top of page

ડેન્ગ્યુથી બચવા કેવા પ્રકાર નો ખોરાક લેશો ? 

આજકાલ ડોકટરો ના દવાખાના અને હોસ્પિટલો ડેન્ગ્યુ ( ખરો ઉચ્ચાર ડેન ગી ) ના દર્દીઓ થી ઉભરાઈ રહ્યા છે. NDTV ન્યૂઝ અનુસાર આ વર્ષે આ લેખ લખાય છે ત્યાં સુધી અખા ભારત માં ૧,૫૩,૬૩૫ ડેન્ગ્યુ ના દર્દીઓ સારવાર હેઠળ છે અને ૨૨૬ વ્યક્તિઓ ડેન્ગ્યુ ના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી સતત જાહેરાતો અને ડેન્ગ્યુ વિશે ની માહિતી નો પ્રસાર થવા છતાં એટલા બધા ડેન્ગ્યુ ના કેસ નજર સમક્ષ આવી રહ્યા છે જેનું એક કારણ લોકો માં જાગૃતિ નો અભાવ અને બીજું કારણ ઈમ્યુનીટી ની ખામી ( રોગપ્રતિારકશક્તિ ઓછી હોવી ) હોઈ જ શકે. આપણે સૌ જાણીએ છીએ કે ડેન્ગ્યુ એ ભરાયેલા સ્વચ્છ પાણી માં થતાં ' એડીસ ' નામના મચ્છરો દ્વારા દિવસ ના સમયે કરડવાથી થતો રોગ છે. ડેન્ગ્યુ મોટે ભાગે સપ્ટેમ્બર મહિના થી લઇ ફેબ્રુઆરી સુધી થતો હોવાનું જોવામાં આવ્યું છે. જેનું કારણ મચ્છરો ને માફક આવતી શિયાળા ની સૂકી આબોહવા હોવાનું અનુમાન કરી શકાય. ડેન્ગ્યુ ના લક્ષણો. :- • તાવ • માથા અને સ્નાયુઓ નો દુખાવો • શરીર પર લાલ ચાંઠા પડવા • પુષ્કળ થાક લાગવો • ઉલ્ટી ઉબકા આવવા આવો અહી ડેન્ગ્યુ ન થાય તે માટે આપણી રોગપરતિકારકશક્તિ વધારવા જેવા પ્રકાર નો આહાર લઈશું તે સમજીએ. રોજિંદા આહાર માં નીચે મુજબના ખાદ્યપદાર્થો ઉમેરવાથી રોગપ્રિકારકશક્તિ ચોક્કસપણે વધારી શય. 1. વિટામિન સી ધરાવતાં ખાટા મીઠા ફળો :- વિટામિન સી માં શ્વેત કણોના ઉત્પાદન ની ક્ષમતા રહેલી છે. વળી, વિટામિન સી એન્ટી ઓક્સિડન્ટ નું કામ કરી શરીર માં થી ઝેરી તત્વો બહાર કાઢે છે. અને આમ, રોગપરતિકારકશક્તિ માં વધારો કરે છે. આથી , લીંબુ, સંતરા, આમળા, સ્ટ્રોબેરી, કીવી, ડ્રેગન ફ્રૂટ જેવા ફળો નું સીઝન પ્રમાણે સેવન કરવું. 2. લસણ :- લસણ માં રોગો સામે લડવાની સારી ક્ષમતા રહેલી છે. લસણ માં રહેલું સલ્ફર જંતુઓ નો સારી રીતે સામનો કરી શકે છે. 3. દહી :- દહી પ્રો બાયોટીક પાચનતંત્ર માટે આવશ્યક એવા બેક્ટેરિયા થી ભરપુર હોય છે. આ પ્રો બાયોટિક ગુનો ને લીધે પાચનતંત્ર અનેક પ્રકારના રોગો થી બચે છે અને સ્વસ્થ પાચનતંત્ર પોષકતત્વો નું શોષણ સારી રીતે કરી શકે જેના કારણે શરીર રોગોનો સામનો કરવા સજજ રહે. 4. પાલખ ની ભાજી :- પાલખ ની ભાજી સારા પ્રમાણ માં કેલ્શિયમ. વિટામિન સી અને અન્ય એન્ટી ઓક્સિડન્ટ તથા પુષ્કળ રેષા ધરાવે. આ દરેક પોષતત્ત્વ રોગપરતિકારકશક્તિ માં વધારો કરે. 5. બદામ :- વિટામિન ઈ થી ભરપુર એવી બદામ હૃદય ના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. કોઈપણ કારણસર ફેલાતી માંદગી નું અંતિમ ચરણ હૃદય પર પડતું ભારણ હોય છે. આવા સમયે જો હૃદય મજબૂત હોય તો માંદગી સામે મજબૂત ટક્કર ઝીલી શકે છે. સ્વસ્થ હૃદય માટે રોજ ૫-૬ બદામ કે જે વિટામિન ઈ થી ભરપુર છે તેનું સેવન લાભકારક રહે. 