top of page

તરુણીઓ માં વધતી જતી સ્થૂળતા ની સમસ્યા અને ‘PCOD ' :-

આપણે આજકાલ સ્થૂળતા વિષય ને સંક્ષેપ માં સમજી રહ્યા છીએ. ગતાંકે આપણે બાળકો ની સ્થૂળતા વિશે સમજ્યાં. આ અંકે તરુણીઓ માં આજકાલ ખૂબ વધુ પ્રમાણ માં ફેલાઈ રહેલ PCOD ની સમસ્યા ને સમજીએ. ગાયનેકોલોજિસ્ટો ના મતાનુસાર દર ૧૦ સ્થૂળ તરુણીઓ માં થી ૫ ને PCOD એટલેકે પોલી સિસ્ટિક ઓવરી ડીસિઝ થી પીડાતી હોય છે. PCOD અને સ્થૂળતા બંને એકબીજા ના પૂરક છે. સ્થૂળતા ને કારણે PCOD થવાની સંભાવના રહે છે અને ક્યારેક pcod ને કારણે સ્થૂળતા માં વધારો થાય છે. PCOD એટલે શું? :- PCOD અર્થાત્ પોલિ સિસ્ટીક ઓવરી ડીસિઝ . આ રોગ નું ખરું કારણ હજુ જાણવા માં આવ્યું નથી પરંતુ ડોકટરો અનુસાર , સ્ત્રી શરીર માં બે અંડાશય ( ઓવરી) આવેલી છે જે દરે એકાંતરે મહિને સ્ત્રી બીજ બનાવે. આ સ્ત્રીબીજ બનાવવાની સાથોસાથ ખૂબ ઓછી માત્રા માં અંડાશય દ્વારા પુરુષ હોર્મોન ( ટેસ્ટોસ્ટેરોન) નું ઉત્પાદન પણ થતું હોય. અમુક સંજોગોમાં આ અંડાશય માં સ્ત્રીબીજ ખૂબ નાના અને અવિકસિત ઉત્પન્ન થાય અને મોટી માત્રા માં પુરુષ હોર્મોન નું ઉત્પાદન થાય છે. જેના કારણે નીચે મુજબ ના લક્ષણો જોવા મળે છે. 1. વજન માં વધારો, ખાસ કરી ને પેટ ના ભાગે ચરબી નો ભરાવો 2. અનિયમિત માસિક ધર્મ 3. ચહેરા ઉપર પુરુષ જેવા વાળ ઊગવા 4. ચીકણી ત્વચા અને ખીલ 5. શરીર માં પુરુષ હોર્મોન નું વધુ પડતું ઉત્પાદન 6. માતૃત્વ ધારણ કરવા માં મુશ્કેલી આવે 7. માથા ના વાળ ઉતરવા 8. ચીડિયો સ્વભાવ 9. ઇન્સ્યુલીન ના ઉત્પાદન માં ગરબડ અને શરીરમાં ઇન્સ્યુલીન નો રેઝિસ્ટન્સ ઉત્પન્ન થતાં નાની ઉમરે ડાયાબિટીસ થવાની શક્યતા 10. ત્વચા પર કાળા ચાંઠા પડવા. ખાસ કરી ગળા ના ભાગે આ ઉપરાંત નીચે મુજબ ના કેટલાક પરિબળો પણ PCOD થવા માટે જવાબદાર ગણાય છે. • વારસાગત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ની કાર્યશક્તિ માં ક્ષતિ :- મોટે ભાગે pcod વારસાગત રીતે અંત: સ્ત્રાવી ગ્રંથિઓ માં વધુ પડતાં પુરુષ હોર્મોન ના ઉત્પાદન ને કારણે થાય છે. • અતિશય ચરબીયુક્ત આહાર :- આજકાલ બાળકો ઘરના સાદા ખોરાક ને બદલે બહારના તળેલા, મેંદાયુક્ત, ચીઝ બટર યુક્ત ફસ્ટફૂડ પર પોતાની પસંદગી વધુ ઉતારે છે. વળી, આપણે પણ વાર તહેવારે, સેલિબ્રેશન ના ભાગ રૂપે બહાર નું ખાવાનું જ પસંદ કરીએ છીએ ને! એ પરિણામે શરીર માં ચરબી નો ભરાવો કરે છે. આ ચરબી નો વધુ પડતો ભરાવો PCOD તરફ લઈ જાય છે. • અનિયમિત જીવનશૈલી :- અનિયમિત રૂટિન , રાત્રિ ના ઉજાગરા, અપૂરતી ઊંઘ આ બધું જ હોર્મોન માં ફેરફાર થવા માટે કારણભૂત હોઈ શકે . • બેઠાડુ જીવન:- હવે ઓનલાઇન એજ્યુકેશન અને મોબાઈલ ના વધુ પડતાં ઉપયોગ થી લોકો મોબાઈલ રહ્યા નથી. એક જગ્યા એ કલાકો સુધી બેસી રહેતા તરુણો હવે કસરત, રમત – ગમત ને ભૂલ્યા છે. કસરત દ્વારા પણ શરીરમાં કોર્ટિઝોન જેવા હોર્મોન નું ઉત્પાદન થાય છે જે શરીર ના અંત: સ્ત્રવો ના નિયમન માટે જરૂરી ગણવા માં