top of page

થાઈરોઈડની સમસ્યા? શું ખવાય ? શું ન ખવાય ?


થાઈરોઈડ એ આપણા ગળા માં શ્વાસનળી ની આસપાસ આવેલી પતંગિયા આકારની ગ્રંથિ છે. જે આપણા શરીર ની વૃદ્ધિ અને વિકાસનું નિયમન અને નિયંત્રણ કરે છે. થાઈરોઈડ ગ્રંથિ પોતાના માં થી વિવિધ અંત: સ્ત્રાવો ઉત્પન્ન કરે છે. આ અંતઃસ્ત્રાવો શરીર ના તાપમાન ના નિયમન માટે પણ અનિવાર્ય છે. થાઇરોઇડ હોર્મોન્સ બાળકો માં મગજ ના વિકાસ માં પણ મોટું યોગદાન આપે છે. થાઈરોઈડ ના અંતઃસ્ત્રાવો શરીર ના ચયાપચય ની ક્રિયા( મેટાબોલિઝ્મ) નું નિયમન કરે છે. અમુક સંજોગોમાં અથવા કોઈકવાર વારસાગત રીતે જનીનિક બંધારણ ને કારણે રીતે જ્યારે આ થાઈરોઈડ ગ્રંથિ નું કાર્ય ખોરવાય ,ત્યારે આપણે વિવિધ નીચે પ્રકાર ની સમસ્યાઓ નો સામનો કરવાનું આવે છે. • ગોઇટર :- શરીર માં આયોડિન ની ઉણપ ને કારણે થાઇરોઇડ ગ્રંથી માં સોજો આવે છે. ગળાનો ભાગ ફૂલે છે. આ સમસ્યા ગોઇટર ના નામે ઓળખાય છે. ગ્રંથી માં સોજો આવવાને કારણે તેની અસર એ ગ્રંથિ માં થી સ્ત્રવતા અંતઃસ્ત્રાવો ના પ્રમાણ પર પડે છે પરંતુ ખૂબ ગંભીર સમસ્યા નથી જ્યાં સુધી તેમાં ઇન્ફેક્શન ન થાય . • થાયરોઈડાઈટીસ:- થાઇરોઇડ ગ્રંથિ માં ઇન્ફેક્શન થવું. આ સમસ્યા મોટે ભાગે વાઇરસ ના એટેક ને લીધે થતી હોય છે. • હાઇપો થાઇરોઇડીઝમ :- કેટલાક સંજોગોમાં થાઇરોઇડ દ્વારા ઉત્પન્ન થતા અન્ય અંતઃસ્ત્રાવો ને ઉત્પન્ન થવા માટે ઉત્તેજિત કરતા થાઇરોઇડ હોર્મોન ( TSH) નું પ્રમાણ વધુ હોય છે જે અન્ય હોર્મોન ને ઉત્પન્ન થવા દેતું નથી . આ સમસ્યા ને હાઈપો થાઇરોઇડીઝમ કહે છે. આ સમસ્યા દરમ્યાન થાઇરોકસિન હોર્મોન ( t 4) નું પ્રમાણ ઓછું ઉત્પન્ન થાય છે જે દર્દી ના શરીર ની ચયાપચય ની ક્રિયા ને ધીમી પાડે છે જેના કારણે દર્દી ના શરીર નું વજન વધે છે. • હાઇપર થાઇરોઇડીઝમ :- આ ઉપર ની સમસ્યા થી બિલકુલ વિપરીત સમસ્યા છે. અહી TSH nu પ્રમાણ ઘટતાં, થાઇરોકસિન હોર્મોન ( t 4) નું પ્રમાણ વધે છે જે દર્દી ની ચયાપચય ની ક્રિયા ખૂબ ઝડપી બનાવી દર્દી નું શરીર નું વજન ઘટાડે છે. • થાઈરોઈડ કેન્સર :- થાઇરોઇડ ગ્રંથિ માં કોષોના વધુ પડતા ઉત્પાદન ને પરિણામે ગાંઠ નું નિર્માણ થાય છે . આ ગાંઠ કેન્સર ની હોઈ શકે છે. ઉપરના પૈકી હાઇપો અને હાઇપર થાઇરોઇડીઝમ એ સૌથી સામાન્ય સમસ્યાઓ છે. તો આવો આ સમસ્યાઓ હોય તો કેવો ખોરાક લેવો અને કેવો ના લેવો એ વિશે જાણીએ. આજના આ લેખ દ્વારા હાઇપો થાઇરોઇડીઝમ ના દર્દીઓ નો આહાર કેવો હોવો જોઈએ તે જાણીએ. આવતા અંકે હાઇપર થાઇરોઇડીઝમ ના દર્દીઓ ના આહાર વિશે ચર્ચા કરીશું. હાઇપો થાઇરોઇડીઝમ ના લક્ષણો :- 1. મેટાબોલિક રેટ ( ચયાપચય ની ક્રિયા) નો દર ધીમો થવો :- જેના કારણે શરીર ના વજન માં અચાનક વધારો થવો. 