ગાંધીજી ના આહાર વિશેના પ્રયોગો અને આહાર વિજ્ઞાન વિશેની ઊંડી સમજ આપણને ગાંધીજી ની આત્મકથા ‘ સત્ય ના પ્રયોગો ‘ દ્વારા જાણવા મળે છે. ગાંધીજી આયુર્વેદ ના પ્રખર અભ્યાસુ અને હિમાયતી તો હતા જ પણ સાથે સાથે પોષણ શાસ્ત્રની પણ ઊંડી સમજ ધરાવતા એવું તેમના લેખો દ્વારા સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
આજે, ગાંધીજી ની જન્મ જયંતિ પ્રસંગે આવો, ફરી ગાંધીજી ના આહાર વિશેના વિચારો ને તેમની જ ભાષા માં વાગોળીએ. ..
ગાંધીજી એ કરેલા ખોરાક સાથેના અખતરા તેમની જ ભાષા માં તેમના પુસ્તક ‘ સત્ય ના પ્રયોગો ‘ માં થી શબ્દ શ: મમળાવીએ અને એમના વિચારો આજના યુગ માં પણ કેટલા પ્રસ્તુત છે તે સમજીએ...
આવો શરૂઆત કરીએ ....
‘ સત્ય ના પ્રયોગો – મોહનદાસ કરમચંદ ગાંધી ‘
પ્રકરણ -૧ :- પાના નંબર ૨ :- જન્મ :- ''માતા ના ઉપવાસ ની મન પર ઊંડી છાપ '
“ સાધ્વી સ્ત્રી હતી એવી મારા પર છાપ રહેલી છે. પૂજા પાઠ વિના કદી ન જમે. હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડ્યા હોય એવું માને સ્મરણ નથી. કઠણ માં કઠણ વ્રતો તે આદરતી અને નિર્વિઘ્ને પૂરા પણ કરતી. “
સમજણ :- આ પર થી સમજી શકાય કે ઉપવાસ કરવા, એકટાણા કરવા વિગેરે નું મહત્વ અને આ પ્રકારે કઠણ વ્રતો કરનાર નું સ્થાન ગાંધીજી ના મન માં ઊંચેરું હતું. એકટાણા અને ઉપવાસ ના વૈદિક દૃષ્ટિએ ફાયદાનો તો તેમણે ખૂબ મોડે થી આયુર્વેદ ના અભ્યાસ ટાણે કર્યો પરંતુ, ઉપવાસ જેવી કોઈ ક્રિયા આત્મા ના શુદ્ધિકરણ માટે થાય છે તે વાત તેમના ઉછેર માં માતા દ્વારા સંસ્કાર ની જેમ વણાઈ ગઈ હતી.
પ્રકરણ -૬ :- પાના નંબર ૧૬:- દુ:ખદ પ્રસંગ :- ' માંસાહાર વિશે ગાંધીજી ના વિચાર'
“ ઘણા હિંદુ શિક્ષકો છુપી રીતે માંસાહાર ને મધપાન કરતા હતા એવા ખબર એક મિત્ર દ્વારા મળ્યા. હું તો આશ્ચર્ય પામ્યો અને દુઃખી પણ થયો. મેં કારણ પૂછ્યું ત્યારે આ દલીલ થઈ , ‘ આપને માંસાહાર નથી કરતા તેથી આપણે નમાલી પ્રજા છીએ. અંગ્રેજો આપણા પર રાજ ચલાવે છે તેનું કારણ માંસાહાર છે. મિત્ર મુજબ માટે પણ એ ખાવું જોઈએ અને ખાઈને જોવું જોઈએ કે મારામાં કેટલું જોર આવે છે!’ “ હું પીગળ્યો. માંસાહાર સારી વસ્તુ છે ,તેથી હું બળવાન ને હિંમતવાન થઈશ , દેશ આખો જો માંસાહાર કરે તો અંગ્રેજો ને હરાવી શકાય એમ હું માનતો થયો . માંસાહાર નો શોખ નહોતો . તેમાં સ્વાદ છે એવું ધારીને મારે માંસાહાર નહોતો આરંભવો. મારે તો બળવાન અને હિંમતવાન થવું હતું. પછી અંગ્રેજો ને હરાવી હિન્દુસ્તાન ને સ્વતંત્ર કરવું હતું . “
સમજણ :- ક્યાંકથી હાઇસ્કુલ માં હતા ત્યારે મિત્રો ના સંગ ( કુસંગ ) ને લીધે ગાંધીજી માં મન પર માંસાહાર વિશે ખૂબ ખોટી અને ઊંડી છાપ એ પડી ગઈ હતી કે માત્ર માંસાહાર જ એકમાત્ર હથિયાર છે બળવાન અંગ્રેજો ને હરાવવા માટેનું ! ત્યારે તો ૪-૫ વાર ચુસ્ત વૈષ્ણવ માતા પિતા થી છુપાવી ને કમને માંસાહાર કર્યું પરંતુ મા – બાપ ને છેતર્યા નો ગુનો તેમને ચેન થી જીવવા નહોતો દેતો. આથી, એમને માધ્યમ માર્ગ કાઢ્યો કે માટે – પિતા હયાત છે ત્યાં સુધી માંસાહાર કરવો નહિ.
માંસાહાર વિશે અને અન્નાહાર વિશે પૂરો અભ્યાસ ગાંધીજી એ વિલાયત ગયા પછી કર્યો અને એમના વિચારો માં ધરમૂળ થી ફેરફારો આવ્યા, માંસાહાર વિશેના તેમના વિચારો બિલકુલ બદલાયા જેની તેમના સત્યાગ્રહ પર ઊંડી અસર પડી.
નવરાત્રી ના અંક બાદ ફરી ગાંધીજી ના આહાર વિશે ના વિચારો અંગે વધુ માહિતી મેળવીશું.
top of page
Recent Posts
See All'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...
જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...
ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...
bottom of page
Comments