હાલ ની પરિસ્થતિ ખરેખર મહાનરપાલિકાના કર્મચારીઓ અને તબીબો માટે માથાનો દુઃખાવો બનતી જાય છે. કોરોના ના કેસ માં ભયાનક વધારો, હોસ્પિટલો ભરચક, ઓકસીજન સિલીન્ડ રો અને વેન્ટિલેટર મશીનો ની અછત..ચિંતા વધારી રહ્યા છે અને તેમાં અધૂરામાં પૂરું ચોમાસા નું આગમન અને ચોમાસુ રોગો નો ભય… ટેઇક ઇટ ઇઝી… હવે જવાબદારી માત્ર પાલિકાની અને તબીબોની જ નહીં રહેતાં આપણા સૌ ની બને છે. આપણા સૌ ના સ્વાસ્થ્ય નું ધ્યાન આપણે સૌ એ જ રાખવાનું છે અને રોગપ્રતિારકશક્તિ વધારી ને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવાનું છે.
ચોમાસુ આવતાં ફ્લૂ, ડાયેરિયા, મચ્છરો નો ઉપદ્રવ વધતાં મેલેરિયા અને ડેન્ગ્યુ ના કેસો જોવા મળી શકે. આવો, નીચે પ્રમાણે ના કાળજી ના પગલાં લઈએ..
1. ઠંડુ પ્રવાહી પીવાનું ટાળીએ : શક્ય ત્યાં સુધી રૂમ ના તાપમાન નું પ્રવાહી લઈએ. બને તો ગરમ પાણી માં આદુ , હળદર ઉમેરી પીએ.
2. દિવસ માં ૨ વાર હળદર વાળું દૂધ પીએ :- હળદર એન્ટી વાઇરલ તથા એન્ટી બેક્ટેરિયલ ખૂબી ઓ ધરાવે છે તેથી તેનું વધુ સેવન કરીએ.
3. ૨ વાર લીંબુ પાણી ( ગરમ પાણી માં) પીએ. લીંબુ નું વિટામિન સી રોગપ્રિકારકશક્તિ વધારે અને તેમાં રહેલું પોટેશિયમ ડીહાઇડ્રેશન સામે રક્ષણ આપે .
4. વાસી ખોરાક ટાળીએ. વાસી ખોરાક માં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા પાચનતંત્ર માં ઇન્ફેક્શન કરી શકે છે. જે રોગપ્રિકારકશક્તિ ઘટાડે છે.
5. ખોરાક ખુલ્લો ન મૂકીએ. ખુલ્લા ખોરાક પર માખી તથા અન્ય જંતુ ઓ બેસીને ખોરાકમાં હાનિકારક જીવો ભેળવે છે જે ચોમાસુ રોગો નું કારણ બની શકે.
6. ખાટા મીઠા સિઝનલ ફળો નું નિયમિત સેવન કરીએ. સીઝનલ ફળો જે તે ઋતુ માં તાપમાનના ફેરફાર અને ઋતુગત માંદગી સામે રક્ષણ આપતા પોષકત્ત્વો ધરાવતાં હોય છે. એમનું સેવન અચૂક કરવું જોઈએ.
7. ખૂબ પ્રવાહી નું સેવન કરો. પ્રવાહી નું યોગ્ય માત્રા માં સેવન લોહીની pH ને નિયંત્રણ માં રાખી શરીર માં એસિડ નું પ્રમાણ ઘટાડે છે.
8. દહી પ્રોબાયોટિક બેક્ટેરિયા ધરાવે છે જે આંતરડાં ને સ્વસ્થ રાખે છે. તો ખોરાક માં નિયમિત ઘરના બનાવેલ દહી નુંસેવન કરો
9. શાકભાજી – ફળો યોગ્ય રીતે ધોયા બાદ જ ઉપયોગ માં લો.
10. તળેલો ખોરાક ખાવાનો ટાળો:- ચોમાસા માં પાચનક્રિયા મંદ પડે છે. અહી પુષ્કળ ચરબીયુક્ત પદાર્થો નું સેવન પાચનતંત્ર પર ભારણ વધારે અને ગેસ અપચા જેવી તકલીફો ઉત્પન્ન થઈ શકે. શક્ય એટલો પચવામાં હલકો ખોરાક ખાઓ
11. મેંદાની વાનગીઓ નું સેવન મોટુ નુકસાન કરી શકે… હાલ , લોક ડાઉન દરમ્યાન…મીડિયા દેવ ની કૃપા થી લોકો ઘણી બધી બેકરી પ્રોડક્ટ્સ બનાવતાં શીખી ગયા. શીખવા માં કઈ ખોટું નથી પણ વઘુ પડતો મેંદો, ઘી, બટર, ચીઝ , ખાવાનો સોડા ( ઇનો) આ બધું જ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. આ બધા નું વધુ પડતું સેવન બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને ચરબી માં ભયજનક સ્તરે વધારો કરી શકે. મેંદો પચવા માં ખૂબ વધુ સમય લે છે અને ચોમાસા દરમિયાન આમ પણ પાચનતંત્ર મંદ હોઈ ચોક્કસ મોટું નુકસાન સર્જી શકે.
12. યોગાસનો અને પ્રાણાયામ શરીર માં એનર્જી નો સંચાર કરે અને ફેફસાં ની કાર્યશીલતા માં વધારો કરી ફેફસાં ની ઓકસીજન સંગ્રહ કરવા ની ક્ષમતા માં વધારો કરે જે ઋતુગત બીમારી અથવા કોરોના માટે પણ એટલું જ અગત્ય નું છે.
આમ, આટલા સાવચેતી ના પગલાં આપને શારીરિક માનસિક રીતે આ ચોમાસે રોગ નો સામનો કરવા માટે આપને સજ્જ રાખશે.
Comments