2. ખૂબ થાક લાગવો 3. લોહીમાં કોલેસ્ટેરોલ નું પ્રમાણ વધવું 4. ખૂબ ઠંડી અથવા ખૂબ ગરમી લાગવી 5. વારંવાર પાતળા ઝાડા થઈ જવા અથવા કબજિયાત રહેવી. શું ખાવું ? શું ન ખાવું? શું કરવું? • વધુ પ્રોટીન ધરાવતો ખોરાક :- ચયાપચય ની ક્રિયા ને ઝડપી બનાવવા માટે પ્રોટીન ધરાવતા ખોરાક નો ઉપયોગ વધુ કરવો જોઈએ જેમાં દાળ , કઠોળ, પનીર, દહીં , સ્કીમડ મિલ્ક નો ઉપયોગ કરવો જોઈએ. જો માંસાહારી હોવ તો તળેલો ન હોય એવો માંસાહાર કરી શકાય. સોયાબીન એ ખૂબ ઊંચા પ્રમાણ માં પ્રોટીન ધરાવતું કઠોળ હોવા છતાં થાઈરોઈડ ના દર્દીઓ ની સમસ્યા માં વધારો કરી શકતું હોવાથી સોયાબીન નો ઉપયોગ હાઇપો થાઇરોઇડીઝમ ના દર્દીઓ એ ન કરવાની સલાહ આપવામાં આવે છે. • સૌ શાકભાજી ખાઈ શકાય પરંતુ પાલખ ની ભાજી, કોબી, ફ્લાવર, બ્રોકોલી , શાકભાજીઓ થાઇરૉઇડ ની સમસ્યા વધારી શકે. તો આ શાકભાજીઓ સિવાય અન્ય તમામ શાકભાજીઓ છૂટ થી ખાઈ શકાય • પીચ અને સ્ટ્રોબેરી સિવાય અન્ય સૌ ફળો ખાઈ શકાય. • કોફી અને ગ્રીન ટી નું સેવન ટાળવું. • આલ્કોહોલ નું સેવન તકલીફ વધારી શકે • વધુ ગ્લુટેન ધરાવતા ઘઉં ને બદલે બાજરી, જુવાર, કોદરી જેવા ધાન્યો નો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. • નારિયેળ એ મિડિયમ ચેઇન ટ્રાય ગ્લિઝરાઇડ ધરાવતું હોઈ પાચન માટે ખૂબ સરળ રહે છે. તેનો ઉપયોગ કરી શકાય • ખૂબ તળેલા પદાર્થો, મેંદા ની વાનગીઓ,મીઠાઈઓ , કેક, ચોકલેટ જેવા ગળ્યા પદાર્થો, પીઝા, બર્ગર, વડા પાઉં, દાબેલી જેવા જંક નાસ્તા નું સેવન ટાળવું. થાઇરૉઇડ ના દર્દીઓ માં આમ પણ મેટાબોલિઝ્મ ધિરી ચલે છે અને એમાં આ પ્રકાર ના પદાર્થો પુષ્કળ કેલરી ધરાવતા હોઈ શરીર નું વજન સરળતા થી વધારે છે. • ડોકટર ની સલાહ વગર હાઇપો થાઇરોઇડીઝમ ના દર્દીઓ એ કોઈપણ જાતના સપ્લીમેન્ટ્સ લેવા નહિ. ઝીંક, સેલેનિયમ , આયોડિન, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો નું વધુ પડતું પ્રમાણ હાઇપો થાઇરોઇડીઝમ ના દર્દીઓ ને મોટું નુકસાન કરી શકે છે. • સામાન્ય વ્યક્તિ કરતાં, હાઇપો થાઇરોઇડીઝમ ના દર્દીઓ ની મેટાબોલિઝ્મ ધીમી હોવાથી તેઓએ વજન ઉતારવા માટે સામાન્ય વ્યક્તિ કરતાં વધારે કાર્ડિયો કસરતો કરવી પડે છે. પરંતુ આંખ મીચી ને કરેલી કસરતો હાડકાં,સ્નાયુઓ અને સાંધાઓ ને નુકસાન પહોંચાડી શકે છે. તેઓએ કવોલીફાઇડ ટ્રેનર ની દેખરેખ હેઠળ જ કસરતો કરવી. • અપૂરતી ઊંઘ અને ઉજાગરા દર્દીઓ નું વજન ઝડપથી વધારી શકે છે. આમ, સરળ આહાર અને યોગ્ય જીવનશૈલી થી તથા ઉપર મુજબ ના મુદ્દાઓ ધ્યાન માં રાખી ને હાઇપો થાઇરોઇડીઝમ માં દર્દીઓ સામાન્ય જીવન જીવી શકે છે. આવતા અંકે હાઇપર થાઇરોઇડીઝમ ના રોગ મયે યોગ્ય આહાર વિશે ચર્ચા કરીશું

125 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page