસ થતો હોઇ, આપની હકારાત્મક માનસિકતા અને પ્રસન્નતા ખૂબ મોટો ભાગ ભજવે છે. ખોરાક ન ખવાય તો એનું પણ ટેન્શન ન લો. વજન ઉતરે તો એની ચિંતા ન કરો. ચોથા મહિનાથી ધીરે ધીરે બધું વ્યવસ્થિત થઈ જશે. થોડું મેડીટેશન ચોક્કસ મદદરૂપ થશે.
• કારણ વગર ઘર થી બહાર ન નીકળ્યો તો સારું. શક્ય એટલા ઓછા લોકો ને મળો.
તો બિલકુલ ચિંતા છોડી ને કોરોના દેવી ની કૃપા થી ફળેલ ગર્ભાવસ્થા ને સંપૂર્ણપણે એન્જોય કરો.
Comments