આપણી કિડની નું કામ શરીર માં ની અશદ્ધિઓ ને ગાળવાનું અને વધારા ના પાણી અને કચરા નો નિકાલ કરવાનું છે. કેટલાક સંજોગો જેવા કે ડાયાબિટીસ, કેન્સર, દવાઓ નો અતિરેક, જન્મજાત કિડની ની ખોડ જેવા સંજોગો માં કિડની નું કાર્ય ખોટકાય અને લોહીના શુદ્ધિકરણ ની પ્રક્રિયા યોગ્ય રીતે થાય નહીં જેના પરિણામે લોહીમાં અશુદ્ધિઓ નું પ્રમાણ વધે અને પ્રવાહીનો પણ ભરાવો થાય. જે વ્યક્તિઓ ની કિડની આ કાર્ય યોગ્ય રીતે કરી શકતી નથી તેઓ ને ડાયાલિસિસ પર મૂકવામાં આવે છે.
ઇ. સ. ૧૯૪૦ માં પ્રથમ ડાયાલિસિસ ની શરૂઆત થઈ હતી. અહી, ડાયાલાઇઝર મશીન કિડની જેવું કાર્ય કરે. શરીર ની બહાર, ડાયાલાઇઝર મશીનમાં લોહી ને પ્રવેશ કરાવવા માં આવે, અહી મશીન માં લોહી ની આશદ્ધીઓ દૂર થાય અને ફરી શુદ્ધ લોહી ને શરીર માં પ્રવેશ કરવા માં આવે. આમ, જે કામ કિડની નું હોય એ કામ કિડની યોગ્ય રીતે ન કરી શકતાં મશીન દ્વારા કરાવવા માં આવે જેથી લોહી માં પોષકતત્વો અને પાણી નું પ્રમાણ જળવાઈ રહે.
ડાયાલિસિસ ની પ્રક્રિયા દરમ્યાન લોહી ની અશદ્ધીઓ અને વધુ પડતું પાણી જે શરીર માં જમા થયું હોય તે મશીન દ્વારા કાઢવા માં આવે છે . જો ડાયાલિસિસ ન કરવા માં આવે, તો લોહી માં અશુદ્ધિઓ અને વધુ પડતું પાણી ભેગા થાય અને આવું અશુદ્ધ લોહી શરીર માં પરિભ્રમણ પામવાથી શરીર ના તમામ અંગો નું કાર્ય ખોટકાય.
હવે, આ ડાયાલિસિસ ની પ્રક્રિયા દરમ્યાન ખોરાક નું નિયંત્રણ ખૂબ જ અગત્ય નું હોય છે. ડાયાલિસિસ દરમ્યાન લોહીમાં સોડિયમ, પોટેશિયમ, પ્રોટીન જેવા પોષકતત્વો નું પ્રમાણ ખૂબ અગત્ય નો ભાગ ભજવે છે. એથી એવા ખાદ્યપદાર્થો જે ખૂબ વધુ પડતાં સોડિયમ, પોટેશિયમ, પચવામાં અઘરા એવા પ્રોટીન ધરાવતાં હોય, તેમનું નિયંત્રણ ખૂબ જરૂરી બને છે. વળી, બે ડાયાલિસિસ વચ્ચેના ગાળામાં ઓછામાં ઓછી અશુદ્ધિઓ લોહી માં જમા થાય તે પ્રકાર નો ખોરાક દર્દીએ લેવાનો હોય છે .
તો આવો જાણીએ , ડાયાલિસિસ ના દર્દીઓ એ શું ખાવું અને શું ન ખાવું જોઈએ
ડાયાલિસિસ દરમ્યાન આ ખોરાક ટાળવો ડાયાલિસિસ દરમ્યાન આ ખોરાક ખાઈ શકાય
બને એટલું પોટેશિયમ વધુ હોય એવો ખોરાક ન લેવો. પોટેશિયમ, સંતરા, ટામેટાં, બટાકા, વટાણા, પાલખ, મશરૂમ ,બ્રોકોલી, કેળા, ખજૂર, આલુ, કાળી દ્રાક્ષ, કાકડી, કોળું જેવા ફળો અને શાકભાજી માં વધારે હોઇ તેનું સેવન ટાળવું. સ્ટ્રોબેરી, બ્લુબેરી, સફરજન, અનાનસ , ફ્લાવર , રિંગણ , લીલા દાણા વાળુ શાક, તડબૂચ, નાશપતી, પીચ, કોબી, ચા, ડુંગળી, મૂળો, , કેરી, પપૈયા, દાડમ, કિસમિસ જેવા ખાદ્યપદાર્થો માં પોટેશિયમ પ્રમાણ માં ઓછું હોઇ તે ડાયેટિશિયન એ સૂચિત કરેલી માત્રા માં લઇ શકાય.
પાણી ની માત્રા ૧ લીટર થી ઓછી આખા દિવસ માં નિયંત્રિત રાખવી. આ માત્રા માં ચા, દૂધ, છાશ, ફળો, ફળોના રસ ની પણ ગણત્રી કરી લેવી. દૂધ,દહીં અને છાશ નો ઉપયોગ કરી શકાય.
અથાણાં, પાપડ આથેલા ફળો જેવા વધુ પડતા મીઠું ધરાવતાં ખાદ્યપદાર્થો લેવા નહિ. શાકભાજી ના ના નાના ટુકડા કરી , પાણી માં ૭-૮ મિનિટ ઉકાળ્યા બાદ , પાણી માં થી કાઢી ને તેનો ઉપયોગ કરી શકાય. આમ કરવાથી શાકભાજી માં રહેલા પોટેશિયમ ની માત્રા ઘટાડી શકાય છે
ઇનો ઉમેરી આથો લવાતો હોય એવા ખાદ્યપદાર્થો લેવા નહિ. સારી ગુણવત્તા વાળું પ્રોટીન લઈ શકાય. કઠોળ ,ઈંડા, ચિકન માં સારી ગુણવત્તા વાળું પ્રોટીન હોઇ તેનો ઉપયોગ થોડી માત્ર માં કરી શકાય.
તળેલી અને વધુ ફેટ ધરાવતી બટર, ચીઝ વાળી વાનગીઓ આરોગવી નહિ.
નીરજા પારેખ
Comments