top of page

ટાઇફોઇડ ના દર્દી નો આહાર કેવો હોવો જોઈએ?

 

આજકાલ ટાઇફોઇડ ના દર્દીઓ ની સંખ્યા ખૂબ વધી રહી છે. ટાઇફોઇડ મોટેભાગે દૂષિત ખોરાક ખાવાથી પાચનતંત્રમાં ‘ સલ્મોનીલા તાઇફી ‘ નામના બેક્ટેરિયા નું સંક્રમણ થવાથી આંતરડા પર સોજો આવે છે. પાચનક્રિયા નબળી બને છે. ખાધેલો ખોરાક પચાવી શકાતો નથી.

ટાઇફોઇડ ના લક્ષણો :-

મોટેભાગે ટાઇફોઇડ ના લક્ષણો માં

·        તાવ

·        માથા નો દુખાવો

·        પેટ માં દુખાવો

·        પાતળા ઝાડા

·        ખૂબ થાક લાગવો

·        ભૂખ મરી જવી

·        વજન ઉતરી જવું

જેવા લક્ષણો નો સમાવેશ થાય છે. અહી, દવાઓ ની સાથોસાથ ખોરાક મંધ્યાં રાખવા માં આવે તો ઝડપ થી સાજા થઈ શકાય છે.

ખોરાક માં શું ધ્યાન રાખીશું?

ટાઈફોઈડ માં પાચનતંત્ર નબળું પડે છે. અહી, પાચનતંત્ર પર ઓછું ભારણ આવે અને છતાં નબળાઈ ન આવે તે પ્રકાર નું આહાર આયોજન થવું જોઈએ.

અહીં વધુ રેષા વાળા, પચવા માં ભારે એવા જટિલ ખાદ્યપદાર્થો ને ટાળવા જરૂરી બને છે પરંતુ સાથે સાથે કબજિયાત ન થાય, શક્તિ ઓછી ન થઈ જાય તે પણ જોવું જરૂરી બને છે.

આવો જાણીએ

ટાઇફોઇડ દરમ્યાન શું ખાવું :

·        બાફેલા કંદમૂળ :- બાફેલા બટાકા, શક્કરિયા, બીટ, ગાજર જેવા કંદમૂળો સ્ટાર્ચ થી ભરપુર હોય છે જે સારા પ્રમાણ માં કેલરી આપે છે અને સાથોસાથ તેમાં રહેલા રેષા રંધાઈ જવાથી ખૂબ સુપાચ્ય બની જાય છે અને પાચનતંત્ર પર ઓછું ભારણ આવે છે.

·        કેળા, કેરી, ચીકુ જેવા દળ વાળા ફળો કે જે છાલ ઉતર્યા બાદ ખાવામાં આવે છે. આ ફળો સારા પ્રમાણ માં શર્કરા ધરાવે છે જે દર્દી ને એનર્જી આપે છે.

·        તડબૂચ, શક્કરટેટી જેવા પુષ્કળ પાણી ધરાવતા ફળો પણ સારી માત્રા માં આરોગી શકાય. આ ફળો પાણી થી ભરપુર હોય છે જે દર્દી ને ડીહાઇદ્રેશન થી બચાવે છે.

·        ચોખા, કણકી , દહીં ભાત, મગ ની દાળ ની ખીચડી , મોરૈયો જેવી સુપાચ્ય વાનગીઓ નું સેવન આંતરડાં ને આરામ આપે છે

·        સાબુદાણા સ્ટાર્ચ થી ભરપુર હોય છે અને પચવામાં હલકા ! હા, એને બનાવવામાં ઘી – તેલ નો ઉપયોગ કરવો નહિ.

·        દહી પુષ્કળ પ્રમાણ માં પ્રો બાયોટિકસ ધરાવે છે. દહી , છાશ નું સેવન, આંતરડાં ને નુશાનકારક વિષાણુઓ નો નાશ કરી અંતરા માં સ્વાસ્થ્યપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે.

·        નારિયેળ પાણી અને ફળો ના રસ નું સેવન કરી શકાય.

·        મગની દાળ જે પ્રોટીન થી ભરપુર છે છતાં સુપાચ્ય છે.

·        જો માંસાહારી હોવ તો, બાફેલા ઈંડા ની સફેદી તથા ચિકન સૂપ લઈ શકાય.

·        પાણી દર થોડી થોડી વાર ના અંતરે પીવું.

શું ન ખાવું?:-

Ø  તળેલી, વધુ પડતાં ઘી, તેલ અને બટર થી ભરપુર વાનગીઓ.

Ø  બ્રેડ, બિસ્કીટ , કેક જેવી મેંદા ની વાનગીઓ

Ø  સલાડ અને કાચા શાકભાજીઓ

Ø  છાલ સાથે ખવાય એવા ફળો

Ø  તીખી તમતમતી વાનગીઓ

Ø  કોબી, ફ્લાવર, બ્રોકોલી જેવા પચવામાં ભારે એવા શક

Ø  ફણસી, ચોળી, ગુવાર શીંગ જેવા બીજ વાળા શાકભાજી

Ø  પીઝા, બર્ગર જેવા જંક ફૂડ

Ø  બદામ, અખરોટ, કાજુ જેવા નટસ

Ø  ચણા , રાજમા , વાલ જેવા જટિલ કઠોળ

ટુંકમાં પચવા માં હળવો હોય એવો પ્રવાહી અને સ્ટાર્ચ થી ભરપુર ખોરાક ટાઇફોઇડ ની બીમારી માં થી બહાર કાઢવામાં દર્દીને મદદરૂપ થઈ શકે છે. ( ડાયાબિટીસ , હાયપરટેન્શન ના દર્દીઓ એ દોત્ર અને ડાયેતિશિયન ની સલાહ મુજબ આહાર લેવો. )

 

 

 

 

 

29 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page