હાલની પિસ્થિતિમાં સ્વસ્થ રહેવા અને કોરોના થી બચવા માટે સારી રોગપ્રિકારકશક્તિ, હેલ્ધી જીવનશૈલી અને ડાયાબિટીસ તથા હાયપરટેન્શન અને કિડની ના રોગો જેવી કો મોર્બિડ કન્ડીશન પર કાબૂ એ મૂળભૂત આવશ્યકતાઓ છે. સારી રોગપ્રતિકારક શક્તિ અને યોગ્ય જીવનશૈલી પર આગળના અંકો માં લખાઈ ગયું છે. આ અંકે કેવા પ્રકારના આહાર દ્વારા ડાયાબિટીસ પર કાબૂ રાખી શકાય એ વિશે સમજીએ.
સૌથી પહેલાં ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ વચ્ચેનો સંબંધ સમજીએ :-
જ્યારે લોહી માં શુગર નું પ્રમાણ વધે , ત્યારે શરીર ની સુક્ષ્મ નસો સુધી લોહી પહોંચવાની પ્રક્રિયા ધીમી પડે. એથી લોહી યોગ્ય રીતે ફરી ન શકે અને એ કારણે શરીર ના જે ભાગ ના વાઇરસ અથવા બેક્ટેરિયા નો હુમલો થયો હોય, (જેને આપણે ઇન્ફેક્શન ના નામે ઓળખીએ છીએ ); એ ભાગ માં ઇન્ફેશન ની પરિસ્થિતિ માં સુધાર ન આવે અને પરિસ્થિતિ બગડતી જાય. એથી જ કહે છે કે કોરના જેવા ઇન્ફેક્શન માં ડાયાબિટીસ ને કારણે પરિસ્થિતિ ઝડપ થી બગડી શકે છે.
કેટલાક ખાદ્યપદાર્થો માં લોહી માં શર્કરા ભેળવવાની ક્ષમતા વધારે હોય છે , કોઈપણ ખાદ્યપદાર્થ ની લોહીમાં શર્કરા ભેળવવાની ક્ષમતા ને તબીબી ભાષા માં તે ખોરાક નો ' ગ્લાયસેમિક ઇન્ડેક્સ ' કહેવામાં આવે છે. દરેક ખાદ્યપદાર્થ નો ગ્લયસેમિક ઇન્ડેક્સ અલગ અલગ હોય છે. અથવા સરળ શબ્દો માં કહીએ તો, કેટલાક ખાદ્યપદાર્થો ખાવાથી લોહી માં શુગર તરત જ વધે છે જ્યારે કેટલાક પદાર્થો આરોગવાથી રક્ત ની શર્કરાના પ્રમાણમાં માં વધારો થતો નથી. અહીં એવા કેટલાક ખાદ્યપદાર્થો વિશે ચર્ચા કરીશું જે ના દ્વારા ડાયાબિટીસ ને કાબૂ માં રાખી શકાય.
1. આખા અનાજ અને ધાન્ય:- ઘઉં અને ચોખા કરતાં જવ નો ગલયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. જો રોજિંદા આહાર માં ઘઉં અને ચોખા ને બદલે જવ ના લોટ ની રોટલી અને જવ ના ફાડા ના દલિયા નો ઉપયોગ બ્લડ શુગર ઘટાડવા માં મદદરૂપ થઈ શકે.
2. અનાજ + કઠોળ નું કોમ્બિનેશન :- અનાજ માં કઠોળ ઉમેરવાથી તે આહાર ની પ્રોટીન વેલ્યુ વધી જાય છે. અને પ્રોટીન વેલ્યુ વધવાથી કાર્બોહાઈડ્રેટ નું તરત વિઘટન થઈ તે લોહી માં ભળતું નથી . એથી સરવાળે બ્લડ શુગર વધતી નથી. દા. ત. ઘઉં ના કે જુવાર ના લોટ માં ચણા અથવા સોયાબીન નો લોટ ઉમેરી એની રોટલી લેવાથી વધુ ફાયદાકારક રહે છે.
3. ઓટ્સ નો ઉપયોગ :- દિવસ ના એક વાર ઓટ્સ નો ઉપયોગ યા બ્રેકફાસ્ટ અથવા ડિનર માં કરી શકાય. ઓટ્સ માં પુષ્કળ રેષા રહેલા છે. રેશયુકત આહાર બ્લoડ શુગર ઘટાડી શકે છે.
4. રોટલી ભાખરી ને બદલે થેપલા નું સેવન :- રોટલી અને ભાખરી ના લોટ માં મેથી ની ભાજી, ગાજર, કોબી, સુધી, પાલખ ની ભાજી, કોથમીર જેવા શાક ભાજીઓ ઉમેરવાથી તેમાં વધુ રેષા ઉમેરાશે. જેથી તેનો ગલાયસેમિક ઇન્ડેક્સ ઘટશે. એથી સદી રોટલી ભાખરી ખાવાને બદલે તેમાં શાકભાજી ઉમેરી ને ખાવું વધારે હિતાવહ રહે.
5. વધુ ફળો અને શાકભાજી નો સમાવેશ :- તબીબો અનુસાર દિવસ માં ઓછા માં ઓછા ૩ ફળો , ૨ વાર શાકભાજી ( ૧ વાર લીલા પાં વળી ભાજી ) અને ૨ વાર સલાડ નો ઉપયોગ કરવાથી ખોરાક માં વધુ રેષા ઉમેરાશે અને ફળો ની શર્કરા ને લીધે સંતુષ્ટિ થશે. અલબત, ડાયાબિટીસ ના દર્દી એ ચીકુ, દ્રાક્ષ જેવા વધુ ગ્લાયસેમીક ઇન્ડેક્સ ધરાવતાં ફળો લેતા પહેલા ડાયેટિશિયન ની સલાહ લેવી અનિવાર્ય છે.
6. જ્યુસ ને બદલે આખા ફળો :- ફળો ના જ્યુસ બ્લડ શુગર માં ત્વરિત વધારો કરી શકે છે. આખા ફળો માં રેષા હોવાથી ફળોની શર્કરા સીધી લોહી માં ભળતી નથી. એથી ફળોના જ્યૂસ પીવાનો બદલે ફળો ખાવાનો જ આગ્રહ રાખવો. વળી, ફળો અને શાકભાજી ને શક્ય હોય ત્યાં સુધી છાલ સાથે ખાવાનો આગ્રહ રાખવો.
7. લસણ :- રોજિંદા આહાર માં મસાલા તરીકે તથા દવા તરીકે સૂકા લાં નો ઉપયોગ લોહી માં શીઘ્ર નું પ્રમાણ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે જે વૈજ્ઞાનિકો દ્વારા પ્રમાણિત છે. લસણ માં રહેલ સિસ્ટિંન સલ્ફોકસાઇડ અને પ્રોપાઇલ ડાઈ સલ્ફાઇડ નામનું એક્ટિવ રસાયણ ઇન્સ્યુલીન ના ઉત્પાદન ને પ્રેરે છે જેના કારણે ખોરાક ની શર્કરા નું પાચન થઈ લોહી માં ભળતા અટકે છે.
આમ, આટલાં સૂચનો ધ્યાન માં રાખી બ્લડ શુગર ને કાબુ માં રાખવા માં આવે, તો ઇન્ફેક્શન થી બચી શકાય. આ ઉપરાંત નિયમિત વ્યાયામ અને પૂરતી ઊંઘ પણ બ્લડ શુગર ને કાબુ માં રાખવા માં મહત્વ નો ભાગ ભજવશે.
Comments