આવે છે. અહી, કસરત ન મળવાને કારણે પણ શરીર નું હોર્મોન ચક્ર ખોરવાય છે. PCOD ન થાય તે માટે શું સાવચેતી રાખી શકાય :- • જીવનશૈલી માં ફેરફાર :-મોટેભાગે જીવનશૈલી માં , આહાર વિહાર ની આદતો માં ફેરફાર લાવવાથી સમસ્યા નિવારી શકાય છે. માત્ર ૫ થી ૧૦% વજન ઉતારવા થી પણ માસિક ચક્ર ને નિયંત્રિત કરી શકાય છે. • ઇન્સ્યુલીન ઉત્પાદન પર કંટ્રોલ :- PCOD ની સમસ્યા દરમ્યાન આપણા શરીર નો ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ વધે છે જેથી શર્કરા યુક્ત ખોરાક પચાવવા માટે શરીર વધુ પડતાં ઇન્સ્યુલીન નું ઉત્પાદન કરે છે. આ વધુ પડતા ઇન્સ્યુલીન ના ઉત્પાદન ની સાથે સાથે શરીર મ વધુ પડતા પુરુષ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું નું ઉત્પાદન પણ વધુ થતું હોય છે. આ સંજોગો માં ચોકલેટ, ડેઝર્ટ્સ જેવા વધુ ગળ્યા પદાર્થો, સ્ટાર્ચ વાળા મેંદા જેવા પદાર્થો નું સેવન વધુ પડતાં ઇન્સ્યુલીન નું ઉત્પાદન કરી પરિસ્થિતિ ને વધુ બગાડી શકે. આથી, સમસ્યા પર કાબૂ મેળવવા માટે સૌ પ્રથમ ગળ્યા અને સ્ટાર્ચ્યુક્ત ખોરાક નું સેવન બંધ કરવું જોઈએ. • રેશાયુક્ત આહાર નો ઉમેરો :- રેશાયુકત સલાડ, ફળો, અખ ધાન્ય , લાપશી માં ફડા, ઓટ્સ જેવા ખાદ્યપદાર્થો નો રોજિંદા આહાર માં ઉમેરો ખોરાક ના પાચન ને ધીમું બનાવી કોષો ના ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ ને ઘટાડી ઇન્સ્યુલીન નું ઉત્પાદન ઘટાડે છે. • લીલા શાકભાજી નો ઉમેરો :- પાલખ, મેથી જેવી ભાજી તથા બ્રોકોલી, ફ્લાવર , દૂધી જેવા શાક નો રોજિંદા આહાર માં ઉમેરો ચોક્કસ મદદ કરે છે. • દાળ- કઠોળ – ઈંડા – ચિકન જેવા પ્રોટીન યુક્ત પદાર્થો નું સેવન :- પ્રોટીન લાંબા સમય સુધી પાચનતંત્ર માં રહે છે. આથી, પેટ ખૂબ ઝડપ થી ખાલી થઈ જતું નથી. અલબત, પ્રોટીન તળેલા સ્વરૂપે લેવું જોઈએ નહિ. અને જો એક્સરસાઇઝ ન કરવા મ આવે તો વધારે પડતાં પ્રોટીન યોગ્ય રીતે પાચન થતું નથી જે ગેસ અને સ્થૂળતા વધારી શકે છે. • કસરત :- PCOD માં એક્સરસાઇઝ અત્યંત મહત્વ નો ભાગ ભજવે છે. નિયમિત ઓછા માં ઓછી ૩૫-૪૦ મિનિટ ની કસરત વજન ઉતરવા માં તેમજ શરીર મ ‘ હેપ્પી હોર્મોન્સ ‘ નું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે જે માસિકચક્ર ના નિયમન માટે અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી નીવડે છે. • તળેલા – મેન્દાયુક્ત ફાસ્ટ ફૂડ નો નિષેધ :- તળેલો, ખૂબ ચરબીયુક્ત , મેન્દાયુક્ત આહાર PCOD ની સમસ્યા માં વધારો કરી પરિસ્થિતિ બગાડી શકે છે. એથી PCOD ના નિવારણ માટે પહેલી શરત આ પ્રકાર નો ખોરાક બિલકુલ બંધ કરવો એ છે. • પૂરતો આરામ :- રાત્રિ દરમ્યાન ૭-૮ કલાક ની ઊંઘ ખૂબ અગત્ય ની છે. પૂરતો આરામ, ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ ઘટાડવા માં મદદરૂપ થાય છે. આમ, આટલાં પગલાં તરુણીઓ ને PCOD ની સમસ્યા નિવારવા માં ઉપયોગી થઇ શકે.

77 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page