ભારત માં પ્રેગ્નનસી કન્ફર્મેશન થયાં પછી તો ગાળો સુખદ હોવાની. સાથે સ્ટ્રેસ્ફૂલ પણ હોય છે. અહી , ખોરાક ખાવાનું મન ન થાય , ઉલ્ટી ઊબકા આવે અને જે ખાવા નું મન થાય તે માટે ઘર ની વડીલ સ્ત્રીઓ મનાઈ ફરમાવે. “ આ ખાશે તો ગરમ પડશે, આ ખાવાં થી ગર્ભપાત થઈ જાય, આ ખોરાક થી બાળક ગોરું આવે , આ ખાશે તો બાળક બુદ્ધિમાન થશે …” અને આવું ઘણું બધું….બિચારી સગર્ભા સ્ત્રી કનફ્યુઝ થાય કે ખાવું તો શું ખાવું? .
તો આવો અહી સમજીએ કે ખોરાક ને લગતી જે માન્યતાઓ ગર્ભાવસ્થા માટે પ્રવર્તે છે એમાં કેટલું માનવું અને કેટલું ન માનવું..
• પપૈયું ખાવું નહિ :- જાણવા જેવી વાત એ છે કે , પપૈયુ, કરી પાઈનેપલ જેવા પીળા રંગ ના ખાદ્યપદાર્થો વિટામિન એ ના ખૂબ સારા સ્ત્રોત છે અને વિટામિન એ નું મુખ્ય કામ આંખ ના પડદા ( રેટિના) ને સ્વસ્થ રાખવાનું છે. એથી સગર્ભા સ્ત્રીઓ દ્વારા યોગ્ય પ્રમાણ.માં વિટામિન એ નું સેવન બાળકની સ્પષ્ટ દૃષ્ટિ માટે જરૂરી છે. એટલે જો યોગ્ય પ્રમાણ માં પપૈયા, કરી, પાઈનેપલ લેવાથી ફાયદો જ થાય છે. હા, કોઈ પણ પદાર્થ નું અતિશય સેવન નુકસાન કરી શકે. હા, વિટામિન એ નું અતિશય સેવન રક્તસ્રાવ કરી શકે એમ તબીબી વિજ્ઞાન કહે છે. એથી, પ્રમાણભાન રાખવું અનિવાર્ય બને.
• દહી ખાવા થી ગર્ભસ્થ બાળક ને શરદી થાય :- ખરું જોતાં, દહી એ આંતરડા ના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા લેક્ટો બેસિલસ ( પ્રો બાયોટિક્સ) ધરાવે છે. દહીં એ પચવા માં હળવો અને પ્રોટીન – કેલ્શિયમ નો મોટો સ્ત્રોત છે. શક્ય એટલી વધુ માત્રા માં દહી લેવું જોઈએ. બાળકને બિલકુલ
• ખજૂર ગરમ પડે :- ખજૂર એ લોહતત્વ અને ગ્લુકોઝ નો મોટો સ્ત્રોત છે અને માતા તથા ગર્ભ માં વિકસતા બાળક માટે ખૂબ જરૂરી છે. જો ૨-૨ પેશી કરીને ખજૂર દિવસ માં ૨ -૩ વાર લેવામાં આવે તો તે બિલકુલ નુકસાન કરતું નથી. ખજૂર ખાવાથી ચોક્કસ આયર્ન ની ઉણપ હોય તો તે ઝડપ થી દુર થઇ શકે. ખજૂર ગર્ભાવસ્થા માં ચોક્કસ જ ખાઈ શકાય. .
કેળું ખાવાથી બાળક સરી પડે :- ખૂબ હાસ્યાસ્પદ એવું લોજીક લઈને પણ પેશન્ટ આવતાં હોય અમારી પાસે…એમને આખી શારીરિક રચના સમજાવવી પડે કે “ બેન , પાચનતંત્ર અને પ્રજનન તંત્ર બે આખા અલગ તંત્રો છે. મોઢા વાટે ખાધેલું કેળું, બાળક ના શરીરને સીધું અડે નહિ. સગર્ભા સ્ત્રી જે ખોરાક ખાય, તેમાંથી પોષકતત્વો લોહીમાં ભળે અને આ પોષકત્ત્વો ગર્ભનાળ દ્વારા બાળક સુધી પહોંચે. એથી ખાધેલો ખોરાક સીધો બાળકને અડતો નથી. ખરું જોતાં કેળામાં ખૂબ પોષક એવા રેષા, કેલ્શિયમ અને ફ્રૂકતોઝ રહેલા છે જે માતાને કબજિયાત થી બચાવે અને બાળક ના વિકાસ માં મદદરૂપ થાય.
• ગરમ ખોરાક ન ખવાય :- ખોરાક ના તાપમાન ને ગર્ભસ્થ બાળક સાથે સીધો સંબંધ નથી. ઈન ફેકટ, ખોરાક જેટલો તાજો એને ગરમ લેવાય એટલો વધુ સ્વાસ્થ્યપ્રદ રહે. ઠંડો અને વાસી ખોરાક ફૂડ પોઇઝનિંગ માટે જવાબદાર હોઈ, પાચનતંત્ર માં ઇન્ફેક્શન કરી શકે. ગરમ ખોરાક થી બાળકને કોઈ નુકસાન થતું નથી.
• રસગુલ્લા અને પનીર જેવા પદાર્થો ખાવાથી બાળક ગોરું આવે :- તો કદાચ આફ્રિકા ના દેશો માં બધાં જ ગોરા પૈદા થઈ શકે…હા..હા…આ વાત માં બિલકુલ તથ્ય નથી. બોલ ની ચામડી નો રંગ વારસાગત અને જનીનિક બંધારણ પર નિર્ભર હોય છે. એનો ખોરાક સાથે કોઈ સીધો સંબંધ નથી.
ખરું જોતાં, સગર્ભા સ્ત્રી ની માનસિક પ્રસન્નતા એ બાળક ના વિકાસ માં ખૂબ મોટો ભાગ ભજવે છે. “ આ ખવાય” અને “ આ ન ખવાય ' નો સતત સ્ટ્રેસ માતાની પ્રસન્નતા છીનવી લે છે અને આ સ્ટ્રેસ ની નકારાત્મક અસર ચોક્કસ બાળક ના શારીરિક માનસિક વિકાસ પર થાય છે. એથી, જે મન ને પ્રસન્ન કરે એ તમામ ખોરાક પ્રમાણભાન રાખીને ખાવામાં આવે તો બિલકુલ નુકસાન કરતી નથી. ગર્ભાવસ્થા એ આનંદપૂર્વક અનુભવવાનો તબક્કો છે. એને આનંદ થી પસાર કરવાથી જ સ્વસ્થ બાળક મેળવી શકાય છે.
આમ છતાં, વધુ જાણકારી અને માર્ગદર્શન માટે સારા ડાયેટીશિયન ની સલાહ લેવી.
Kommentare