ગર્ભાવસ્થા એટલે એક નવું જીવન પોતાનામાં ઉત્પન્ન થવા ની પ્રક્રિયા. આ પ્રક્રિયા સ્ત્રી ના શરીર માં રહેલા હોર્મોન્સ, તેના શરીર માં પોષક તત્વોના પ્રમાણ, તેની જીવનશૈલી , તેના સ્ટ્રેસ લેવલ જેવા અલગ અલગ પરિબળો પર આધાર રાખે છે. એક પણ પરિબળ ખોટકાતા ગર્ભાવસ્થા માં કોમલિકેશના આવવાની શક્યતા રહેલી છે.
પાછલા બે અંકો થી આપણે ગર્ભાવસ્થા ના અલગ અલગ તબક્કાઓ માં કેવા પ્રકાર નો આહાર લેવો તે વિશે જાણતા આવ્યા છીએ. અહીં આ અંકે આપણે ગર્ભાવસ્થા માં આવતી મુશ્કેલી ઓ ને ખોરાક ની મદદ થી કઈ રીતે દૂર કરી શકીએ તે જાણીએ.
1. ઉલ્ટી ઊબકા આવવા અને ખોરાક ટકી ન શકવો :- ગર્ભાવસ્થા ના હોર્મોન્સ સ્ત્રી ના શરીર માં સ્થાપિત થતાં થોડો સમય લાગતો હોય છે. અહીં આ એડજસ્ટમેન્ટ ઇશ્યું ને લીધે ઉલ્ટી – ઊબકા આવવા એ ખૂબ સામાન્ય લક્ષણો છે. પરંતુ શરૂઆત ના તબક્કા માં બાળક ના મહત્વના આંતરિક અંગો બનતાં હોઈ, ખોરાક લેવો પણ એટલો જ અનિવાર્ય છે. તો આવા સંજોગો માં જમવા પહેલાં એક કપ આદુ લીંબુ નું શરબત લેવું જેથી ખાધેલ ખોરાક નું પાચન ખૂબ સરળતાથી થઈ રહે.
2. કમર માં દુખાવો અને ખૂબ થાક લાગવો :- મોટે ભાગે આ સમસ્યા બીજા અને ત્રીજા તબક્કા દરમ્યાન ઉદભવતી હોય છે. અહીં, બાળક પોતાના શરીર નો વિકાસ કરવા માટે માટે ના શરીર માં થી કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ખાનીજત્વો નું શોષણ કરતો હોય છે. હવે, જો માટે ના ખોરાક દ્વારા જો a પોષકતત્વો પૂરતા પ્રમાણ માં ન લેવાતા હોય, તો માટે ના હાડકાં અને સ્નાયુઓ નબળા પડે અને દુખાવો થતો હોય છે. અહીં , ચોથો મહિનો શરૂ થતાં જ કેલ્શિયમ અને ફોસ્ફરસ ધરાવતાં ખાદ્યપદાર્થો નું સેવન વધારી દેવું જોઈએ. .
3. શરીરે સોજા આવવા :- શરીર માં ફ્લુઇડ વધવાને કારણે સોજા આવવાની શક્યતા રહે. અહીં સોજા આવતાં હોય તો મીઠાં ( નમક) નો ઉપયોગ નહિવત કરી દેવો. અથાણાં, પાપડ ચટની જેવા વધુ મીઠું ધરાવતાં ખાદ્યપદાર્થો બિલકુલ લેવા નહિ. આ ઉપરાંત ઇનો અને ખાવાનો સોડા ધરાવતી વાનગીઓ નું સેવન કરવું નહિ. પાણી પુષ્કળ પીવું અને દિવસ ના એક થી બે વાર નારિયેળ પાણી નો ઉપયોગ કરવો.
4. કબજિયાત થવી :- લગભગ ગર્ભાવસ્થા ના છેલ્લા તબક્કા માં આ સમસ્યા આવતી હોય છે. બાળક ના કડ નો વિકાસ થાય એટલે પાચનતંત્ર થોડું સંકોચાય. અહીં, પાચનની ક્રિયા થોડી ધીમી પડતાં કબજિયાત થવાની શક્યતા રહે. તે માટે થોડા થોડા સમયે થોડું થોડું પાણી પીતા રહેવું, સવારે અને રાત્રે ગરમ પાણી પીવું, જમવા પહેલાં સલાડ ખાવું અને દિવસ દરમ્યાન એક કેળુ જરૂર ખાવું. ( ડાયાબિટીસ હોય તો ડાયેટિશિયન ની સલાહ લેવી).
5. જેસટેશનલ ડાયાબિટીસ :- ગર્ભાવસ્થા માં ડાયાબિટીસ થવો એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા પર એક અખો લેખ લખી શકાય પરંતુ અહી આપણે ટૂંકાં માં જોઈએ તો, ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીના શરીર નું વજન ખૂબ વધી જાય , ત્યારે ડાયાબિટીસ ની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત આ સમસ્યા વારસાગત પણ છે. પાતળી સ્ત્રીઓ ને પણ થઈ શકે છે. અહીં, ખોરાક માં ખૂબ કાળજી રાખવી અનિવાર્ય બને. ખોરાક દર બે – બે કલાકે થોડાં થોડા પ્રમાણ માં લેવો. બીટ, ખજૂર, કેળા, કેરી જેવા પુષ્કળ શુગર ધરાવતાં ખાદ્યપદાર્થો ને ટાળવા . ખાંડ નો ઉપયોગ નહિવત કરવો. રાત નું ભોજન વહેલું લઈ લેવું. ડોકટર ની સલાહ લઈ ચાલવાની કસરત કરવી.
6. હાઇપરટેન્શન :- ગર્ભાવસ્થા ના છેલ્લા તબક્કા ના બ્લડ પ્રેશર માં સામાન્ય વધારો જોવા મળે છે. અહીં બાળક ની મૂવમેન્ટ ને લઈને અપૂરતી ઊંઘ, સ્ટ્રેસ અને ડિલિવરી ને લગતી ગભરામણ તથા માતાનું વધુ પડતું વજન જવાબદાર હોય શકે. આ સમસ્યા સર્જાતાં, સૌથી પહેલાં મીઠાં નો ઉપયોગ શક્ય એટલો ઓછો કરી દેવો. નારિયેળ પાણી અને મીઠાં વગર ના લીંબુ પાણી નું સેવન કરી શકાય.અથાણાં, પાપડ જેવાં વધુ મીઠાં ધરાવતાં ખાદ્યપદાર્થો નું સેવન બંધ કરવું. પુષ્કળ પ્રવાહી નું સેવન કરવું.
આમ, ગર્ભાવસ્થા દરમ્યાન સર્જાતી સામાન્ય તકલીફો નું નિરાકરણ આહાર થી કર
Comments