ગતાંકે આપણે જોયું કે શિયાળા માં ઘણા લોકો ડિપ્રેશન ના શિકાર બને છે. વૈજ્ઞાનિકો અને મનોરોગ ચિકિત્સકો ના કહેવા મુજબ ખાસ કરીને શિયાળા માં થાણા ડિપ્રેશન ને ‘ સીઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર ( SAD) કહે છે.
આ SAD નો મોટેભાગે નવેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી ઘણા લોકો અનુભવ કરે છે. આવો આ પ્રકારના સીઝનલ ડિપ્રેશન ના લક્ષણો જોઈએ.
• વાતાવરણ માં ઠંડક ચાલુ થાય ત્યારથી નકારાત્મક વિચારો આવવા શરૂ થવા.
• જે કર્યો માં રસ પડતો હોય એ જ કાર્યો કરવાનો કંટાળો આવવો
• ઊંઘ ન આવવી
• આહાર ની આદતો અને એના લીધે વજન માં ફેરફાર થવા
• કોઈપણ કામ કરવાની આળસ આવવી
• સ્વભાવ માં ચીડિયાપણું આવવું
• લક્ષણો ખૂબ વધી જતાં ક્યારેક આત્મહત્યા કરવાના વિચારો આવવા
SAD ના કારણો :- સૂર્યપ્રકાશ નો અભાવ એ સૌથી મોટું કારણ હોઈ શકે જે નીચે મુજબ ના મનો શારીરિક ફેરફારો કરે છે.
1. બાયોલોજીકલ કલોક નું ખોરવાવું :- સૂર્યપ્રકાશ ના અભાવે શરીર ની ‘ બાયોલોજીકલ કલોક’ ખોરવાય છે જેની સીધી અસર મનુષ્ય ની સાયકોલોજી પર પડે છે.
2. સેરોટોનિન ની ઉણપ :- સેરોટોનિન એ મન ને ખુશ રાખતો ‘ હેપ્પી હોર્મોન ‘ છે. તડકા ના અભાવે સેરોટોનિન નું ઉત્પાદન ઘટે છે જે મન માં ખુશી ની ભાવના ની ઉણપ ઊભી કરે છે.
3. મેલાટોનિન નો અભાવ :- મેલાટોનિન એ શરીર ને પૂરતી ઊંઘ પ્રદાન કરનાર અંત:સ્ત્રાવ છે. વાતાવરણ બદલાતાં મેલાટોનિન નું ઉત્પાદન ઘટે છે જે અનુક્રમે ઊંઘ ઘટાડી શરીર ને આળસુ બનાવે છે અને ચિડિયાપણા માં વધારો કરે છે.
4. વિટામિન ડી ની ઉણપ :- વિટામિન ડી એ સૂર્યપ્રકાશ દ્વારા ઉપલબ્ધ થતું વિટામિન છે. શિયાળા માં સૂર્યના આકરા તાપ ના અભાવે વધુ પ્રમાણ માં ઉત્પન્ન થઈ શકતું નથી. વિટામિન ડી ની ઉણપ e ડિપ્રેશન માટેનું એક કારણ હોઈ શકે.
મોટેભાગે આ પ્રકારના સિઝનલ ડિપ્રેશન થી પીડાતા લોકો ગળ્યું ખાવા પ્રેરાય છે. પુષ્કળ ગળપણ ખાવાને કારણે સ્થૂળતા માં વધારો થાય છે જે ફરી ડિપ્રેશન માં ઊભું કરે છે.
શું કરશો?
• ખોરાક માં પુષ્કળ રેષા ધરાવતા ખાદ્યપદાર્થો નો ઉમેરો કરવો. સૂકા મેવા, સલાડ માં છાલ સાથેના શાકભાજી, ફળો, વગર છડેલું અનાજ , છાલ યુક્ત બટાકા,, ઓટ્સ વિ. દ્વારા સારા પ્રમાણ માં રેષા મેળવી શકાય છે. રેશયુક્ત આહાર પેટ ને ભરેલું રાખે છે અને મગજ ને સતત એનર્જી પૂરી પાડે છે.
• કઠોળ અને દાળ દ્વારા પ્રોટીન ઉમેરવાથી પણ SAD માં રાહત રહે છે.
• આપણે જોયું કે ડિપ્રેશન વ્યક્તિ ને ગળ્યું ખાવા પ્રેરે છે. અને આ ગળપણ સ્થૂળતા તરફ લઈ જાય છે. આવા સંજોગોમાં માત્ર ગળ્યા ખોરાક ને બદલે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ નું સંયોજન 'લોંગ એક્ટિંગ કાર્બોહાઈડ્રેટ ‘ બનાવે છે જે વધુ ફાયદાકારક રહે છે. આ પ્રકાર ના સંયોજન ના શ્રેષ્ઠ ઉદાહરણ નીચે મુજબ છે.
- દુધપૌવા
દૂધ+ કોર્ન ફ્લેક્સ
પનીર પરાઠા
પૂરણપોળી
પનીર ચિલ્લા
કેળા નું રાયતું
ફ્રૂટ યોગર્ટ
ખજૂર+ બદામ પાક
સુખડી ( હા, ઘી ની માત્રા નિયંત્રિત રાખવી ) . ડાયાબિટીસ ના દર્દીઓ એ તબીબ તથા ડાયેટિશિયન ની સલાહ મુજબ જ લેવું.
વેજીટેબલ સૂપ માં પનીર ઉમેરવું
ઈંડા અને રોટલી
• સવારના કુમળા તડકા માં ૩૫-૪૦ મિનિટ ચાલવું
• શિયાળા ના ઠંડા – સૂકા પવનો શ્વસનતંત્ર ને શુષ્ક કરે છે જે પણ સ્વભાવ ના ચીડિયાપણા નું એક કારણ હોઈ શકે. યોગ્ય મોઈશ્વરાઈઝર નો ઉપયોગ, રાત્રે સૂતા પહેલા વરાળ નો બાફ લેવો મદદરૂપ થઈ શકે.
• પુષ્કળ પાણી પીવું. શિયાળા માં ઠંડક ને કંઈ તરસ ઓછી લાગવાથી, પાણી પી પ્રમાણ ઓછું પીવાય છે જેના કારણે ડી હાઇડરેશન થઈ શકે છે. દર થોડા થોડા સમયે યાદ રાખી ને પાણી, ગ્રીન ટી , મલાઈ ઉતરેલા દૂધ નું સેવન કરવું.
આમ, થોડું આહાર વિહાર માં ધ્યાન, આપને શિયાળુ ડિપ્રેશન તરફ લઈ જતા રોકી શકે છે.
top of page
Recent Posts
See All'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ...
270
જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું...
480
ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં...
490
bottom of page
Comments