top of page

દિવાળી ના સફાઈ દરમ્યાન તબિયત નું ધ્યાન શી રીતે રાખશો !??

નવરાત્રિ પતે, તડકા પડે એટલે ઘરો ની સાફસફાઈ ચાલુ…ધોમધખતા બપોર ના તડકા માં ગાદીઓ તપાવવી, જાળા પાડવા, દીવાલો ધોવડાવવી..એવા બધા કામો શરૂ થાય…હવે તો જોકે આ સફાઈ ના કામો માટે એજનસી જ હોય છે. એક દિવસ માટે ઘરે આવી બધી સફાઈ કરી જાય…આપણે ખાલી ઇન્સ્ટ્રક્શન જ આપવાની. પણ આ દરમ્યાન પણ આપણું મગજ તો ચલાવવાનું, વળી કબાટો , ખાનાઓ ની સફાઈ તો આપણે જ કરવાની!! સૂર્યપ્રકાશ આપણને ખૂબ બધી એનર્જી થી ભરી દેતો હોય અને એથી જ આપણે ખૂબ બધું કામ કરવાનો ઉત્સાહ થતો હોય એ સ્વાભાવિક છે. તદુપરાંત સાસુ ની આજ્ઞા કહો, પડોશણ સાથે ની દેખાદેખી કહો કે વર્ષો જૂની આદત કહો …ઘર ચોખ્ખું હોય તો પણ સફાઈ નો કીડો સળવળી ઉઠતો હોય. ખરું ને ? પણ સાંજ પડે, સૂર્ય દેવતા આથમે, સાંજ ની રસોઇ કરવાનો સમય થાય એટલે …પુષ્કળ થાક લાગે, શરીર ઢીલાશ અનુભવવા માંડે અને પગ અને કમર માં દુઃખાવા શરૂ થાય. તો આજે, આપણે આજના લેખ દ્વારા એ સમજીએ કે જો દિવાળી માં સફાઈ જરૂરી જ હોય અને સાંજ પડે થાક ન અનુભવવો હોય તો સવારથી ખોરાક માં શું કાળજી લેશું…. 1. સવાર માં ગરમ પાણી પીવું :- સફાઈ દરમ્યાન યોગ્ય સમયે યોગ્ય આહાર ન લેવાતાં કબજિયાત ની સમસ્યા સર્જાવાની શક્યતા રહેલ છે. તો એ નિવારવા દિવસ ની શરૂઆત ગરમ પાણી થી કરવી જોઈએ. 2. લીંબુ પાણી નો ઉમેરો :- દિવાળી પહેલા ની બપોર ખૂબ ગરમ હોઈ અને કામકાજ દરમ્યાન પુષ્કળ પસીનો થતો હોય આપણું શરીર મોટી માત્રા માં સોડિયમ, પોટેશિયમ જેવાં ખનીજ તત્વો ગુમાવે છે અને બ્લડ પ્રેશર લો થવાની સંભાવના રહેલ છે. તો સફાઈ કામ દરમ્યાન લગભગ ૨ થી ૩ ગ્લાસ લીંબુપાણી લેવું હિતાવહ છે. ( જો ડાયાબિટીસ હોય તો ખાંડ નો ઉપયોગ ટાળવો. ડાયાબિટીસ ન હોય તો પણ ખાંડ ને બદલે મધ અથવા ગોળ ઉમેરી લીંબુપાણી પીવું વધુ સ્વાસ્થ્ય વર્ધક છે.) 3. ફળો નું સેવન :- કામકાજ દરમ્યાન આપણું ધ્યાન આપણા ખોરાક ની ક્વોલિટી પર વધુ હોતું નથી. એથી આપણે ખોરાક માં વધુ ફળો અને સલાડ જેવા રેશાયુકત ખાદ્યપદાર્થો નો ઉમેરો કરતાં નથી એવું જોવા મળેલ છે. તો એમ ન કરતા દિવસ ના ૨ વાર ફળો ચોક્કસ લેવાય અને જમવામાં સલાડ તો ખાસ ઉપયોગ થાય તેવો આગ્રહ રાખો. 4. તળેલો તથા પચવામાં ભારે એવો ખોરાક ટાળો :- તળેલો તથા ચીઝ અને મેંદા થી બનેલ ખોરાક પચવામાં ભારે હોઈ પાચનતંત્ર ને વધુ શ્રમ પડે. વળી સફાઈ કામ દરમ્યાન શરીર ના સ્નાયુઓને પણ શ્રમ પડતો હોય, પછી પુષ્કળ થાક અનુભવાય. એથી ખોરાક પચવામાં ખૂબ હલકો હોય તેવો આ દિવસ દરમ્યાન કરવો. આ માટે બાફેલા ખાદ્યપદાર્થો અથવા ખીચડી જેવો ખોરાક વધુ હિતાવહ રહે. 5. પ્રોટીનયુક્ત ખોરાક નો ઉપયોગ વધુ કરો :- દિવસભર ના કામ ને પહોંચી વળવા સ્નાયુઓ માં વધુ ઉર્જા હોવી જરૂરી છે. આ માટે પૂરતા પ્રમણમાં પ્રોટીન યુક્ત આહાર લેવાય તે જોવું. આ પ્રોટીન આપણને દૂધ, દૂધ ની દહી, પનીર, છાશ ( છૂટ થી લઇ શકાય) જેવી બનાવટો, કઠોળ અને ખાસ કરી ફણગાવેલ કઠોળ, સોયાબીન ની બનાવટો ( ખાસ કરી ૪૦ ઉપરની સ્ત્રીઓ માટે) લેવી જોઈએ. 6. સૂકા મેવા નું સેવન :- સવાર ના એકાદ મુઠ્ઠી સુકો મેવો લેવો ( ડાયાબિટીસ હોય તો ડાયેટિશિયન ની સલાહ બાદ લેવું) . સવાર ના સૂકા મેવાનું સેવન સારા પ્રમાણ માં ઊર્જા નો સંચાર કરે. 7. લોહી માં આયર્ન નો જથ્થો જળવાય તે જોવું :- લોહી માં જો હિમોગ્લોબીન નું યોગ્ય પ્રમાણ હોય, તો કામ કરવાનો જોમ જુસ્સો અને તાકાત જળવાઈ રહે. હિમોગ્લોબીન નું કામ શરીર ના દરેક કોષો ને ઓકસીજન પૂરો પાડવાનું છે. અને પૂરતા પ્રમાણ માં ઓકસીજન મેળવે તો કોષો થાક અનુભવતા નથી. આ માટે ખોરાક માં લોહતત્વ યુક્ત ખાદ્યપદાર્થો નો ઉમેરો કરો. લીલી ભાજી, મેથી, ખજૂર, અંજીર, કાળી દ્રાક્ષ જેવા ડ્રાય ફ્રુટ અને સફરજન અને દાડમ જેવા ફળો , બીટ જેવું શાકભાજી બને એટલા વધુ પ્રમાણ માં લેવાય તેનું ધ્યાન રાખો. અને હા, સફાઈ દરમ્યાન ફેફસાં ને નુકસાન થી બચાવવા માટે હંમેશા માસ્ક ( મોં અને નાક ઢંકાય તે રીત ના કપડા ) નો ઉપયોગ કરો. આમ, મજા થી ઘર સાફ કરો અને થાક્યા વગર તહેવારો એન્જોય કરો.