6. હળદર :- આપણા પૌરાણિક આરોગ્ય શાસ્ત્રો માં હળદર પ્રથમ સ્થાને બિરાજે છે. હળદર પુષ્કળ પ્રમાણ માં ઔષધિક ગુણો ધરાવે છે. રોગકારક જીવાણુઓ સામે લડવું, કોષોનું સફાઈકામ કરવું અને ઘા ના રૂઝાવા માં હળદર મોટો ભાગ ભજવે છે. હળદર નું રોજ ગરમ પાણી અથવા ગરમ દૂધ માં સેવન કરવાથી રોગપ્રિકારકશક્તિ માં વધારો થાય છે. 7. આદુ :- આદુ શરીર ના દુઃખાવા, માથાનો દુખાવો, તાવ જેવા ડેન્ગ્યુ ના લક્ષણો માં રાહત આપેછે. આદુ નું નિયમિત સેવન પણ રોગપ્રિકારકશક્તિ વધારે છે. આ થયા ડેન્ગ્યુ થી બચવા માટે રોગપરતિકારકશક્તિ વધારવા ના ઉપાયો. અહી એ પણ જાણવું જરૂરી બને કે કેવો આહાર રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે.. જંક ફૂડ, પુષ્કળ તળેલો અને મેંદા યુક્ત આહાર, એરેટેદ એસિડિક પીણા, દારૂ, સિગારેટ નું સેવન અને સૌ થી અગત્ય નું…' ઉજાગરા ' ચોક્કસ રોગપ્રિકારકશક્તિ ઘટાડે. એથી, આ પ્રકાર ની જીવનશૈલી થી દુર રહેવાથી ચોક્કસ ફાયદો થઈ શકે. આવો, હવે જાણીએ ડેન્ગ્યુ થયો હોય તો આહાર માં શું ઉમેરવાથી ઝડપી રાહત થઇ શકે ! • પ્રવાહી :- ડેન્ગ્યુ દરમ્યાન , તાવની ચડ ઉતર ને લીધે પુષ્કળ પસીનો થાય અને આ પસીના દ્વારા શરીર માં થી પ્રવાહી નો ઘટાડો થઈ ડીહાઇડ્રેશન ની પરિસ્થિતિ સર્જાઈ શકે. એ થી બચવા માટે દર થોડી મિનિટે થોડું થોડું પ્રવાહી લેવાનો આગ્રહ રાખવો. • ઇલેક્ટ્રોલાઈટબેલેન્સ :- પસીના દ્વારા મોટા પ્રમાણ માં સોડિયમ, પોટેશિયમ, કલોરાઇદ જેવા ખનીજો શરીર માં થી બહાર ઠલવાઈ જાય છે જેના પરિણામે ખૂબ થાક અને ઢીલાશ અનુભવાય. તો આ ખનીજ તત્વો ફરી મેળવવા માટે ORS અથવા લીંબુ પાણી નું થોડા થોડા સમયે સેવન કરવું. • ફળો નો રસ :- ફળો અને ફળોના રસ દ્વારા ખનીજ તત્વો ફરી મેળવાય સાથે વિટામિન સી પણ મેળવાય . • લોહતત્વ યુક્ત આહાર :- ડેન્ગ્યુ દરમ્યાન ઈન્ટરનલ હેમ્રેજ દ્વારા લોહતત્વ નો નાશ થાય તો આવા સંજોગોમાં આયર્ન યુક્ત ( લોહતત્વ યુક્ત) આહાર ખૂબ જરૂરી બની જાય. ખજૂર, અંજીર, લીલી ભાજી, સફરજન, દાડમ જેવા ફળો, લીવર , ઈંડા જેવા ખાદ્યપદાર્થો નું સેવન ખૂબ વધારવું જેથી પૂરતા પ્રમાણ માં આયર્ન નો જથ્થો ફરી મેળવી શકાય. • પ્રોટીન :- ડેન્ગ્યુ તાવ ને કારણે આવેલી ઢીલાશ અને કોષો ના ક્ષય માંથી ફરી સ્વસ્થ થવા, પ્રોટીન ની ખૂબ જરૂર પડે. દૂધ, દૂધની બનાવટો, મગ , મગ ની દાળ જેવું સુપાચ્ય કઠોળ, ઈંડા, ચિકન સૂપ જેવા પ્રોટીનયુક્ત આહાર દ્વારા ઝડપી સારવાર શક્ય બને. આમ, ખોરાક માં રાખેલી સાવચેતી ડેન્ગ્યુ સામે રક્ષણ મળે તો સાથે સાથે ડેન્ગ્યુ ની સારવાર માં પણ ઉપયોગી નીવડી શકે.


351 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page