79 views0 comments

Recent Posts

See All

ઉનાળા ના ફળો:- ચાંપા ( જેક ફ્રૂટ)

'ઉનાળા ના ફળો ' શ્રેણી ને મળેલા ઉમદા પ્રતિસાદ ને ધ્યાન માં રાખી તથા મારા લેખો ના નિયમિત વાચક ડૉ. પલ્લવી વ્યાસ ના સૂચન ને માં આપી આજનો લેખ ‘ ચાંપા ‘ ફળ પર જે ડૉ. પલ્લવી નું માનીતું ફળ છે અને અલબત્ત ઉના

ઉનાળા ના ફળો:- જાંબુ

જાંબલી રંગના મોટા ઠળિયા વાળા ફળ નું નામ તેના રંગ ને લીધે જ જાંબુ પડ્યું હશે..કે પછી આ ફળ ને લીધે આ રંગ નું નામ જાંબુડી રંગ એવું પડ્યું હશે એ તો ભગવાન જાણે પણ ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન માં બહોળા પ્ર

ઉનાળા ના ફળો:- કેરી સૌ ખાઈ શકે ..માત્ર જરા સંભાલ કે ...

ગયા અંકે આપણે રસાયણો થી પકવેલી કેરી ને કઈ રીતે ઓળખવી , કેવી કેરી ન ખાવી અને આ પ્રકારે રસાયણો થી પકવેલી કેરી ખાવાથી સ્વાસ્થ્ય ને થતાં નુકસાન વિશે માહિતી મેળવી. સંક્ષેપ માં કહીએ તો .. કુદરતી રીતે પાકેલી

Comments


bottom of page